શુદ્ધ પ્રણય
શુદ્ધ પ્રણય
સાત્વિક: સાત્વિક....
શ્રધ્ધા: હં.....(સ્મૃતિમાં ખોવાયેલી શ્રધ્ધા હોકારો જ કરી શકી)
સાત્વિક: સાત્વિક નામ છે મારું....
નિસર્ગ એ જણાવ્યુ જ હશે ને?
શ્રધ્ધા: હં..હા...હા.. બેસો.
ક્યારનો ય બેઠો છું..તુંં બેસ...
હજી એને ચાહે છે...?
નિસર્ગ એ બતાવેલા નખશિખ સજ્જન અને સંસ્કારી મુરતિયા સાથે શ્રધ્ધા પરિચય કેળવી રહી હતી, છેલ્લા કેટલાક દિવસથી સુજલને મળ્યાં પછી તો શ્રધ્ધા માટે વર્તમાનમાં આવવું પણ મુશ્કેલ બની જતું હતું...
અત્યારે તો સાત્વિક ના ધીમા પણ ગંભીર અવાજે ભુતકાળના વૈચારિક વાવાઝોડામાંથી એને વર્તમાનમાં લાવી દીધી...
સાત્વિક: હજી પણ ચાહે છે એને..?
શ્રધ્ધા: કોને..? (અચંબા સાથે શ્રધ્ધાથી બોલી જવાયું)
સાત્વિક: સુજલને....
શ્રધ્ધા: મન અને શરીરમાં મચી ગયેલા ખળભળાટ સાથે શ્રધ્ધા માંડ બે શબ્દો બોલી શકી,
ત...ત...ત...તમે...ક..ક...કોણ....??
ગળુ સુકાતું હતુંં, અવાજ ફાટતો હતો.
સાત્વિક: કોલેજના પ્રથમ દિવસથી જ તને પૂરા મન અને હ્રદયથી મારા શરીરના કણેકણથી તને ચાહતો અને છેલ્લા સાત વર્ષોથી તારી જ સ્મૃતિમાં રમમાણ રહેતો તારી જ બેન્ચની પાછળ બેઠેલો તારાથી સાવ અજાણ્યો એક ચાહક... પણ તેતો સુજલને જ..... અને એણે માત્ર તારો ઉપભોગ....
શ્રધ્ધા: ચ...ચ...ચ...ચૂ...ચૂપ....(આવેશથી)
ચાહ્યો છે મે એને... પ્રેમ કર્યો છે.. મારી જિંદગીનો એકમાત્ર પુરૂષ કે જેને મે સર્વસ્વ સોંપવાની તૈયારી બતાવેલી.. બાળપણમાં જ પિતાના આકસ્મિક મૃત્યુ પછી પુરૂષતત્વ ને ઝ્ંખ્યુ તું... પણ....પણ...એણે મારી સાથે...!!!
ખેર છોડો એ બધું...
અને તમે મારી વિશે બધું જ જાણતા હોવા છતા અહીં મારી સામે કેમ...!!!! ક્યાં અર્થે.?
સાત્વિક: 'શુદ્ધ પ્રણય'...
પ્રેમ થોડો વહેવાર છે કે તું કરે તો જ હું કરૂ...
પ્રેમતત્વ જ મને તારી બધી હકીકત જાણતો હોવા છતા અહીં સુધી ખેંચી લાવ્યું. હંમેશ ચાહતો રહીશ... તું મળીશ તો તને નહીં તો તારી મારા શરીરના કણકણમાં રહેલુ સ્મૃતિ ને... બસ આ એકમાત્ર વાત તારી સામે મૂકવાની ઇચ્છા હતી જે છેક આજે પુરી થઈ..હવે હું રજા લઉં.. મારા મન સિવાય તને ક્યાંય બાંધવાનો પ્રયાસ નથી કર્યો આજેય નહીં કરૂ.
શ્રધ્ધા: સ...સ...સા...સાત્વિક...
અચાનક જ બહાર ધોધમાર વરસાદ શરૂ થયો અને શ્રધ્ધાની અંદર પણ... બધું જ વ્યવસ્થિત થઈ રહ્યાના હાશકારા સાથે જ અચાનક જ સુજલના સ્વભાવથી વાકેફ શ્રધ્ધા બહાર થયેલા વીજળીના ચમકારા સાથે જ ધ્રુજી ઊઠી.