Deepak Solanki

Others

2  

Deepak Solanki

Others

ચિંતા ચિતા સમાન

ચિંતા ચિતા સમાન

2 mins
8.2K


ચિંતા ચિતા સમાન છે.

ખરી વાત...

સાચું જ કહ્યું છે કે 'ચિંતા ચિતા સમાન છે'. જયારે કોઈ પણ વાત કોઈને ન કહી શકતો હોય ત્યારે તે વાત તેના માટે એ  ચિંતા ઉભી કરે છે. કારણ કે એ બાબત એવી હોય છે કે જો તે વાત કોઈને કહી દે તો ખોટું થવાની સંભાવના થાય છે અને જો ન કહે તો તે બાબત વધારે બગાડવા તરફ વળે છે. તો આવા સંજોગોમાં તે વ્યક્તિ કાંઈ વિચારી શકતો જ નથી. તેથી આવા સંજોગોમાં તે વ્યક્તિ માનસિક તણાવમાં હોય છે. તે વાત કોઈને કહી શકે તો તે વિચારે છે કે હું દુઃખી છું. પરન્તુ તે દુઃખી નહીં પણ ચિંતામાં એટલે કે માનસિક તણાવમાં હોય છે. આવા સમયે જો કોઈ વ્યક્તિ તેના પર ગુસ્સો કરે તો તે વ્યક્તિ તે ગુસ્સાથી નહીં પણ તે પોતાના ચિંતાને યાદ કરે છે એના કારણે આવા વ્યક્તિઓ વધારે ગુસ્સો કરે છે.આવું થવાથી તે વ્યક્તિ ખુબ માનસિક તણાવમાં હોય છે. જેના કારણે તે પાતળો પણ થય જાય છે અને અંતે આવા વ્યક્તિઓ ક્યારેક ન લેવાના પગલાં લઈ લે છે.

આવા વ્યક્તિઓનો સ્વભાવ ચીડિયો હોય છે અને ઓછું બોલે છે જો તે બોલવા લાગે તો તે શું બોલે છે એને પણ એની ભાન હોતી નથી. અમુક વાર આવા માનસિક તણાવ અને ચિંતિત વ્યક્તિઓની યાદ શક્તિ ઓછી થવા લાગે છે. જો વધારે ચિંતા કરવા લાગે તો આની સીધી અસર તેના મગજ પર થાય છે અને છેવટે તે વહેલા-મોડા ગાંડો પણ થય જાય છે અથવા તો આપઘાતે વળગે છે.

આવા વ્યક્તિઓના મગજમાં ચિંતા ઘર કરી જાય છે. કોઈ પણ બાબત તેને ચિંતા જ લાગે છે.

વિદ્યાર્થીકાળમાં કોઈ હોશિયાર વિદ્યાર્થીને મહેનત કરતા ઓછા ગુણ આવે તો તેને ચિંતા થવા લાગે છે પછી દરેક પરીક્ષામાં તે ચિંતામાં ચિંતામાં વાંચન કરે છે કે હવે ઓછા ગુણ આવશે તો તેના કારણે ભણતરમાં નબળું પરિણામ આવે છે. જો આવા પ્રકારના વ્યકિઓને જો ચિંતા ભુલવી હોય તો ઘરના કામમાં ધ્યાન પડતું નથી. સંબંધો પર પણ અસર પડે છે.

ઉપાયો ઓછા છે પણ ઉપયોગી નીવડે તેવા છે.

*પોતાના કુટુંબ કે સગા-સંબંધીમાં કોઈ એક એવી વ્યક્તિ કે જે આવી વાત તમારી સાંભળતો હોય અને સમજી શકતી હોય અને બંનેને પોતાની વાત પર વિશ્વાસ હોય. આવા વ્યક્તિઓના સંગતથી તેઓની સાથે આવી વાત કરી થોડીક ચિંતા ઓછી થાય. તેઓની સાથે વધારે સમય પસાર કરવો.

*યોગ આ ઉપાય સૌથી સરળ છે. યોગ કરવાથી દુનિયાના તમામ માનસિક તણાવ દૂર થાય છે. જો યોગ્ય રીતે કરવામાં આવે તો.

યોગ, ધ્યાન, ધારણા અને મેડિટેશન કરવાથી માનસિક તણાવને અટકાવે છે. સવારે જાગીને અનુલોમવિલોમ, કપાલભાંતિ જેવા યોગ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. રોજ જાગીને આવા યોગ કરવાથી માનસિક રાહત મળે છે. આવું લગાતાર કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિ પણ.

ચિંતા ભરેલી જિંદગીથી છુટકારો મેળવવો અઘરું છે પણ યોગ થોડી ઘણી રાહત આપે છે.

ખરેખર ચિંતા ચિતા સમાન છે.

 

 

 


Rate this content
Log in