ગે સાઈન વે
ગે સાઈન વે
જ્યારે એ પરિવાર અમારી બાજુમાં રહેવા આવ્યો, ત્યારે કલ્પના પણ નહોતી કે આ કપલ લેસ્બીયન/કિન્નર છે ! ફક્ત પુરૂષ અને સ્ત્રી.
અમુક સમય પછી તેમના લક્ષણો જેવા કે,
બોલવાની ઢબ, રહેવાની રીતભાત, ચાલવાની એક્શન...અમુક પરિવારનેે દાળમાં કંઈક કાળું લાગ્યું.
સ્ત્રી પાત્ર તો ઠીક પણ પુરૂષ પાત્ર પણ આંખમાં કાજળ લગાવે....! આછી આછી લાલી લગાવે...બે મહિનામાંં બધાંને ખબર પડી ગઈ કે આવેલ નવું યુગલ 'ગે' છે !
ખૈર...ઘણાં પાડોશી એમની સાથે બોલતાંં, બેસતાં ક્યારેક પૂછતા પણ ખરાં..!
પણ કપલને તાલી પાડવાની આદત અમને થોડીક શરમ અને ખીજ પણ ચઢતી...આમ ને આમ એકાદ વર્ષ પસાર થઈ ગયું..જગ જાહેર થઈ ગયું આવેલ કપલ 'ગે' છેે !
મકાન ભાડે હતુું એટલે ઘણાં લોકોએ ઘરધણીને ફરિયાદ કરી; તેમને પણ ભાડૂૂતને વ્યવસ્થીત રહેવા કહ્યું.
પછી એ કપલ એજ્યુકેટેડ હતું એટલે સમાજ પર સાયકોજીક અસર કરવાં ગૃહ ઉપયોગી વસ્તુ વહેંચવાનું શરુ કર્યુંં. આમ કરતાંં કરતાં બીજાં વર્ષે સારી આવક થવાનાં કારણે પાડોશમાં રહેતા વૃૃૃૃધ્ધોને ધાર્મિક યાત્રા કરાવી !
પછી તો આર્થિક સુખી લોકોને પણ તેમની પ્રવૃતિ પસંંદ પડી.
પછી એક સૂત્ર પડી ગયુું 'ગે સાઈન વે '
...આવી પ્રવૃત્તિઓ કરતુંં કરતું એ યુગલ એક દિવસ બધાંં જ પડોશીઓની રજા લઈ હરિદ્વાર તરફ જતું રહ્યું...અનેે અમને બધાને પસ્તાવો કરતું મુકી ગયું....આજે પણ એ સૂત્ર
પડઘાય છે...' 'ગે સાઈન વે '
