Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Drama

3.3  

Dr.Riddhi Mehta

Drama

સંગ રહે સાજનનો -૬

સંગ રહે સાજનનો -૬

4 mins
405


આ બાજુ પ્રેમલતા અને નિવેશ એક લગ્ન પ્રસંગમાથી આવે છે અને તેમને આ બધી વાતની ખબર પડે છે એટલે તે ગુસ્સામાં નંદિની ને બોલાવી કહે છે તને કોને હક આપ્યો વિશાખા અને વિરાટ સાથે આમ વાત કરવાનો. અને મને આ બધું એને નથી કહ્યું આ તારી બેસ્ટ કહેવાથી બહેનપણી વિશ્વા એ જ મને કહ્યું છે.

તુ જેને તારી પોતાની બહેનપણીઓ માને છે એ બધી જ તારી પંચાત કરે છે. એમને તો બસ બીજા ના ઘર કેમ ભાગવા એમાં જ રસ હોય છે. આટલો જ રસ પોતાના ઘર પરિવાર નો હોત તો એના ડિવોર્સ ના થયા હોત.

તારામાં તો બુદ્ધિ છે કે નહી જરા પોતાની ભુલ ને છુપાવવા વિશાખા સાથે ઝગડે છે ??

નંદિની : ઓહોહો મમ્મીજી , વિશાખા ને તો તમે બહુ નફરત કરો છો ને આજે એના પર ક્યાંથી અચાનક પ્રેમ ઉભરાઈ આવ્યો ??

વિશાખા : એ બધુ તારે નક્કી નથી કરવાનુ. આ ઘરમાં રહેવું હોય તો મારા નિયમ પ્રમાણે રહેવુ પડશે.

તુ એને એવુ કેવી રીતે કહી શકે તારે એની માફી માગવી પડશે. હું હમણાં જ જાઉ છુ મારા વિરાટને લેવા માટે.

નંદિની : બસ તમારો વટહુકમ જ ચલાવ્યા કરો. મારા પપ્પા પાસે પણ રૂપિયાની કોઈ કમી નથી કે હું પેલી વિશાખાની જેમ તમારૂ બધુ સાભળ્યા કરીશ. એમ કહીને ગુસ્સામાં તે તેના રૂમમાં જતી રહે છે.

નિવેશ કંઈ જ બોલતો નથી અને ફક્ત ખુશ થઈ ને બધુ જોઈ રહ્યો છે.


નિવેશ ને ખબર છે કે એ કોઈના ઘરે તો નહી જ ગયો હોય. કારણ કે જો એમ જાય તો બીજા ને આપણા પરિવારની ખબર પડે અને ખોટી બદનામી થાય.

એ વિરાટ અત્યારે ફોન કરવાનુ વિચારે છે પણ ફોન કરતાં તેનો મોબાઈલ બંધ આવતો હતો. તે વિશાખા ને ફોન કરે તો વિશાખા એક હોટેલનુ એડ્રેસ આપે છે. એટલે નિવેશ પ્રેમાને લઈને ત્યાં હોટલ પર જાય છે. તેને પ્રેમાના વાત પરથી એક આશા જાગી હતી કે તે વિશાખા ને અપનાવી લેશે હવે.

બંને જલ્દીથી વિરાટ જોડે જાય છે. પણ વિરાટ પહેલાં તો વાત કરવાની જ ના પાડે છે. પણ વિશાખા તેને શાતિથી સમજાવે છે એટલે હા પાડે છે.

પ્રેમાનો અહમ હજુ પણ વિશાખા સામે વાત કરવાની ના પાડે છે. તે કહે છે બેટા ઘરે ચલ. કોઈના કહેવાથી શું ફેર પડે છે ?? એ તારૂ ઘર છે.પ્લીઝ તુ તૈયાર થઈ જા

વિરાટ : મમ્મી તુ એટલે ?? મારી સાથે મારી પત્ની અને એ ઘરની વહુ વિશાખા પણ છે. હું એકલો નથી.


પ્રેમા કંઈ બોલતી નથી. પછી કહે છે એ તારી મરજી. તારે જેને લાવવુ હોય ઘરમાં લઈ આવજે. આમ પણ હવે તો મને ક્યાં કોઈ પુછે જ છે.

અત્યાર સુધી તેની મમ્મી સામે ચુપ રહેલો વિરાટ તેનો ઉભરો ઠાલવે છે અને કહે છે, મમ્મી ભાભી તો બરાબર પણ તે પણ ક્યારેય વિશાખા ની કદર કરી નથી. શુ એ આપણા જેટલા રૂપિયાવાળા ઘરની નથી એ તેનો વાક છે?? એ કેટલા ઓછા સમયમાં આપણા ઘરમાં સેટ થઈ ગઈ છે. જ્યારે હવે તને ભાભીનો અસલ રૂપ સમજાય છે.છતાં પણ તારો ઘમંડ તને એ સ્વીકારવા નથી દેતો કે વિશાખાની સરખામણી મા તારી બીજી કોઈ વહુ નહી આવી શકે.

બહાર ગરીબોને દાન આપવાને મોટી મોટી ચેરીટી કરવા કરતાં જો ઘરમાં રહેલા વ્યક્તિની કદર કર તો પણ બહુ છે.


હવે આપણા ઘરમાં અમે ત્યારે જ આવીશુ જ્યારે તુ તારા દિલમાં વિશાખા ને એક વહુ તરીકેનો દરજ્જો આપીશ. નહી તો હું મહેનત કરીને અમારૂ ઘર ચલાવીશ. અને મમ્મી હુ પણ તારો જ દીકરો છુ તારા જેવો જીદ્દી .હવે મારો નિર્ણય નહી બદલાય.

વિરાટ એકનો બે ન થયો અંતે હાર માનીને પ્રેમા ઘરે જાય છે. આજે તે પહેલી વાર પોતાના દીકરા માટે રડે છે પણ હજુય તેનુ અભિમાન તેને ટસનુ મસ થવા દેતુ નથી.

અત્યાર સુધી પ્રેમા નંદિની ને કોઈ પણ પાર્ટીઓ ઘરમાં કરવાની હા નહોતી પાડતી. પણ હવે તો તે કોઈનુ પણ સાભળ્યા વિના ઘરે કીટી પાર્ટીઓ કરે છે.

એક દિવસ નંદિની નિર્વાણ ને કહે છે, તુ આ બધુ આટલી બિઝનેસ માટે દિવસ રાત મહેનત કરે છે પણ તને મળશે શું ?? આખરે તો એ બધુ પપ્પાજીનુ જ થશે ને ??

પ્રોપર્ટી ના તો છેલ્લે ત્રણ ભાગ જ થવાના ને. તુ કંઈક તો વિચાર. આપણે ખાલી મજુરી થોડી કરવાની છે .

નિર્વાણ : હુ પપ્પાને વાત કરીશ.

નંદિની : શુ વાત કરીશ ?? ક્યારેક તો પોતાનું વિચાર. શુ તને લાગે છે કે પપ્પાજી તને એમ ભાગ આપશે ?? અને મમ્મીજી તો પેલી વખતેની જેમ જ અપમાન કરી દેશે તારૂ પણ.

નિર્વાણ : તો હું શુ કરૂ ?? તુ જ કે ??

નંદિની નિર્વાણ ને એક વાત કહે છે તે પ્રમાણે તેને કરવાનુ કહે છે.

શું હશે નંદિની ની યોજના ?? નિર્વાણ શું તેના કહ્યા મુજબ કરવા તૈયાર થશે ??


ક્રમશઃ


Rate this content
Log in