STORYMIRROR

Manisha Joban Desai

Others

2  

Manisha Joban Desai

Others

ભેદભાવ

ભેદભાવ

1 min
14.9K


ઓફિસેથી ઘરે પહોચતાંની સાથે ઝલક એના નણંદ વગેરેને આવેલા જોઈ લિવિંગ રૂમમાં બેસી વાતે વળગી. પોતાની ઓફીસનાં વર્ક સાથે સોશિઅલ જવાબદારી હોવી જરૂરી એવું માનનારા સાસુ જયનાબેન સ્વભાવે ખૂબ આકરા. સસરાજી થોડા ઋજુ સ્વભાવનાં.

બહારગામથી લગ્નમાં આવેલ નણંદ એમની જૂની ફ્રેન્ડને મળવા નીકળી ગયા. પતિને પોતે જ પીરસવું, એમ ટેબલ પર ગરમ બોવ્લ મૂકી દો તે નહિ ચાલે એવો આગ્રહ ઝલકનો હસબંડ પાર્થેશ પણ રાખતો થઈ ગયેલો. નંદોઈ વગેરેને જમાડી, જલ્દી થોડું ખાઈ લીધું. ફ્રેશ થઈ પાછી વાતો ચાલતી હતી. સાસુજી એમની મંડળની નવી ફ્રેન્ડ સાથે મોબાઈલ પર વાતે વળગ્યા હતા.

કહે, અરે મારી નિર્વા આવી છે બરોડાથી ૩-૪ દિવસ રહેશે વગેરે. દીકરીનાં સુખી સાસરાની વાત કરતા કહે મારા જમાઈતો એકદમ ભગવાનનાં માણસ, નિર્વાનાં સંગીત મંડળ વગેરેનાં પ્રોગ્રામ હોય અને કેટલી એક્ટીવીટીમાં ઈન્વોલ્વ.

અમારા આયુષકુમાર તો બધું જાતે મેનેજ કરી લે. અને આ સાંભળી આયુશ કુમારે ઝલક સામે જોયું, ડબલ સ્ટાંન્ડર્ડ વર્તન વાળા સાસુજીથી પરિચિત આયુશકુમાર ઝલકની આંખોનું મૂક દર્દ સમજી ગયા. પોતાની દીકરી સાસરે આરામી જીવન જીવે તે ગમે અને પોતાની વહુ?

આ કેવો ભેદભાવ?


Rate this content
Log in