સળવળાટ
સળવળાટ


એ શાળાએથી આવી પણ ખૂબ ઉદાસ....સ્કુલ બેગને જોરથી સોફા પર ફેંકી ને..... જોરજોરથી રડવા લાગી... વૃંદા... પરીની મમ્મી..પરીને રડતી જોઈ પોતે પણ રડવા લાગી ....એ જોઈ પરી મમ્મીની નજીક આવી અને રડતાં રડતાં વૃંદાના ખોળામાં બેસી ગઈ...
થોડીવાર પછી હળવે હળવે ડુંસકા ભરતા પરી બોલી મમ્મી તું શું કામ રડે છે?ત્યારે વૃંદા પરીને માથે હળવેથી હાથ ફેરતાં બોલી તને રડતાં જોઈ મને પણ રડું આવી ગયું અને બન્ને એકમેકને જોઈ હસી પડી... ત્યારે પછી થોડી વારે એકદમ શાંતિ પ્રસરી ગઈ. એકમેકને લાડ કરતાં કરતાં અચાનક પરી બોલી મૉમ મારા પપ્પા આપણને મુકીને જતાં કેમ રહયાં ત્યારે અવાક્ બનેલી પરી સ્તબ્ધ બની એકધારું પરીને શું જવાબ આપવો એ વિચાર કરી રહ્યાં પછી માત્ર એટલું બોલી બેટા.... હું છું ને તારી મૉમ પણ અને પપ્પા પણ....
સમજદાર પરી મૉમની વિટંબણા સમજી ગઈ એણે કહ્યું મૉમ હું પેલા ક્લાઉડને લેટર લખી મોકલું એ પા ને આપી દેશે ત્યારે અચાનક જ વાદળ ગર્જના સાથે વૃંદાના કાનમાં તપનનાં શબ્દો ગર્જી ઉઠ્યા.....હું હજુ એ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી તું પણ આમાંથી આઝાદી મેળવી લે.....અને ગર્ભમાં થયેલો સળવળાટ.
વૃંદા મનમાં વિચારી રહી મારી પરીનાં પત્રનો જવાબ કોણ આપશે?