Kajal Henia

Others

2  

Kajal Henia

Others

શ્રદ્ધા

શ્રદ્ધા

1 min
372


આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

-- રમેશ પારેખ 

સવારથી વ્યાકુળ સપનાં આમતેમ આંટાફેરા કરતી જોઈ મનન સ્તબ્ધ હતો. એક ગભરાટ એને ભિતરેથી હલબલાવી દેતો કે જો ભુલેચુકે સપનાં હકીકતથી વાકેફ થઈ જશે તો... એણે પરિસ્થિતિ બદલવા સપનાં પાસે એક કપ ચહાની ફરમાઈશ કરી. સપનાં માત્ર પોતાની સુડોળ ડોક અને કાજળ સાથે કુતૂહલ આંજેલી આંખો વડે અને પરાણે હોઠ પર અધકચરૂં સ્મિત લાવી હકાર આપી કિચન તરફ વળી. મનન મનમાં કંઈક બડબડી અચાનક કિચન તરફ સપનાની પાછળ પાછળ ગયો.એ જાણતો હતો કે વ્યથિતને સ્વાભાવિક મોડ પર લાવવામાં વ્યસ્તતા જ બેસ્ટ સોલ્યુશન છે. પોતાની પાછળ આવી પડેલ મનનને સપનાં પ્રશ્ન સુચક નજરે જોઈ રહે, ત્યાં જ સમયસૂચકતા જાણી મનને ગરમાગરમ ભજીયાંની ફરમાઈશ હળવાં શબ્દોમાં મુકી દિધી. સપનાં હવે શબ્દો તરફ વળે એ ખુબ જરૂરી હતું. નહીં તો સપનાં સાવ હોંશ વગર ફ્રીજ ખોલી અને બોલી મરચાં નથી તો કાચાં કેળા ના ચાલશે. ઘણા સમય પછી સપનાં આટલું એકસામટું બોલી હતી. મનન હોંશભેર બોલ્યો ચાલશે નહીં દોડશે અને દોડશે શબ્દ સાંભળી સપનાંના હાથમાંથી કાચનો બાઉલ ધડામ ખરી જમીન પર ચુરેચુરાં થઈ ફેલાઈ ગયો. એના કાનમાં ડૉ.શિરીષનાં શબ્દો વારંવાર પડઘાઈ રહ્યાં હતા મિસિસ મનન કદાચ પરી હવે ક્યારેય નહીં દોડી શકે બસ. ઈશ્વરનાં ચમત્કાર પર શ્રદ્ધા રાખો.


Rate this content
Log in