Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Drama

5.0  

Dr.Riddhi Mehta

Drama

સંગ રહે સાજનનો - ૧૩

સંગ રહે સાજનનો - ૧૩

4 mins
347


નિવેશના પગ નીચેથી ધરતી ખસી જાય છે...આ શુંં જેના પર આટલો વિશ્વાસ મૂક્યો તે જ આવુ કરી શકે ? પોતાનું જ લોહી આવુ કરે ? એને શું ખોટ હતી કે એને મારી પીઠ પાછળ આવુ કરવું પડ્યું ?

ક્યાંક જગ્યા મળે તો ધરતીમાં સમાઈ જાય એવી સ્થિતિ થઈ ગઈ છે પરાણે જાણે ગાડી ચલાવી રહ્યા છે. તે પહેલા ઘરે જવાને બદલે વિરાટ ને ફોન કરે છે...વિરાટ કંઈક કામથી બહાર આવેલો છે તે કહે છે ,પપ્પા વિશાખા ઘરે છે તમે ઘરે જાઓ...પણ પપ્પા તમારો અવાજ આવો કેમ આવે છે તમારી તબિયત તો બરાબર છે ને ?

નિવેશશેઠ : હા હા બેટા સારૂ છે. તો તું આવતો હોય થોડી વારમાં તો હું ત્યાં ઘરે જાઉ નહી તો પછી આવીશ.

વિરાટ : હા પપ્પા તમે પહોંચો હું હમણાં આવુ જ છું ઘરે.

ફોન મૂકતા જ વિરાટ ને નિવેશની વાત પરથી લાગે છે નકકી કંઈક થયું છે પપ્પાને... કારણકે તે તેના પપ્પાની કોઈ પણ તફલીક ને સરળતાથી સમજી શકતો હતો એટલે જ કદાચ એ તેમનો સૌથી વ્હાલો દીકરો છે અને તે તેનુ થોડું કામ બાકી રાખીને ઘરે જવા નીકળી જાય છે.

***

              

વિશાખા : પપ્પા આજે કંઈ ચિંતામા લાગો છો ? કંઈ વાત છે ?

નિવેશ આમ તો આવે એટલે વિશાખા એકલી હોય તો પણ તેમની દીકરીની જેમ જ તેની સાથે ઘરની અને બહુ વાતો કરે. પણ આજે તે આવ્યા ત્યારથી જાણે કંઈ ખોવાયેલા છે અને એક શબ્દ પણ બોલ્યા નથી. તેણે ચા નાસ્તાનુ પૂછ્યુ તો પણ ના પાડી.


નિવેશ : પરાણે જાણે તેના મોઢામાંથી અવાજ નીકળે છે એમ ના બેટા કંઈ નથી થયું.

પણ તેના ચહેરા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે તેની સ્થિતિ એવી છે કે હાલ તેમની આંખો વરસી જશે..

એટલામાં વિરાટ આવી જાય છે. તે પહેલાં નિવેશ પાસે બેસે છે અને કહે છે શુંં થયુ પપ્પા?

નિવેશને ખબર હતી વિરાટથી તે કંઈ છુપાવી નહી શકે એટલે તે કહે છે, બેટા અમારા પ્રેમમાં, સંસ્કારમા કંઈ ખામી રહી ગઈ છે ?

વિરાટ : ના પપ્પા કેમ આવુ કહો છો ?તમારાથી વિશેષ ઘડતર કરનાર પિતા મારા માટે બીજું કોઈ હોઈ જ શકે નહી...!!

નિવેશ : નિર્વાણ ને મે કેટલો સાચવ્યો છે...તેના પર આંધળો વિશ્વાસ કર્યો અને તેણે મને જ દગો આપ્યો.

વિરાટ : નિર્વાણભાઈ અને દગો ??

નિવેશ : હા...તેની એક લંડનમા કંપની શરૂ કરી છે એ પણ ફક્ત પોતાના નામે. તે આગળ વધે એમાં કંઈ જ વાધો નથી...પણ મને આ વિશે કંઈ જ ખબર નથી. છેલ્લા છ મહિનાથી તે આપણા બધા અહીંના બિઝનેસમા ઈન્વેસ્ટ થતા પૈસા ત્યા રોકી રહ્યો છે માટે અહીં બિઝનેસ નુકસાનમા આવી જાય એવી સ્થિતિ થઈ ગઈ છે. અને હમણાંથી નિર્વાણ મને કહેતો કે તમારી પણ હવે ઉમર થઈ તમે આરામ કરો એટલે હું તેના પર વિશ્વાસ રાખી હું અમુક સામાજિક કાર્યોમાં થોડો વધારે સમય આપવા લાગ્યો હતો અને ઓફિસ જવાનું ઓછુ કરી દીધું છે.

વિરાટ : તો તમે ભાઈને કંઈ કહ્યું નહી ??

નિવેશ : મને એ મળ્યો જ નથી. આ તો બધી વાત મને આપણા મેનેજર મનોજે કહી. હું અત્યારે તેને મળીને જ આવુ છું.


વિરાટ : હા પપ્પા મનોજઅંકલને તો હું પણ સારી રીતે ઓળખુ છું, બહું ભલા અને વફાદાર માણસ છે અને કદાચ કંપનીમા સૌથી જૂના સ્ટાફમાના એક છે. તે ખોટું તો ના કહે.

વિશાખા : એક વાત કહુંં.. છતાં પણ મને એમ થાય છે કે પહેલાં તમે જાતે તપાસ કરો. જો એમાંથી કંઈ પણ ખોટું નીકળશે તો તમારા બાપદીકરાનો વિશ્વાસ કાયમ માટે ઉઠી જશે અને એક વાર નુકસાનમા કમાયેલા પૈસા ફરી કમાઈ શકાય છે પણ સંબંધોમા ગયેલો વિશ્વાસ ફરી પાછો લાવવો બહું અધરો હોય છે...

નિવેશ : તારી વાત સાચી છે. કાલે જ હું ઓફિસ જઈને પુરી તપાસ કરૂ...અને પછી નિવેશ રાત્રે ત્યાં જમીને ઘરે જવા નીકળે છે.

 ***


વિશાખા ને હવે ત્રણ મહિના થઈ ગયા છે તે પોતાના અધુરા આલ્બમનુ શુંટિંગ તો ધીમે ધીમે પતાવી દે છે પણ હવે વિરાટ અને વિશાખા બંને સાથે મળીને નકકી કરે છે કે હવે વિશાખા આ કામ હમણાં નહી કરે. તે ફક્ત તેમના આવનાર બેબી માટે ધ્યાન રાખવાનુ નક્કી કરે છે.

હવે બે મહિના તો આમ નીકળી જાય છે પણ આ આલ્બમનુ કામ સમય સાથે કદમ મીલાવવાનુ છે. જો તમે અટકી જાવ તો તમે ક્યાય ખોવાઈ જાવ.

"લોકો ઉગતા સૂરજને જ પૂજે છે." તમે બધા તમે તમારું કામ સતત આપતા ન રહો તો લોકો તમને ભુલી જાય અને બીજી આવતી નવી હસ્તીઓના દિવાના થઈ જાય.


એક બે મહિના હોય તો બરાબર પણ આ તો વિશાખા ને પાછા ફરતા હજુ સમય લાગવાનો હતો એટલે વિશાખા જ સામેથી કોઈ બીજી હીરોઈન શોધી કામ આગળ વધારવા માટે કહે છે પછી તે બધુ સેટ થઈ જતાં ફરી વિરાટ સાથે જોડાઈ જશે.


આખરે બધુ વિચાર્યા પછી બંનેને પ્રેક્ટિકલી આ વિચાર બરાબર લાગે છે અને બીજા જ દિવસે વિરાટ હીરોઈનના ઓડીશન માટે જાહેરાત આપી બધાને બોલાવવાનુ કહે છે...

સવારે વહેલા જ વિરાટ ત્યાં સેટ પર પહોંચી જાય છે. ત્યાં ઘણી બધી છોકરીઓ હતી ઓડીશન માટે આવેલી. ત્યાં તેનો એક ખાસ ફ્રેન્ડ જે ડાયરેક્ટર છે અમુકને તો પોતે જ ઈન્ટરવ્યૂ લઈ બરાબર ના લાગતા તેમને ત્યાંથી ના પાડે છે.


બાકીના ચાર વ્યવસ્થિત લાગતા તે વિરાટ પાસે મોકલે છે, ત્યાં જ તેણે રિજેક્ટ કરેલી છોકરીમાથી એક છોકરી આવીને કહે છે મારે વિરાટસાહેબને એક વાર મળવુ છે પછી ભલે એ ના પાડે .


તે ડાયરેક્ટરને તે બરોબર નથી લાગતી એટલે તે ના પાડે છે છતાં એ બહું રકઝક કરીને પરાણે વિરાટની જ્યાં ઓફિસ હતી ત્યાં તે બેઠો હતો ત્યાં પહોંચી જાય છે.

પરાણે વિરાટ ને મળવા જનારી એ છોકરી કોણ હશે ?? નિર્વાણ સાચે આ બધુ કરી નિવેશશેઠ અને તેના પરિવારને છેતરી રહ્યો હશે ??

ક્રમશઃ



Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama