STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

શુદ્ધ દેશી હવા

શુદ્ધ દેશી હવા

2 mins
128

"શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકામાં સોનું આપણા એ શું કામનુંં ? હરસુખભાઈ પોતાના ઘરે હીંચકા પર બેઠા બેઠા આવું ગીત ગાતા હતા ત્યાં જ તેનો દીકરો તેજ આવીને કહે પપ્પા તમે આ તે કેવું ગીત ગાવ છો ? આવા પણ કોઈ ગીત હોતા હશે ? ત્યારે હરસુખભાઈ બોલ્યા બેટા તમારી આજની નવી યુવા પેઢીના લોકો તો બસ ડી જે વાળા ઘોંઘાટિયા ગીત અને શહેરમાં રહેવું બસ આટલા જ વિચાર ધરાવે છે. જરાં મારાં ગીતના શબ્દોને તો પારખ.

"શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકામાં સોનું પણ આપણે એ શું કામનુંં ?"

તો બેટા જીવન જીવવાની સાચી મજા તો ગામડામાં છે. શહેરમાં તો બસ ભાગદોડ વાળી જિંદગી. ગામડામાં હરિયાળી જ ચારેતરફ દૂર દૂર સુધી ખેતરોના ખેતર હોય છે. ખેતરમાં એ મબલખ પાક ઊભો ઊભો લહેરાતો હોય, ઉગતી ઉષાએ વાડીએ જવાનું, સૂરજ માથે આવે ત્યારે લીમડાના ઠંડા છાંયે ખાઈપીને થોડો આરામ કરીને વળી કામે લાગી જવાનું આમ સૂરજ આથમતા જ ઘર ભેગું થવાનુંં. ગામના ચોરે રામજી મંદિરે આરતી ટાણે બાળકો તથા વૃધ્ધો ત્યાં બેસે અને ઝાલર વગાડી આરતી કરે. સાંજે વાળું પાણી કરીને ફળિયામાં ખાટલો નાખીને સૂતા સૂતા આકાશમાં ટમટમતા તારાની ભાત જોતા જોતા ક્યારે સુઈ જવાય ખબર પણ ના પડે.

આવી સારી જિંદગી તો બેટા હરિયાળી ભર્યા ગામડે જ જોવા મળે જયારે શહેરમાં તો ઘોંઘાટ ભર્યા વાતાવરણ, સ્વાર્થી માણસો, ભરઉનાળે રાહદારીઓને સડકો પર વિસામો લેવા એક પણ ઝાડ જોવા ના મળે તેમજ આભને આંબે એટલી ઊંચી ઈમારતને જોઈને આંખ પણ થાકી જાય.

આજે વિકાસ એટલો ઝડપી વધ્યો કે થોડા જ વર્ષોમાં ગામડાની જમીનો વેચાઈને શહેર બનવા લાગશે અને ગામડે પણ મોટી ઈમરતો બનશે તેમજ હરિયાળીનો નાશ થશે. આપણે કુદરતના વિરોધમાં કામ કરીશુંં તો આપણા પછીની પેઢીને ઘણી નુકશાની ભોગવવી પડશે.

હમણા જ કોરોના વખતે કેવા તાજી હવા માટે શહેરથી ગામડા તરફ જવા મોટી દોટ મૂકી હતી. કોરોના એટલો વાયુવેગે આગળ વધ્યો કે માણસોને શુદ્ધ દેશી હવા કેવી હોય એ સમજાવી દીધું. હા, વિકાસ પણ જરૂરી છે. સુખ સુવિધા ભલે વધારીએ પણ એટલુ બધું પર્યાવરણને નુકશાન પણ ના પહોંચાડીએ કે આવનારી પેઢીનો નકશો જ બદલાય જાય. વૃક્ષ કાપવા પડે ક્યારેક એ તો સમજાય છે પણ એની સામે વૃક્ષ વાવીશુંં જ નહીં તો ધરતી પર લીલાછમ જંગલને બદલે સિમેન્ટના જંગલ જ દેખાશે. તેથી બેટા પર્યાવરણનું જતન કરવું એ આપણી પ્રાથમિક અને નૈતિક જવાબદારી છે. 

પપ્પાની આ વાત સાંભળીને તેજ તો ચકિત થઈ ગયો. અને કહેવા લાગ્યો કે પપ્પા તમે તો મને પર્યાવરણનો સાચો મહિમા સમજાવી દીધો હવે તો હું પણ આ ઉનાળાના વેકેશનમાં નાના ના ઘરે જઈશ અને વાડીએ જઈશ સાથે શુદ્ધ દેશી હવાની મજા માણીશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational