STORYMIRROR

KAVI SHREE MARUTI

Others

2  

KAVI SHREE MARUTI

Others

શ્રી ગીતા જીવન ગીતા

શ્રી ગીતા જીવન ગીતા

2 mins
73

ઘણાં વર્ષો પહેલા હું જ્યારે મારી પૂર્ણ યુવાનીમાં હતો, ત્યારનું જીવન અને ત્યારબાદનાં જીવન વચ્ચે જમીન-આસમાનનો તફાવત જોઈ શકું છું ! મે ઘર્મને ફક્ત ટીલા-ટપકા કે કથા-કથિત ધર્માચાર્યોના આચરણ વગરના નિવેદનમાં જ જોયો હતો. ખરો ઘર્મ શું છે ? એ વાત મને શ્રી ગીતાજીના શ્લોકનાં શુદ્ધ ભાષાંતરણ થકી જ જાણવા મળ્યું, પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું !

ખૈર... ! શ્રી ગીતાજીનો ગહન અભ્યાસ શરૂ કર્યો; એક પછી એક અધ્યાયનો અભ્યાસ કરતો ગયો તેમ તેમ મારી જીવનશૈલીમાં પરિવર્તન આવતું ગયું !

વિષાદમાંથી મોક્ષ તરફ લઈ જનારી આ જીવન સફરમાં કર્મ, યોગ, ધ્યાન, ભક્તિ, જ્ઞાન....વગેરે જેવાં ઘણાં સ્ટેશન આવે છે ! દરેક સ્ટેશન આપણી મંઝિલ તરફ જવાં માટે પ્રેરણારૂપ સાબિત થયું ! જે યુવાનમાં વ્યસની, નાસીપાસ, નકારાત્મક વિચાર કરનારા, આળસુ, .....વગેરે જેવા અંધકાર છવાયેલા છે, તેઓ શ્રી ગીતાજીના અભ્યાસ થકી આદર્શ યુવાન બની શકે છે ... !

શ્રી ગીતાજી ભારતિય સંસ્કૃતિની રક્ષા કરનારી એક ' મા ' છે ! શ્રી ગીતાજીમાં જેની નાયક તરીકેની ભૂમિકા છે એવા અર્જુનને લાયક બનાવનાર શ્રી ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ પણ યુવાન જ છે ; એક યુવાન સમસ્ત પૃથ્વીનો નાયક છે ' સામે બીજો યુવાન મહાભારતનો નાયક છે !

શ્રી ગીતાજીએ આપણને એવા યુવાનો આપ્યા છે કે, જેમને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો ડંકો વગાડ્યો છે, એમાંના એક યુવાન છે સ્વામી વિવેકાનંદ... ! ઊઠવાનું કે જાગવાનું તો ઉપનિષદમાં કહ્યું છે પણ શ્રી ગીતાજી તો આપણાં વૈચારિક રાક્ષસો સામે લડવાની હિંમત આપે છે !

અઢાર અધ્યાયો આપણને અઢાર વર્ષ પછીની યુવાની આપે છે ! જ્યારે ૭૦૦ શ્લોક આપણી ૭૦૦ પ્રકારની નબળાઈને ખતમ કરવાનું પ્રેરણાબળ પૂરું પાડે છે !

શ્રી ગીતાજી એક એવા યુવાનની કલ્પના છે જે સમગ્ર ભારતવર્ષનો નાયક હોય... !

શ્રી ગીતાજીને અપનાવ્યા પછી હું ફક્ત એટલું જ કહી શકું ; " લમણે હાથ દૈ બેઠેલા યુવાનને લક્ષ્યવેધ બનાવી શકે છે "...આ શ્રી ગીતાજીની તાકાત છે.


Rate this content
Log in