સંગાથ
સંગાથ

1 min

726
રાણી અને રાજા કિનારાની ભીની રેતી પર સાથે ચાલે છે. જયારે તેઓ પાછળ નજર કરે છે, પીછાણવું મૂશ્કેલ બને છે કે કયું પગલું કોનું છે.
ક્યારેક શબ્દો અને આંખો ના હાવભાવ અપૂરતા નીવડે. બે જણની વચ્ચે એટલું અંતર રાખવું કે કિરણોથી ક્ષણો ઉજળી બને.
ક્યારેક છત્રી ના ખોલવી, વરસાદ ને એનું જાદુ કરવાની છૂટ આપવી.
કોઈને પણ પૂણૅવિરામ કે સફરનો અંત ગમતા નથી. પરંતુ રાણી અને રાજા માટે,
પૂણૅવિરામ એટલે હવે મારી પાસેનો શબ્દ ભંડોળ ખૂટી ગયો છે, 'ને હવે તારો વારો છે જીવનને વધુ મધુરૂં બનાવવાનો.
સહજીવનના ચાર મુખ્ય સ્તંભ - ભરોસો, ધીરજ, સ્વતંત્રતા અને સત્ય.
સજોડે સુંદર ક્ષણો જીવીએ જેથી બાકીનો સમય એ સુંદર ક્ષણોની યાદો થઈ ભરપૂર રહે !