Nil Patel 'શુન્ય'

Children Stories Inspirational

4.7  

Nil Patel 'શુન્ય'

Children Stories Inspirational

નિર્બળતા

નિર્બળતા

2 mins
11.8K


      નિર્બળતા એ આમ તો સાવ સાદો શબ્દ હોય એવું લાગે છે લોકો ને નિર્બળતા સાથે રહેવું અને જીવવું જાણે ફાવી ગયું હોય એમ!!

આપણી હિંદુ સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ એ એક ગજબની ગર્જના કરી છે કે " સો વર્ષ જીવો એ પણ પોતાની નિર્બળતા છોડી અને નિસ્તેજ થયા વગર જીવો ". નિર્બળતા એ ખાલી માનસિકતા જ છે આપણે હવે તેને બદલવી પડશે અને આ નિર્બળતા ને પછાડવા માટે એક હિમાલય જેવા અડીખમ અને અખંડ જોમની જરૂર પડશે.

આ નિર્બળતા એ નાનો એવો લાગતો શબ્દની મોટી મોટી અસરોમાં સમય જતાં ઉગાડી થતી જાય છે. આપણે પોતાની જાત ને નિર્બળ કેમ માનીએ કેમકે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ગાનાર એ સ્પષ્ટ વાત કરી છે કે " ममेंवांशे जीवलोके " આખા વિશ્વમાં આવડું મોટું આશ્વાસન ક્યાંય નહીં મળે કેમકે તેમને કીધું કે આ પૃથ્વીલોકમાં રહેતા દરેક જીવ મારા અંશ છે. જગત નો બાપ જો આવું કહેતો હોય તો તું આ નિર્બળતા અને કાયરતા છોડી કુદરતની મહેફિલમાં આવ.

આટલું તો યાદ રાખો કે આપણે કોના દિકરા કે દીકરી છીએ પછી ભલે ગમે તેટલું દુઃખ આવતું.અને સામે ભલે ને એસ- 400 જેવડું મોટું મિસાઈલ લૉન્ચર હોય તોયે તેની સામે છાતી કાઢી ને ચાલવાની હિંમત પોતાની જાતને નિર્બળતાના ઓળા માં હોમતા બચાવી લેશે. ખેડૂતપુત્રો ને માટે એટલેજ સરદારે કહ્યું છે કે " આ પૃથ્વી પર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો હક હોય તો એ ખેડૂતો ને જ છે, આપણે આ ખેતી પ્રધાન દેશની સંપત્તિ છીએ તો ડરી એ શુ કામ?

માતા ગીતા નું બીજું સૌથી મોટું આશ્વાસન એ છે કે " अहम ब्रह्मास्मि " આથી વિષેશ તમારે શું જોઈએ જગતનો બાપ જો આપણને આશ્વાસન આપતા કહેતો હોય કે તું પરબ્રહ્મ મારોજ અંશ છે તો તેથી વધું શાની અપેક્ષા.

એટલે મેં એક સરસ નાનું કાવ્ય જેવું રચ્યું હતું કે

" ભય પણ ભયભીત છે અમારી આ નિર્ભયતાની ભીંતથી,

ડગ માંડું છું અડગતાથી પગલી ઓ થી મોટા,

આપું છુ દાન નાદાન થઈ ને કર્ણ-ભામાશા થી મોટા,

ભલે હોય નિર્બળતા ની ભીંસ છતાં પ્રણબદ્ધ છું ભીષ્મ ની પેઠે હું

હોઉં ભલે ને હું કઠોર પણ નઠોર નથી ને

મજા નથી નિર્બળ રહેવાની. નિર્બળતા આ એક નજીવો શબ્દ માણસ ને અંદરથી કોળી ખાવા માટે પૂરતો છે. કોઈથી પણ ડરવાની જરૂર નથી નિર્બળતા માણસના આત્માને અંદરથી ગરીબ કરતી જાય છે.

       જિંદગીને વધુ સરળ કરવાની અભિલાષામાં માનવને ખબર જ ના રહી કે તે ક્યારે નિર્બળ થવા લાગ્યો. રોજિંદા જીવનમાં તૂટતી મર્યાદાઓ પણ નિર્બળતાં તરફ દોરી જાય છે.


Rate this content
Log in