STORYMIRROR

Rekha Shukla

Tragedy

1  

Rekha Shukla

Tragedy

"સ્પીક અપ ફોર મી"

"સ્પીક અપ ફોર મી"

2 mins
1.2K


"હું ખુબ નાનકડો છું તેથી કોઈ મને સાંભળતું નથી...

મા બહુ બીઝી છે, તેના પોતાના કામ માં.. ઉપરથી ક્યારની ભૂખ લાગી છે, પણ ખબર નહી પા ને મા કપડાં ને વાસણ બાંધી ને કહે છે કે ક્યાંક જવાનું છે... આજે બુટ પણ પહેરવા મળ્યા ને મને નાનકી બેગ પકડવા મળી. પણ હવે તો બે કલાક થયા હશે ચાલતા ચાલતા... આ બોર્ડર એટલે શું ...?? ને કેટલું આધું હશે અમેરિકા..?? પૂછું તો છું પણ જવાબ કોઈ આપતું નથી ને ચાલે રાખ એમ કહેવામાં આવે છે..."

"નથી ઉપાડાતી બેગ, ભલે તરસ લાગી... પગ જ નથી ઉપડતા ઘસડું જ છું કે ઘસડાઉં છું ..તડકો ક્યારે ઓછો થશે... આ ફાટેલા શર્ટમાં પણ ગરમી લાગે છે..ખાબોચિયામાં બોળી મા એ માથે રૂમાલ મૂક્યો પણ કાનમાંથી વરાળ નીકળે છે. બળી આ બોર્ડર.. ને મારે અમેરિકા નથી જાવું પણ કોણ મને ગણકારે છે... અરે પૂછ્યું પણ નહોતું કે મારે જવું છે કે નહીં? આમ તો આખી શેરીના ભાઈબંધો મારી જેમ ચાલી રહ્યા છે પણ બધા અડધા માંદા દેખાય છે ગરમીથી રેબઝેબ દેખાય છે...પાણી પીધા વગરના સૂકાઈ ગયેલા મોંઢા..હું ચૂપ છું હવે. ચાલવાનું જ છે તો ચાલું છું."

"ટીણીયા ના પા બોલ્યા ત્યારે ખબર પડી દસ કલાકથી ચાલ્યા જ કર્યું છે, મા ને પા ને ખબર નથી પડતી દવા ક્યાંથી લાવશે? શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.માથું તો ફાટી પડે છે.. ઝાડની નીચે બેસાડી બધા ક્યાં ગયા ??? આંખો હવે બંધ થઈ જાય છે.. માખી ક્યારેક પોપચાં ઉઘાડી જાય છે. " કેન સમવન પ્લીઝ સ્પીક અપ ફોર મી..??

બધી વાર્તા ઓ ફક્ત...“પેન” થી નથી લખેલી હોતી..જીવનમાં ઘણી વાર્તાઓ“પેઈન” થી પણ લખાયેલી હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy