Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Drama


5.0  

Dr.Riddhi Mehta

Drama


સંગ રહે સાજનનો -૨

સંગ રહે સાજનનો -૨

4 mins 543 4 mins 543

નિવેશ ભણવા માટે શહેર પહોંચી જાય છે ત્યાં તે હોસ્ટેલમાં રહીને એમબીએ સુધીનો અભ્યાસ પુર્ણ કરે છે અને સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે.

ભણી રહ્યા પછી તે થોડો સમય એક પ્રાઈવેટ કંપનીમા જોબ કરે છે અને ધીમે ધીમે તે પોતાનો નાના એવા પાયે બિઝનેસ ચાલુ કરે છે.અને ઘરે પણ હવે તે પૈસાની મદદ કરવા લાગે છે અને તેના બે નાના ભાઈઓને પણ ભણાવે છે. હવે તેની લગ્ન કરવાની ઉમર થઈ હોવાથી શાંતિલાલ અમુક છોકરીઓ માટે તેને કહે છે. જગદીશભાઈને આ વાતની ખબર પડે છે.

તે પોતાની વ્હાલસોઈ દીકરી માટે સારો, ભણેલો અને સુશીલ છોકરો શોધી રહ્યા છે. તેમની પત્ની એક દિવસ કહે છે, આટલા છોકરાઓ જોયા પણ મારા મગજમાં કોઈ બેસતુ નથી. આપણી પ્રેમલતા માટે નિવેશ કેવો રહે ??


જગદીશભાઈને પણ આ વાત બરાબર લાગે છે અને કહે છે મને આવો વિચાર કેમ ના આવ્યો . તારી વાત સો ટકા સાચી છે. દોસ્તી અમારી સંબંધમા બદલાય આનાથી રૂડુ શુ કહેવાય.આવુ થાય તો તો સોનામાં સુગંધ ભળે !!

અને જગદીશભાઈ બીજા જ દિવસે શાંતિલાલને મળવા જાય છે નિવેશ સાથે સગાઈ માટે તેમની દીકરી પ્રેમલતાની વાત કરે છે. તેઓ હા પાડે છે પણ એક વાર નિવેશને પુછ્યા પછી. એ જમાનામાં પણ તેઓ એકબીજા સાથે મળીને વાતચીત કરીને તેમના જીવનનો નિર્ણય લે છે. પછી થોડા સમયમાં તેમની સગાઈ અને પછી બધાની સંમતિ સાથે લગ્ન થાય છે.

 

***


" પ્રેમનિવેશ " બંગલો...શહેરના બરાબર મધ્યમાં પોશ વિસ્તારમાં આવેલો છે. અને શેઠનો ટેક્સટાઈલનો બહુ મોટો બિઝનેસ છે. ચારેકોર ફેલાયેલો છે. નિવેશશેઠનું બહુ મોટું નામ છે અને બિઝનેસ કરવાની તેમની કુનેહ આગળ તો સહુ પાણી ભરતા. મોટી મોટી હસ્તીઓ સાથે તેમના સારા એવા સંબંધો છે. તેમની ધર્મપત્ની એટલે પ્રેમલતા.

અને તેમના ત્રણ દિકરા છે. મોટો દીકરો નિર્વાણ જે તેના પિતાનો બિઝનેસ સંભાળે છે. બીજો દીકરો ઈશાન જે એક સીબીઆઈ ઓફીસર છે સારી પોસ્ટ પર. અને સૌથી નાનો વિરાટ. પ્રેમલતાનો સૌથી લાડકો દીકરો.


પ્રેમલતા એમ સ્વભાવની સારી અને હોશિયાર છે કદાચ તેના સપોર્ટથી જ અત્યારે નિવેશ આ પોઝિશન પર હતો. પણ તે પહેલેથી જ પૈસાવાળા ઘરમાં ઉછરેલી હોવાથી તેને એવુ હતુ કે તેના સંબંધો પણ તેમના જેવા લોકો સાથે જ હોવા જોઈએ. અને તેના ત્રણેય દીકરાઓને પણ તેમ જ ઉછેરવા માગતી હતી . પણ જેમ બાળકોમાં માતા પિતા બંનેના સંસ્કાર આવે તેમ તેમનો મોટો દીકરો નિર્વાણ પ્રેમલતા જેવો જ થયો હતો. જ્યારે વિરાટ તેમનો નાનો દીકરો તો સ્વભાવે અને દેખાવે તેના પપ્પાની કોપી અને ઈશાન પણ આમ તો થોડો તેના પિતા જેવો જ છે.

પણ નિર્વાણ બિઝનેસ માં તેના પપ્પા પર ગયો છે. અને સ્વભાવે તેની મમ્મી પર. જ્યારે વિરાટને તો આ બિઝનેસમાં કોઈ રસ જ નથી. તેને તો સંગીતમાં બહુ રસ છે.તે મોટો સંગીતકાર બનવા માગે છે એ વાત તેની મમ્મી ને જરા પણ પસંદ નથી.

  

***


નિર્વાણ મોટો થતાં તેના મેરેજ તેમની જ સાથે કામ કરતા એક બિઝનેસમેનની દિકરી નંદિની સાથે થાય છે. અને ઈશાનના લગ્ન એક શ્રીમંત કુટુંબની શ્રુતિ સાથે થયા છે.

જ્યારે વિરાટનું ભણવાનુ પુરૂ થતા તેના માટે પણ સગાઈની વાત થાય છે. ઘણી છોકરીઓ જોવે છે પણ કોઈ તેને ગમતી નથી કારણ કે તે બધી પ્રેમલતા એ બતાવેલી હોય છે. એ બધી જ બહુ હાઈફાઈ હોય છે. જ્યારે વિરાટ સાદગીવાળો છે.

એવામાં એક દિવસ નિવેશ વિરાટ ને વિશાખાનો ફોટો બતાવે છે. તેને વિશાખાનો માસુમ અને નિખાલસ ચહેરો ગમી જાય છે. નિવેશ આ વાત પ્રેમલતા ને કરે છે પણ તે ચોખ્ખી ના પાડી દે છે .

ભલે તે તમારા બાળપણનો દોસ્ત છે. પણ તે આપણા લેવલમાં ના આવે. તેમના ઘરની પરિસ્થિતિ સામાન્ય છે. એ લોકો અને એમની દીકરી આપણા ઘરમાં સેટ ના થાય. આપણા આ મોભા મુજબ મને તે જરા પણ બરાબર લાગતુ નથી.


નિવેશને પુરેપુરી ખાતરી હતી કે તે આ સંબંધ માટે રીતે રાજીખુશીથી ક્યારેય હા નહી પાડે. અને નિર્વાણની પત્ની નંદિની ને જોયા પછી તેમને વિરાટ માટે એક શુશીલ વહુની તલાશ હતી. જે વિરાટ જેવી હોય અને તેને સમજી શકે. કારણ કે નંદિની એક બહુ પૈસાદાર ઘરમાંથી આવતી હતી. તે હંમેશા તેની પાર્ટીઓ હરવા ફરવામાં જ રસ હતો. તેને પરિવાર સાથે ખાસ કોઈ નિસ્બત જ નથી હોતી.

જ્યારે શ્રુતિ સ્વભાવે સારી હતી. પણ તે થોડી કાચા કાનની હતી. તે કોઈના પણ કહેવામાં ગમે ત્યારે આવી જતી. તેને કોઈ પણ ભોળવી જાય.


આખરે નિવેશ શેઠે નક્કી કરી દીધુ કે વિરાટ પરણશે તો વિશાખાને જ. અને એક દિવસ તે બોમ્બેથી અમદાવાદ વિરાટ ને લઈને કોઈ કામને બહાને બે ત્રણ દિવસ નીકળી ગયો.

પ્રેમલતાને થોડી શંકા જાય છે. તે નિવેશ ને પુછે પણ છે કે વિરાટ ને શું કામ લઈ જાવ છો સાથે પણ નિવેશ તેને એક સંગીત માટે એક જગ્યાએ મળવાનું છે કહી ને બહાનુ બનાવી નીકળી જાય છે અમદાવાદ....!

ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama