STORYMIRROR

KAVI SHREE MARUTI

Tragedy Others

3  

KAVI SHREE MARUTI

Tragedy Others

સંઘર્ષની ગાથા

સંઘર્ષની ગાથા

2 mins
222

ખરા અર્થમાં 'આદિવાસી 'નહી પરંતુ 'ગાદીવાસી' શબ્દ હોવો જોય !

કારણકે, આ લોકોનો સંંઘર્ષ જ ગાદીને લાયક છે. જેમ આદીવાસી જાતીની પરંંપરા ચાલતી આવે છે તેમ તેમની જીવનશૈલીની પણ પરંંપરા ચાલી આવે છે. ખેર. . . . એક આવાા જ સંઘર્ષની મિસાલ એટલે રામસિંહ રાઠવાને જોઈએ. . .

જન્મ જ એ પરિશ્રમ કરતી માતાની કૂખેથી રોડની સાઈડમાં બાવળીયાની જાળીમાં થયો હતો ! બાળપણ ધૂળ સાથે રમીને પસાર કર્યુ હતું. માતા રુખીબેન ઘોડિયામાં નાખી રોડ બનાવવાની મજૂરી કરતાં જાય અને થોડી થોડી વારે રામસિંહને હિંચકાવતા જાય !

રામસિંહ મોટો થયો, થોડું ઘણું ભણ્યો, સમજણો થયો દુનિયાદારીનુંં ભાન થવાં લાગ્યું, સમાજ અને તે તથા એમના પરિવાર વચ્ચેનો તફાવત સમજી શક્યો.

જીવનમાં પરિવર્તન જરૂરી છે એવું લાગતાં તેને રાજકારણ તરફ નજર કરી ' જીવનમાં ઝડપથી આગળ આવવાં અને કંઈક કરી દેખાડવા માટે રાજકારણ જેવું એક પણ ક્ષેત્ર નથી. '

સતત સમાજ વચ્ચે રહીં પોતાની જાતિને થતાં અન્યાયને હાથમાં લઈ ઝઝૂમ્યો અને એક દિવસ રામસિંહ પ્રધાન બની ગયો !

પરિવર્તન તો થયું જ પણ સાથેસાથે નામ પણ કમાયો ' આદિવાસીના મસિહા 'નું બિરૂદ પામ્યો.  

ઘણાં વર્ષો સુધી વર્ચસ્વ જાળવી રાખી પોતાની રોડ પર રહેતી જાતિનાં બાળકોને ઉચ્ચ શિક્ષણ દ્વારા સરકારી નોકરીમાં સારા હોદા પર બેસાડ્યાં !

પોતાની જાતિને સમાજ સાથે સમાન રહી શકે એવાં કાયદા લાવી ફાયદા કરાવ્યાં. આજીવન રામસિંહ આદિવાસીઓનાં હિત માટે લડતો રહ્યોં નામ કમાતો રહ્યો. આખરે એક દિવસ એવો આવ્યો કે રામસિંહને કોઈ માંદગીએ ખાટલાવશ કરી દીધો !

જીવનમાં પોતાના પરિવાર સાથે કદી પણ શાંતિથી બેસી ન શક્યાનો રંજ એમને અફસોસ કરાવતો. આવી ગયો એ દિવસ કે જેનેે 'સંઘર્ષની ગાથા 'જેવો રામસિંહ રાઠવા મૃત્યુ સામે જંગ હારી ગયો !

પોતાની આદિવાસી જાતિ માટે એને શું નહોતું કર્યું ? ખરા અર્થમાં રામસિંહ આદિવાસી નહી ગાદીવાસી બન્યો હતો !

અત્યારે ભલે રામસિંહ નથી પણ આદિવાસી માટે ઘણું એટલે ઘણું બધું કરતો ગયો છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy