Nil Patel 'શુન્ય'

Drama Fantasy

4.0  

Nil Patel 'શુન્ય'

Drama Fantasy

સ્પેસશીપ - 2

સ્પેસશીપ - 2

3 mins
176


આટલો અવાજ તેમને સંભળાયો તે પોતાના બુટ તરફ જોઈ ને ખૂબ હસ્યાં...

         અને છેવટે અંદર પ્રવેશ્યો. આ અવાજ હતો તેમની પોતાની હાથે બનાવેલી ઘડિયાળ નો! ઘડિયાળ નું નામ ' ફેલિશ ' હતું, આ એક ગજબની શોધ હતી, આના વિશે લગભગ કોઈ નહોતું જાણતું. તે આપમેળે ચાલતી હતી, તે એક એવા પ્રકાર ના તરંગ નું ઉત્સર્જન કરતી કે જે નિકોલસ ની પ્રત્યેક હલન-ચલન ની પરખ કરી લેતી હતી, અને ઉત્સર્જિત થતા તરંગ પણ હાનિકારક ન હોતાં.

         નિકોલસે ફેલિશ ને ઉતારી ને ટેબલ પર મૂકી, ફૂલ ગુલાબી ઠંડી માં રાત્રે એ પોતાના ઘર ના ધાબા પર હતાં . તેમને ફેલિશ ની જેમ એક ટેલિસ્કોપ પણ બનાવ્યું હતું એનું નામ ' વિઝન ' રાખ્યું હતું, એ પણ ફેલિશ ની જેમ આપમેળે જ કાર્ય કરતું હતું, ફેલિશ ના વિસ્તાર માં એ આવે તો તે આપમેળે જ તે ફેલિશ સાથે જોડાઈ જતું હતું.

         તેઓ થોડી વાર પેહલા એ ટેલિસ્કોપ ની મદદ થી આકાશ માં કંઈક શોધી રહ્યા હતાં, હળવો પવન ફૂંકાતો હતો એટલે રાત્રે ક્યારે તેમની આંખ લાગી ગઈ તેમને ખબર જ ન રહી તે ઊંઘી ગયાં.

          તે ભર શિયારે ધાબા પર સુઈ ગયાં તેમના આવા સ્વભાવથી લોકો તેમને ગાંડા સમજતા હશે. તેમની આવી વિચિત્ર હરકતો હતી જેથી બીજા તેમને ગાંડા ગણતા હતા.

          રાત્રી ના બે વાગે ઘડિયાળ ફેલિશમાથી અવાજ આવ્યો, " ગોડ! પ્લીઝ વેક અપ કવીકલી પ્લીઝ, સમથિંગ ઇઝ હેપનિંગ ઇન ધ સ્કાય" આવી ખબર ફેલિશ ને પડી કેમકે ફેલિશ એ ટેલિસ્કોપ સાથે ઓટો- કૉંનેક્ટ મોડ પર હતી.

          નિકોલસ આંખ મીંચોરતા મીંચોરતા ઊભા થયાં અને પોતાની અંદર જાણવાની જિજ્ઞાસા હોવાથી તેમણે પોતાની આંખ લગાડી ને ટેલિસ્કોપ માં જોયું , આકાશ માં તારા જેવા જ આકાર માં પૃથ્વી તરફ સડસડાટ ગતિ કરી કંઈક આવી રહ્યું હતું!! તે શું હશે? , કોણ હશે? , શું કામ આવું થઈ રહ્યું છે જેવા હદય ના એક ખૂણે થી આવા ઘણા પ્રશ્નો ની ગડમથલ આવી રહી હતી.

           મોડી રાતે 2:15 થતી હતી હવે જે હોય એ જોવા અને જાણવાની હ્ર્દય માં જિજ્ઞાસા હતી અટલે પોતાની કાર ને ફેલિશ ની મદદ થી પાર્કિંગ માંથી બહાર બોલાવી એ આપોઆપ બહાર આવી, આ કાર એ 2050 ની લેટેસ્ટ ટેકનોલોજી હતી તે આપણા કહેવા પ્રમાણે પોતાનો રંગ બદલી દેતી હતી, એટલે ઘડિયાળ ના કહેવા પ્રમાણે તેને પોતાનો રંગ રાત્રે સફેદ કરી દીધો હતો.

           કાર પણ જાણે LED જેવી બોડી હોય તેમ રંગ બદલતી હતી. હવે એ કાર માં બેસી ને તે જગ્યાએ જઈ રહ્યો હતો જ્યાં પેલી તારા આકાર ની અજીબોગરીબ વસ્તુ પડી હતી, તે રસ્તો જોતા નિકોલસ ને લાગ્યું કે આ રસ્તો તો શહેર ની કચરો ઠાલાવવાની જગ્યાએ જઈ રહ્યો છે એવું નિકોલસ ને લાગ્યું, 

            તે ત્યાં પોહચ્યો અને તેણે દૂરથી પેલી મોટી વસ્તુ ને જોઈ અને તે અચંબામાં પડી ગયો, ત્યાંથી તે તેણી નજીક ગયો અને જોયું તે સ્પેસશીપ જેવું લાગતું હતું. તે તેણે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવા જતો હતો ત્યારે ફેલિશ બોલી " ગોડ!! પ્લીઝ કેરફૂલી"

            તેમને પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને થોડી વાર વિચાર્યા પછી તેમને પોતાની આંગળી અડાડી, તેમને તે સખત પદાર્થ નું બનેલું હોય તેમ તેમને લાગ્યું અને બીજી વાર પણ પોતાની આંગળી અડાડી ત્યાંજ એક અવાજ આવ્યો " સ્ટોપ મી. નિકોલસ" આ અવાજ હતો સ્પેસશીપ નો !!

            આટલું સાંભળતા ની સાથેજ દાદા ને ધ્રાસકો પડ્યો કે આ સ્પેસશીપ મારુ નામ કંઈ રીતે જાણે છે? તેમને કંઈક અજુગતું લાગ્યું તે વિચારતાં જ હતા એટલા માં સ્પેસશીપ માંથી અવાજ આવ્યો " મી. નિકોલસ પ્લીઝ પુટ યોર હેન્ડ પામ ઓન ધ બોડી ઓફ ધીસ સ્પેસશીપ " 

( ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama