STORYMIRROR

Rajul Shah

Inspirational Thriller

0.8  

Rajul Shah

Inspirational Thriller

સમયનું મૂલ્ય-

સમયનું મૂલ્ય-

1 min
29.3K




સમયાંતરે સાંભળતા આવ્યા છીએ કે “ટાઇમ ઇઝ મની” મતલબ સમય પણ નાણાં જેટલો જ કિમતી છે. આ સમયમું મૂલ્ય સમજવા માટે એક ઘટના તરફ નજર નાખીએ. અમેરિકાના કેલિફોર્નિયામાં ૧૯૮૪માં જુલાઇની ૨૮ થી ઓગસ્ટ ૧૨ સુધી ઑલિમ્પિક રમત મહોત્સવનું આયોજન થયું હતું. એમાં ખાસ કરીને ભારતવાસીઓ માટે તો અત્યંત મહત્વની ક્ષણો હતી કારણકે ત્યારે ભારતના ટ્રેક ક્વીન- દોડ રાણી તરીકે જાણીતા થયેલા પી.ટી.ઉષા એમાં ભાગ લઈ રહ્યા હતા.

ઓગસ્ટની ૯મી તારીખે મહિલાઓની ૪૦૦ મીટરની દોડમાં ભાગ લેવા પી.ટી. ઉષા ટ્રેક પર આવ્યા. સ્ટેડિયમમાં અને ટી.વી.ની સામે બેઠેલા સૌ ભારતવાસીઓની નજર અને આશા એમના પર મંડાયેલી હતી. ઉચાટ અને ઉત્તેજનાની એ ક્ષણો હતી. સીગ્નલ મળતાં જ પી.ટી. ઉષા બંદૂકમાંથી વછુટેલી ગોળીની જેમ દોડ્યા.

સૌને એમ જ હતું કે તેઓ જ મેડલ જીતશે. પરંતુ ટેલિવિઝન પર જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એ સાવ જ અણધાર્યુ હતું કારણકે પી.ટી. ઉષા પ્રથમ નહીં પણ ચોથા સ્થાને હતા. એમની સાથે દોડમાં ભાગ લઈ રહેલા રૂમેનિયાના ક્રિસ્ટીનાએ છેલ્લી પળે કૂદકો મારીને ૪૦૦ મીટરની દોડમાં ત્રીજો નંબર અને મેડલ જીત્યા હતા. એક જ સેકંડના ૧૦૦મા ભાગના સમયે પી.ટી. ઉષા હારી ગયા હતા.

હવે સમજાય છે ને કે એક સેકન્ડના ૧૦૦માં ભાગની પણ કિંમત કેટલી મોટી અને મહત્વની હોઇ શકે.

સીધી વાત-ભાથામાંથી એકવાર નિકળી ચૂકેલું તીર, નદીમાં વહી ગયેલા પાણી પાછા વળતા નથી, એમ તકદીરમાંથી સરી ગયેલો સમય પણ ક્યારેય પાછો આવતો નથી. જે સમય સાચવે એને સમય સાચવે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational