સરખામણી એ ઉમંગ અને હરખને ચોરી લે છે
સરખામણી એ ઉમંગ અને હરખને ચોરી લે છે
આજે મને એક મિત્રએ એની વાત શેર કરી કે,
મારી ઉંમરનાં લોકો કેટલું ફરે છે,કેટલું એક્સપ્લોર કરે છે એની લાઈફમાં,અને હું બસ આ ઘસાયેલ જીવન કાઢી રહી છું.
હું એ લોકોની જેમ ક્યારે એટલી ખુશ રહીશ.
ત્યારે મેં સરળ રીતે કીધું કે,તું એ લોકોના ટચમાં છે,તો તું પણ એ લોકો સાથે જા.અને એન્જોય કર.
એણે કહ્યું,"નાં, એ તો મારાં સ્કૂલ અને કોલેજના ક્લાસ મેટ છે."
મેં જવાબમાં માત્ર 'ઓકે' કહીને સ્માઇલ જ આપી.
પછી મને એકાંતમાં વિચાર આવ્યો કે,
લોકો બીજાના સોશ્યલ મીડિયાથી પોતાની લાઈફને સરખાવી જાતે જ દુઃખી થઈ રહ્યાં છે.જ્યારે હકીકતમાં લોકો માત્ર સોશ્યલ મીડિયા ઉપર પોતાનાં ઉમંગ ને અને હરખને જ જાહેર કરે છે,મોટે ભાગે દુઃખ કોઈ જાહેર કરતું જ નથી.અને કદાચ આ એક દુઃખનું કારણ પણ છે જ.
કારણ કે,લોકો જ સોશ્યલ મીડિયામાં કોઈના દુઃખને નથી પૂછતાં.
બાકી ઘણાં એવાં છે,જે પોતાનાં સુખને પોતાનાં સુધી સીમિત રાખે છે.
અને દરેક હરખની પોસ્ટ કરનાર એનાં જીવનમાં ખૂબ ખુશ છે,કે એની કોઈ ચિંતા જ નથી.એવું માની પોતાની સરખામણી કરવી એ પોતાની જાત સાથેનો એક પ્રકારનો અન્યાય છે.
