Pooja Patel

Drama Fantasy

3  

Pooja Patel

Drama Fantasy

સિન્ડ્રેલા અને તેનો એક ખાસ દિવસ

સિન્ડ્રેલા અને તેનો એક ખાસ દિવસ

4 mins
80


    એક ભાવિકા નામની છોકરી હતી. તેને પરીઓની વાર્તા વાચવાનું ખૂબ પસંદ હતું. તે હમેશાં પરીઓની વાર્તા વાંચતી રહેતી હતી. તેણે સોનપરી, સિન્ડ્રેલા, રપાનઝલ, બેલે, ટિનકર બેલ, ફેરી મેરી, સ્લીપિંગ બ્યુટી- વગેરે પરીઓની વાર્તાઓ વાંચી હતી. તેને સૌથી વધારે સિન્ડ્રેલાની વાર્તા ગમતી હતી. 

      સિન્ડ્રેલાની વાર્તા વાંચી ને ભાવિકા ને પણ સપનાં આવવા લાગ્યા કે તેની માટે કોઈ પ્રિન્સ ચાર્મિંગ આવશે, સફેદ ઘોડા પર સવાર થઈને અને તેને હંમેશા માટે પોતાનાં મહેલમાં લઈ જશે. તેને પણ ઘરે બધાં જ કામ કરવાં પડતાં હતાં અને સમ્માન નહોતું મળતું. તે હંમેશા તેની કલ્પનાનાં રાજકુમાર ની રાહ જોતી હતી. 

    એક દિવસ તેણે નોકરી કરવાનું શરૂ કર્યું અને તે કમાવા લાગી. ધીમે ધીમે તે પોતાની પરીની વાર્તાઓમાંથી સામાન્ય દુનિયામાં જીવવા લાગી. એક દિવસ તે નોકરી પર ગઈ તો તેને એક પત્ર મળ્યો. તેમાં તેને નોકરીમાંથી બહાર કરી દીધી હતી. તેણે તેના ઓફીસ ના બોસ ને આ વાતનું કારણ પૂછ્યું તો કોઈપણ જવાબ ન આપ્યો. ખાલી એટલું જ કહ્યું કે તને બીજી મોટી ઓફીસમાં નોકરી મળી ગઈ છે. એટલે અહીંયાથી કાઢવામાં આવી છે. હવે તે બીજી ઓફીસ માં જોબ માટે ગઈ. અહીં તેને તેનાં સપનાંનો રાજકુમાર મળી ગયો હતો. 

   હકીકત માં એવું હતું કે ભાવિકા જે ડિઝાઇન તૈયાર કરતી હતી તે એક કંપની નાં માલિક ને ખૂબ પસંદ પડી હતી. તેને ભાવિકાની નોકરી પોતાની કંપનીમા બદલી કરી હતી. અને તે પોતે એક બીજી નવી કંપની બનાવીને ત્યાં ભાવિકા ની ડિઝાઇન વેચવા માગતો હતો. ભાવિકા ને આ બધી એક સપનાં જેવું લાગતું હતું. કે પહેલાની નોકરી કરતાં નવી નોકરી માં પગાર પણ સારો હતો અને તેની પાસે પૂરતું કામ પણ હતું. તેને એમ લાગતું હતું કે સિન્ડ્રેલાનો વાર્તાનો કોઈ ભાગ તેનાં જીવનમાં આવી રહ્યો છે. તેનો નવો બોસ પણ તેનું ખુબ ધ્યાન રાખતો હતો કેમકે તે ભાવિકા ને પસંદ કરતો હતો. 

    એક દિવસ ભાવિકા ને ઘરે જતા મોડું થયુ તો તેને તેનો બોસ ઘરે મૂકવા આવ્યો હતો. અને એક દિવસ એવું બન્યું કે રેલી નીકળવાની હતી તો અમુક અમુક રસ્તા બંધ હતાં. ત્યારે તેનો બોસ તેને મૂકવા આવ્યો હતો. તે ભાવિકા ને અંદરની બાજુ જ રહેવાનું કહેતો હતો. ભાવિકા ને તેની સાથે સારી બનતી હતી. આ દિવસે તેની સાથે એક ઘટના બની હતી. તેનો એક અકસ્માત થઈ ગયો. એક ટ્રક તેને ઉડાવીને પૂરપાટ ઝડપે જતી રહી હતી. તેનો બોસ તેને તાબડતોબ ઘટનાસ્થળેથી હોસ્પિટલમાં લઈ ગયો અને તેની સારવાર માટેનો બધો ખર્ચો આપ્યો. ભાવિકાને લોહી ચડાવવાની જરૂર પડી હતી. એ જ વખતે ડોક્ટરે પૂછ્યું કે ભાવિક નું લોહી કયા પ્રકારનું છે? અને ફટાફટ તેના બોસ એ  ભાવિકના ઘરે કૉલ કરીને પૂછ્યું કે ભાવિકાનું બ્લડ ગ્રુપ કયું છે? તેમનાં ઘરે થી જવાબ મળ્યાં પછી તેમણે ડોક્ટર્સ ને ઓપરેશન કરવાં માટે કહયું. અને બીજી બાજું તેણે ભાવીકા નાં ઘરે પણ વાત કરી કે તેનું એક્સિડન્ટ થયો છે. તેનાં ઘરેથી તેની મોટી બહેન અને તેના જીજુ આવ્યાં હતાં. પણ તેને ભાવિકા ની પરવાહ બસ નામ પૂરતું જ હતી. આ વાતની ખબર જેવી તેનાં બોસ ને પડી એટલે તેણે ભાવિકા ને લગ્ન માટે પૂછ્યું. ભાવિકાને કલ્પના નહોતી કે તેનું સપનું સાકાર થશે અને કોઇ તેનો પ્રિન્સ ચાર્મિંગ આવશે. પણ તોય તેણે ના પાડી. તેના બોસ એ તેના બહેન બનેવી ને મનાવ્યા અને તે પછી ભાવિકા ના નહોતી પાડી શકી.

  તેણે બહેનની વાત માનીને લગ્ન કર્યા હતાં. પણ તેણે કહ્યું નહોતું કે તે તેનાં બોસ ને પસંદ પણ કરતી હતી. એટલે પછી તેના બોસ એ તેની વાર્તા વાંચવાની ચોપડીઓ જોઈ. પછી તેને ખબર પડી કે ભાવિકાને પણ કોઈક તો ગમે જ છે બસ તે કહેતી નથી. એટલે તેણે એક પત્ર લખીને જણાવ્યું કે, " અગર તારી કલ્પનામાં કોઈ ખાસ વ્યક્તિ છે અને તું એનું નામ જણાવવા માંગતી હોય તો એ નામ તારા બહેન ને કહી દેજે અને તેની માટે તારે પત્રમાં લખેલી જગ્યા એ આવવું પડશે." અને બીજી બાજુ ભાવિકા ને કહ્યું કે તેને રાતે ઘરે આવતાં મોડું થઈ જશે.

   એટલે ભાવિકા એક કાગળ પર.... તેનું નામ અને સાથે તેનાં પતિ નું નામ લખીને તે પત્ર મા લખેલી જગ્યા એ મળવા માટે ગઈ. ત્યાં તેને ખબર પડી કે પત્ર લખવા વાળી વ્યક્તિ તેનો પતિ જ હતો. તેણે તેનો જવાબ જે કાગળ પર લખ્યો હતો તે પણ બતાવ્યો અને કહ્યું કે તેને પહેલેથી જ તેના સપનાં નાં પ્રિન્સ ચાર્મિંગની રાહ જોતી હતી. અને તે તેને એટલી આસાનીથી મળી જાશે તેની ખબર પણ નહોતી. બંને એકબીજાને પ્રેમથી ગળે મળ્યાં અને સાંજે ઘરે આવ્યાં. આ દિવસ ભાવિકા અને તેનાં પતિ માટે ખૂબ જ ખાસ દિવસ હતો.

   ભાવિકા ને પોતાની કલ્પના સાચી પડી તેની ખુશીમાં તેણે પોતાની લવ સ્ટોરી લખી હતી, અને તેને સોશ્યલ સાઇટ્સ પર અપલોડ કરી હતી. બંને એ સાથે મળીને એકબીજાનાં સપનાં પૂરાં કર્યાં અને પછી તેમણે પોતાની કંપની પણ વિકસિત કરી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama