સ્પેસશીપ
સ્પેસશીપ
વર્ષ 2050 ! જે ગજબનું ટેકનોલોજીનું ટ્યુશન જતાં લોકોની ભીડ લાગતી હતી પણ લાગણી વગરના લોકોના રોજરોજના ઝગડા અને કંકાસથી ભરેલા અને મુંજાયેલા માણસોની મહેફિલ લાગતી.
એક શિયાળાનો દિવસ હતો મસ્ત ફૂલગુલાબી અને ગાત્રો થીજવી નાખે એવી કડકડતી ઠંડી હતી. તારીખ 04-01-2050 મસ્ત કંચન જેવો સોનેરી સૂરજ પણ બપોરે તે બાપ રે બાપ સખત ગરમી ગજબની હતી.
એક રીબનસીટી નામનું શહેર હતું ત્યાં ઘણાબધા પ્રકાર ના અને જાત જાત ના લોકો રહેતાં હતાં હોળી ના રંગો ની જેમ જાત જાત ના સ્વભાવના લોકો ત્યાં રહેતા હતાં ત્યાં આગળ બધાને એકબીજાથી સહવિશેષ કરી બતાવવાની હોડ લાગી હતી ત્યાં કોઈને કોઈની સંભાળ લેવાનો સમયસુધ્ધાં પણ નહતો.
આ શહેર ની એક ગલી ના એક બંગલામાં વૃદ્ધ વ્યક્તિ રહેતી હતી એનું નામ નિકોલસ હતું લોકો તેમણે આ શહેરનાં લોકો ગાંડાધિપતિ તરીકે ઓળખતા હતાં એટલે કે તેને ગાંડામાં ગાંડો કહેતાં હતાં પણ તે કઈ વાસ્તવમાં કોઈ ગાંડા વ્યક્તિ નહતાં એટલે કે તે મૂર્ખ નહતાં પણ, તેમણે સમજવામાં ત્યાંના લોકો ને ગફલત થઈ ગઈ હતી.
તે પોતે પોતાની વિજ્ઞાનની દુનિયામાં ખોવાયેલા રહેતા હતાં અને એટલી ઉંમરે અલમસ્ત રહેતી શહેરની એજમાત્ર વ્યક્તિ હતી જેમને ભગવાન કરતાં વિજ્ઞાન પ્રત્યેની રૂચિ અપાર હતી.
બીજા લોકો ને કંઈક નવું ને નવું કરી બતાવવાની વૃત્તિ અને આગળ નિકળી જવાની સ્પર્ધા માં લોકો લાગણી વગરના વર્ષ 2050 ના મશીન જેવા થઈ ગયા હતાં એ લોકો ન તો બીજા ને સમજતાં કે નતો પોતાને સમજતાં આજ રીતે લોકો નિકોલસ ને પણ મૂર્ખ જ ગણતા હતા. તે દિવસ રાત પોતાના આગવા વિશ્વમાં અલમસ્ત રહેતા હતાં.
તે એક દિવસ સવારે નાના બગીચામાં એક બાંકડે બેસી ને પોતાની વીતેલી જિંદગી ને વાગોળતો હતો. પણ જિંદગીમાં કંઈક ખૂટવાનો અફસોસ પણ થતો હતો તે જે બાંકડે બેઠો હતો તે પણ કેવો હતો?
બાંકડો પણ બેબાકળો થતો એટલે કે તે એક પેટી જેવો હતો જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતો જે પેટી જેવો પણ કોઈ એની નજીક જાય એટલે તે નાનકડી પેટીમાંથી બાંકડો બની જતો, જેમ 2050 ના લોકો સ્વભાવ બદલે એમ બાંકડો પણ પોતાનો આકાર બદલતો આ 2050 ની ટેકનોલોજી હતી કેમકે બગીચો નાનો હતો.
નિકોલસ ત્યાંથી ઉઠી ને ઘર તરફ રવાના થવાની તૈયારી માં જ હતાં, તે ઊભા થઇ ને પોતાનું માથું નીચું રાખી ને ચાલવા લાગ્યા, ત્યાંજ સામેથી એક કાર આવી રહી હતી જે પુરજોશ માં હતી અને તે કાર ની બિલકુલ સામે એક કૂતરું આવી ગયું.
તે કાર આપમેળે પોતાનો રસ્તો બદલી આગળ વધતી હતી ત્યાંજ તે રસ્તાની બાજુ માં ઊભા એક થાંભલાની સાથે અથડાઈ ગઈ એ થાંભલો પણ.....
તે કાર ને કંઈ પણ નુકશાન ન થયું ને વળી, એ થાંભલા ને પણ. નિકોલસ નીચું માથું રાખી ને ચાલતાં ચાલતાં તે કાર થી આગળ નિકર્યા તે કાર વારા ભાઈ એ નિકોલસ ને કંઈ પણ વાંક વગર ગાળો આપી, નિકોલસ થોડા હસી ને આગળ ચાલ્યા પણ એ કારવાળા ભાઈ ને જોઈ ને નઈ પણ તે ટેકનોલોજી ને જોઈ હસ્યાં હતાં, લોકો તેમના આવા વર્તન જોઈ ને ગાંડા ગણતા હતાં.
તે તેમના ઘરે પહોંચ્યા, તે દરવાજાની સામે જઇ ને ઊભા રહ્યા એટલા માં આપોઆપ દરવાજો ખુલ્યો અને તે ઘરમાં અંદર પ્રવેશવા જ જતા હતાં ત્યાંજ એક અવાજ આવ્યો
મી. નિકોલસ માય ગોડ!! પ્લીઝ પુટ યોર શૂઝ હિયર..
આટલો અવાજ તેમને સંભળાયો તે પોતાના બુટ તરફ જોઈ ને ખૂબ હસ્યાં...