ડોક્ટર કિયારા
ડોક્ટર કિયારા


ડો. કિયારા પાટો બાંધી ટોમીનાં માથા અને ગળામાં હાથ ફેરવતા હતા. અબોલ પ્રાણી પણ પ્રેમ પામી તેમનો હાથ ચાટવા લાગ્યું. ડો. કિયારા નિસર્ગ (ટોમી ના માલિક) ને, " ગભરાવાનું કારણ નથી. મેં ઇંજેક્શન પણ આપી દીધું છે. ત્રણ દિવસમાં જ સારું થઈ જશે અને પહેલાની જેમ રમવા માંડશે. "
નિસર્ગ, " થેંકયુ ડોક્ટર. પહેલી જ મુલાકાતમાં તમે મારા ટોમીને પોતાનો બનાવી દીધો. આપણે પહેલાં મારા મિત્ર સુદેશના લગ્નમાં મળ્યા છીએ. ત્યારે તમારો નોન-વેજ વિરોધી અનુરોધ જોઈને હું વિચારમાં પડી ગયેલો. આજના જમાનામાં પ્રાણીઓ માટે આટલી સહાનુભૂતિ કોણ રાખે છે? તમારી લાગણીને હું માન આપું છું "
ડો. કિયારા,"વેલ, હું માનું છું કે પ્રાણીઓને પણ આપણા જેટલો જ જીવવાનો અધિકાર છે. મારા આ તબેલામાં બે ગાય, બે ભેંસ, એક બકરી અને એક ઘોડો છે. તેઓ ઘાયલ થયા હતાં, મેં તેમનો ઈલાજ કર્યો અને તેમને આશરો પણ આપ્યો."
નિસર્ગ," ઓહો, અત્યંત સરાહનીય છે. "
ત્યારબાદ તે ટોમી ને લઈને ઘરે જાય છે. રસ્તામાં તેને ડો. કિયારાની અને તેની સાથે થયેલી વાતો યાદ આવ્યા કરે છે. ત્રણ દિવસ પછી તે ટોમીને લઈને ફરીથી ડો. કિયારા પાસે જાય છે. ટોમીને તપાસ્યા પછી ડોક્ટર કહે છે કે તેને હવે એક્દમ સારું છે. તેઓ બીજી ઘણી વાતો કરે છે. નિસર્ગ ને અહેસાસ થાય છે કે તે ડો. કિયારાનાં પ્રેમમાં પડી ગયો છે. જયારે તે ડો. કિયારા ને પ્રપોઝ કરે છે, ત્યારે તે ફક્ત એક જ પ્રશ્ન પૂછે છે, "શું તમે વેજીટેરીઅન છો? " ત્યારે નિસર્ગ સચ્ચાઈ પૂર્વક ના કહે છે. તો ડો. કિયારા તેમને નોન-વેજ છોડવાનો આગ્રહ કરે છે. હવે નિર્ણય નિસર્ગે લેવાનો હતો.
નિસર્ગ વિચાર કર્યા બાદ નોન-વેજ રાજીખુશીથી છોડવા તૈયાર થાય છે. અને એ જ મહિનામાં તેઓ બંને લગ્નગ્રંથિથી જોડાય છે.