Manisha Joban Desai

Romance Others

4  

Manisha Joban Desai

Romance Others

સ્કાર્ફ

સ્કાર્ફ

7 mins
14.7K


"એસ્ક્યુઝ મી"

સાંભળતા કાઉન્ટર પાસેથી સેલ્ફમાં સમાન ચેક કરતા દીપતે પાછળ ફરી જોયું. એક યુવતી સ્પેક્સ કાઢી અનોખી અદામાંઉભી હતી. દીપત પોતાનો ભાવ છુપાવતા,

"યસ મેમ"

"આઈ વોન્ટ ધીસ કંપની કોસ્મેટિક"

"સ્યોર મેમ"

દિપતે કોસ્મેટિક બેગ અને બિલ આપતા પૂછ્યું, "ગુજરાતી છો?"

"હા,પણ તમને કેવી રીતે ખબર પડી ?"

"મેમ ન્યુયોર્કનાં આ એરિયામાં ઘણી ઇન્ડિયન શોપ છે અને હું ગુજરાતનો છું. થોડા સમય પર જ અહીં આવ્યો છું. મારો ભાઈ એના ફેમિલી સાથે બીજા સિટીમાં મુવ થયો છે. એટલે માસ્ટર્સ સ્ટડી સાથે શોપ પણ સાચવું છું"

“ઓહ યા, હું ઘણા સમય પછી આવી, મારા ફાઇનલ સ્ટડી ટ્રેનિંગ માટે બહાર હતી, હું નજીક જ રહું છું" "નાઈસ તું મીટ યુ" 

પછીની બે ચાર મુલાકાતો દરમિયાન દીપતનું નારીયા તરફનું આકર્ષણ વધતું જ ગયું. એને તો પહેલી નજરનો પ્રેમ થયો હતો. નારિયા પણ સારી દોસ્તી નિભાવી રહી હતી. એક દિવસ ડેઈટ માટે હિમ્મત કરી દિપતે નારિયાને પૂછીજ લીધું.

"નારિયા મને તારી કંપની બહુજ ગમે છે, આ વીકેન્ડમાં ડિનર-મુવી જવાનો વિચાર છે"

"યા સ્યોર,હું પણ મારા બ્રેકઅપ પછી બહુ ડિસ્ટર્બ રહુ છું મને તારી ફ્રેન્ડશીપ ગમે છે"

દીપતને જરા આ સાંભળી આઘાત લાગ્યો. પૂછવાનું મન પણ થઇ ગયું કે ફક્ત ફ્રેન્ડશીપ ગમે છે ? અને અમેરિકા બોર્ન છોકરી છે એટલે બોયફ્રેન્ડ હશે એમ વિચારી મનને સમજાવી લીધું. વિકેન્ડમાં વધુ નજીક આવી ગયેલા બંને સરસ રીતે રિલેશનમાં આગળ વધી રહયા હતા.

એક સુંદર સાંજે ટેરેસ રેસ્ટોરન્ટની રેલિંગ પાસે ઉભા રહી વાતો કરતા દીપતે પોતાની શોપમાંનો કાશ્મીરી સ્કાર્ફ અને ફૂલો આપતા નારિયા માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. નારિયાએ મધુર સ્મિત આપી દીપતને આછું આલિંગન કરતાં થેન્ક્સ કહ્યું. એ અદભુત દિવસોમાં દીપતનું હૃદય તો જાણે કે ઉડતું હતું. ડીનર માટે દીપતને ગુંચવાતો જોઇ બધો ઓર્ડર નારીયાએ જ આપ્યો. દીપત અમદાવાદમાં જે વાતાવરણમાં આટલા વર્ષો રહ્યો હતો અને અહીં હજી એ પૂરેપુરો ન્યુયોર્ક શહેરને દિલથી સ્વીકારી નહોતો શક્યો.  

દિવસો વિતતાં દીપત પોતાને સંપૂર્ણપણે નવા માહોલમાં ઢાળવાનો પ્રયત્ન કરતો અનુભવી રહ્યો હતો કે નારીયા એની સાદગી પર મજાક પણ કરી લેતી હતી. એણે આપેલો સ્કાર્ફ એણે કોઇ દિવસ પહેર્યો નહોતો. દીપતે પણ એ વિષે પૂછવાનું ટાળ્યું હતું.

એનાં ફેમિલી સાથેની મુલાકાત દરમ્યાન દીપત એટલું સમજી ગયો હતો કે લાઇફસ્ટાઇલમાં ખૂબ ફર્ક હતો. શોપીંગમાં સાથે જાય ત્યારે ક્યારેય દીપત કપડાં વિશેની પોતાની પસંદગીનું કંઇક બોલવા ઇચ્છે પણ 'ઓહ યા નાઇસ' કહી ચૂપ થઇ જતો. દીપતનાં પોતાના એપાર્ટમેન્ટ પર જમવાનું રાખ્યું પણ નારીયાએ બહારથી ખાવાનું ઓર્ડર કર્યું.

દીપતની ઇચ્છા એક-બે દેશી વાનગીઓ જાતે બનાવી વિકેન્ડ સેલીબ્રેટ કરવાની હતી. પણ બધું ભૂલી દીપત નારીયાની બાહોંમા ખોવાઇને પીગળતો રહ્યો. નારીયાએ પણ દિલમાં છૂપાવેલા નિષ્ફળ પ્રેમનાં અવશેષોને દીપતના લાગણીનાં પ્રવાહમા ઉન્મુકત થઇ વહાવી દીધા. કાચની બારીનાં આકાશમાં ચૂપચાપ સરકતાં ચંદ્રની હાજરીમાં સખત રીતે ભીડાયેલી ચાર હથેળીઓની રેખાઓ પોતાનાં માર્ગ પરથી ફંટાઈને એકબીજામાં સમાઇ રહી હતી. ચંદ્રકિરણોથી ઉછળતો દરિયો થઇ ગયેલો દીપત એક હીમનદી સમા નારીયાનાં સમગ્ર અસ્તિત્વને પોતામા સમાવતો ગયો. ધીરેથી નાઇટલેમ્પ ઓન કરી નારીયાનાં ચહેરાને છૂપાવતી લટોને ખસેડી રતુંબડા નાજુક ભાવ જોવાં ઇચ્છતો દીપત એક સંગેમરમરના પૂતળા જેવી નારીયાને ફીક્કુ સ્મિત આપી તકીયા પાસેથી એનું સ્કર્ટ-ટીશર્ટ પહેરી ડ્રેસિંગ સામે ઉભી રહી તૈયાર થતા જોઇ રહ્યો. પહેલીવાર પોતાની તમામ સંવેદનાઓને બહેલાવતા આજના નારીયાનાં સંગને ફરી બાંહોમા ભરી એની આંખોમાં મનગમતાં તોફાનોની અસર જોવા ચાહી પણ નારીયા જે રીતે એનો હાથ સરકાવી એકદમ નોર્મલ ભાવે ટીવી ઓન કરી સોફા પર જઇ બેઠેલી જોઇ નવાઇ પામ્યો. વિતેલી ક્ષણોના નશામાં બોઝિલ આંખો મીંચી નારિયાની બાજુમાં બેસી, "નારિયા,આજની તારી સાથેની પ્રેમની દુનિયાની સફર એવી અદભુત હતી કે હવે મને લાગે છે કે એક ક્ષણ પણ હું તારાથી દૂર રહી શકું એમ નથી.આપણે હવે જલ્દીથી મેરેજ કરી લઈએ”

"હમમ...હું હજી આટલું જલ્દી હું કોઈ નિર્યણ પર આવી નથી સકતી"

"પણ હવે તો આપણે બંને સેટલ છીએ...!!

"યા,એ તો ઠીક છે પણ સાથે રહેવાનું.....યુ નો વિ બોથ આર વેરી ડિફરન્ટ "

અને દીપત એકદમ આશ્ચર્યથી,

"તો આજે આપણી વચ્ચે થયું એ શું હતું ? એ એટલો પૂરતો પ્રેમ નથી કે આપણે હંમેશ માટે એ પ્રેમને સહારે લાઈફ વિતાવી શકીયે ?"

"દીપત, તું કઈ દુનિયામાં જીવે છે ? આ રીતે જલ્દીથી કોઈ નિર્યણ લેવાનો શું અર્થ છે ? થોડો સમય જવા દે. સમય જતા વિચારોમાં પરિવર્તન પણ આવે"

"એવું પરિવર્તન આવે કે જેને પ્રેમ કરતા હોઈએ એને છોડી બીજા માર્ગે જતા રહીયે ?"

"દીપત મને લાગે છે કે તું મારી લાઇફસ્ટાઇલને લાંબો સમય નિભાવી નહિ શકે અને હું કોઈ રિસ્ટ્રિક્ટેડ દેશી જિંદગી જીવવા માટે તૈયાર નથી"

"એકબીજાને પ્રેમ કરતા હોઈએ એમાં દેશી શું ને વિદેશી શું ?એક વ્યક્તિ તરીકે એકબીજાને ચાહી નહીં શકાય ?"

"હું વ્યક્તિત્વની જ વાત કરું છું કે એકબીજાનું વ્યક્તિત્વ બદલવામાં આપણે કદાચ એકબીજાને પ્રેમ કરતા જ બંધ થઇ જઇયે એવું પણ બને"

"તો આટલા નજીક આવવાની શું જરૂર હતી ?"

"ઓહ, એક યંગ છોકરો ને એક યંગ છોકરી નજીક આવી જાય એ તો નોર્મલ છે એનું લગ્નમાં પરિવર્તિત થવું જરૂરી જ છે ? ઓકે,ઘણું લેઇટ થઇ ગયું છે હું ઘરે પહોંચું. પરમ દિવસે મારે મારા કોન્વોકેશન ફંક્શન માટે જવાનું છે અને ત્યાં એક વીક મારા ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવાના છે”

દીપત એકદમ નારિયાને ખભેથી જકડી લઈને,

"આર યુ નોટ સિરિયસ અબાઉટ મી ? વ્હાય યુ ડુ ધીસ ટુ મી ? તને મારી ફિલલિંગ્સની કઈ પડી જ નથી ? અને નારિયાને એકદમ ચુંબનોથી નવડાવી દીધી. પણ નારિયા એને એક ગુડનાઈટ કિસ કરી હાથ છોડાવી દરવાજા તરફ આગળ વધી ગઈ. બાજુમાં પડેલી ખુરસશીમાં ફસડાઈ પડી દીપત એને જતી જોઈ રહ્યો. નીચે પહોંચેલી લિફ્ટનો અવાજ આવ્યો ત્યાં સુધી ખુલા બારણાને જોતો રહી ગયો અને સફાળો ઉભો થઇ દરવાજો બંધ કર્યો. થોડા સમય પહેલાનાં નારિયાના સહવાસના તરંગોથી ધ્રૂજતો બેડમાં જઈ પડ્યો અને નારિયાનાં શબ્દો અચાનક અસંખ્ય વીછીની જેમ એને વીટળાવા લાગ્યા. આજની ઉન્માદક સાંજ એના દિલને આનંદના દરિયામાં ડુબાડી ને પછી દર્દપૂર્વક નીચવી બહાર ફંગોળી ગઈ હોય એવો અવશ થઇ પડી રહ્યો. આંખની કિનારો પર આંસુની ભીનાશ અનુભવતા ક્યારે ઊંઘમાં સરી પડ્યો તે ખ્યાલ જ નહિ રહ્યો. બીજા દિવસની સવારે મોબાઈલની રિંગ વાગતા શોપ પરથી હજી આવ્યા કેમ નથી પૂછતો એના આસિસ્ટન્ટનો ફોન આવ્યો.

"આજે બપોર પછી આવીશ"

કહી ફ્રેશ થવા બાથરૂમમાં ગયો, કોફી બનાવી ધીરે ધીરે તૈયાર થઇ શોપ પર પહોંચ્યો. મોબાઈલ જોતા નારિયાનો એક પણ મિસકોલ નહોતો. એક વીક પછી બહારગામથી આવી નારિયાનો ફોન આવ્યો. વિચારતા વિચારતા ઘણી રિંગ વાગવા દીધી અને ફોન ઊંચક્યો. સાવ રૂખા શબ્દોથી નારિયાએ એને હર્ટ થયું હોય તો સોરી કહી માફી માંગી અને એની પાર્ટી વિષેની વાતો કરવા માંડી. દીપત મન મક્કમ કરી જનરલ જવાબ આપતો રહ્યો પણ નારિયા એના હૃદયને ખેંચતી રહી. નારિયાએ મળવાની ઈચ્છા જણાવી અને સાંજે દોરબેલ વાગ્યો. નારિયાએ અંદર આવી દીપતને એની ડિગ્રી બતાવી અને "લેટ્સ સેલિબ્રેટ"કહેતા હગ કર્યું. દીપત થોડી ક્ષણો એને જોતો ઉભો રહ્યો અને "કૉંગ્રૅચ્યુલેસન" કહી ફ્રીઝમાંથી બે ડ્રિન્ક બનાવી સોફા પર બેઠો.

"આર યુ સ્ટીલ એન્ગ્રી વિથ મી ? પ્લીસ ડોન્ટ સ્પોઈલ યોર મૂડ, લેટ્સ એન્જોય"

નારિયા જે રીતે સ્ટાઈલથી હાથમાં ગ્લાસ લઇ બેઠી હતી અને એની કથ્થઈ આંખોમાં એક સેક્સી સાંજના પતંગિયા ઉડતા જોઈ દીપતની સાંજ છેક સવારે પુરી થઇ અને જયારે જયારે સમય મળ્યે નારિયાનો સહવાસ એની આદત બની ગયો. એક પરિણામ કે અંત વગરનો સંબંધે એની પ્રેમના પડઘાની ઈચ્છાને દિલના કોઈક ઊંડા પેટાળમાં ધરબી દીધી હતી. એક સાંજે કાઉન્ટર પર બેસી કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરી રહ્યો હતો ને એક મંજુલ સ્વર સંભળાયો.

"વિલ યુ પ્લીઝ પેક થિસ બ્યુટીફૂલ સ્કાફ ફોર મી ?"

પેલો કાશ્મીરી સ્કાફ હાથમાં લઇ એક યુવતી એને પૂછી રહી હતી.એને ચુપચાપ સ્કાફ પેક કરી આપ્યો ત્યાં તો પેલી યુવતીએ,

"રિયલી હું તો કેટલા સમયથી આવો ટ્રેડીશનલ સ્કાફ શોધતી હતી. ઈન્ડિયાથી દસ વર્ષથી અહીં આવ્યા છે પણ અમારા એરિયામાં તો કોઈ ઇન્ડિયન શોપ જ નથી. આજે આ સિટીમાં ફરવા આવ્યા ને મળી ગયો. તમે પણ ઇન્ડિયન છો ? વગેરે વગેરે વાતો માંડી. "તમે ઇન્ડિયાને બહુ પ્રેમ કરો છો ?"દીપત પૂછી બેઠો.

"કેમ તમે ઇન્ડિયાને પ્રેમ નથી કરતા?"

પૂછી આંખોમાં આંખો નાખી હસવા માંડી. અને થોડી ક્ષણ ચૂપ રહીને એવુજ આંખોથી હસતા બોલ્યો, "ઇન્ડિયાને તો પ્રેમ કરુંજ છું પણ ઇન્ડિયાને પ્રેમ કરનારાને વધુ પ્રેમ કરું છું"

પેલી યુવતીએ હસી પડતા પોતાની ઓળખાણ આપી.

"મારુ નામ લાગણી છે.અમે એક વીક ન્યુયોર્ક રહેવાના છે. કાલે મારા કઝિન્સ સાથે ફરી આવશું. મારે મારા રુમ અને ગાર્ડન માટે ઘણું ઇન્ડિયન ગુડ્સ લેવાનું છે" કહી પોતાનું કાર્ડ આપ્યું.

"સરસ નામ છે તમારું લાગણી,આ શહેરમાં બધુજ છે બસ લાગણી જ નથી”

ને લાગણી થોડું ખચકાઈ ને પછી હસી પડતા બોલી, "જુઓ લાગણી છેને એક વીક માટે જ ન્યુયોર્કમાં છે, પછી તો એને યાદ કરતા જ જીવવું પડશે" "આપણા કરતા થોડા માઈલો પર લાગણી હોય ને એ પણ બહુ કહેવાય, લાગણીભર્યો અવાજ સાંભળીને પણ જીવી જવાય"

અને ગુડબાય કહી લાગણી જતી રહી. કોઈ કુંડામાં ઘણા સમયથી ઉગેલા થોર ઉપર લાલ-ગુલાબી ફૂલ ઉગી નીકળયા હોય એવું અનુભવતા દીપતે રાત્રે યાદ આવ્યા કરતી લાગણીનાં મોબાઈલ પર ગુડનાઇટનો મેસેજ કરી દીધો. બીજા દિવસની મુલાકાત ઓર રસપ્રદ રહી. બંને ખુબ વાતો કરી અને લાગણી સાથે એનો ગમતો સામાન સિલેક્ટ કર્યો, ગોડાઉન પરથી નવા આર્ટ પીસ લાવી આપ્યા.

"અહીં ફરવા આવી છે તો લાગણી,તારી સાથે એક યાદગાર સાંજનું ડીનર થઇ જાય તો કેવું ?"

લાગણી સાથે વાતો કરતા કરતા એક લાગણીભરી સાંજ દીપતના હૃદયમાં ઝળહળતી થઇ ગઈ. એ આખું વીક લાગણીએ દીપત સાથે સારો એવો ફરવામાં સમય ગાળ્યો. નારિયાના ફોન બે વાર આવ્યા પણ બીઝી છું, ગેસ્ટ આવ્યા છે કહી ટાળતો રહ્યો. લાગણીના ગયા પછી પણ મોબાઈલ અને ચેટીગનો સિલસિલો ચાલુ રહ્યો. વાતો વાતોમાં ઘણું મનોમન નક્કી કરી નાખ્યું હતું બંનેએ. નારિયા દીપતના બદલાયેલા વર્તનથી થોડી વિચારમાં પડી ગઈ. થોડાક પ્રશ્નો કર્યા પણ ફરી બીઝી શિડ્યૂલમાં સમય સાથે વહેતી ગયી. બે મહિના પછી ફરી લાગણીને ન્યુયોર્ક આવવા ઇન્વાઇટ કરી ને અછડતો પ્રેમનો ઈશારો પણ દિપતે આપી દીધો. આજે સવારથી શોપ પર રાહ જોઈ રહેલો દીપતે રણઝણતા મને લાગણીનો, "કમિંગ સૂન ઈન હાફ એન અવર" મેસેજ જોયો. જલ્દીથી બેન્કનું કામ વગેરે આસિસ્ટને સમજાવી રહ્યો ત્યાં તો લાગણી આવી પહોંચી. એકદમ ખુશ થઇ બંનેએ હાથ મિલાવ્યા અને આંખોમાં આંખો પરોવી જોઈ રહયા. સુંદર ગુલાબી શર્ટ અને ગુલાબી ટ્રાઉઝર સાથે પેલો કાશમીરી સ્કાફ ગળે બાંધ્યો હતો. હાથમાં રહેલા ફ્લાવર અને નાનકડી ગિફ્ટ આપી બંને બહાર લંચ માટે જવા નીકળતા હતા ત્યાં બહાર કારમાંથી ઉતરી નારિયા સામે આવી ઉભી રહી.

"વોટ ઇસ ધીસ,આર યુ સો બીઝી? "

અને લાગણી સામે આશ્ચર્યથી જોઈ રહી.

"યા આઈ એમ રીયલી બીઝી વિથ માય ઇન્ડિયન સ્કાર્ફ”

કહી લાગણીની કમરે હાથ નાખી કાર તરફ દોરી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance