Solanki Sandhya

Romance Inspirational

0.8  

Solanki Sandhya

Romance Inspirational

શરૂઆત

શરૂઆત

4 mins
614


મલ્લિકા તેના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી. તેણીનો ઉછેર ખુબ કાળજી અને પ્રેમથી થયો હતો. તે દેખાવમાં એકદમ અલગ લાગતી અને તેની વિચારસારણી તેને વધુ સારી બનાવતી હતી. મલ્લિકા અત્યારે એક સારી કંપનીમાં જોબ કરતી હતી. સમયે દરેક કાર્યો અને જવાબદારી નિભાવવાની સમજણ ધરાવતાં તેનાં માતાપિતા મલ્લિકા માટે યોગ્ય છોકરાની શોધ કરી રહ્યા હતા. મલ્લિકા ઘણાં છોકરાઓને રિજેક્ટ કરી ચૂકી હતી. કારણકે તેની વિચારસરણી થોડી અલગ કહી શકાય એવી હતી. હમણાં જ તેના પપ્પાનાં દોસ્તનો દીકરો એનું નામ મલ્હાર સાથે સંબંધની વાત-ચીત શરૂ થઇ હતી. તેના ભાગ રૂપે મલ્લિકા એક વિશાળ દીવાનખંડમાં માતાપિતા સાથે અને છોકરાનાં માતાપિતા પણ બેઠા હતા. વાતચીતનો દોર ચાલુ થયો ને જાણે બધાં જ એકબીજાને ઓળખતાં હોય એવી રીતે સહજ બની ગયાં. થોડા સમય બાદ એક છોકરો ટ્રેમાં આઈસક્રીમના બાઉલ સાથે પ્રવેશયો મલ્લિકાએ સામે જોયું, છોકરો ખુબ સરળ, દેખાવમાં મોહક અને ચહેરા પર હળવા હાસ્ય સાથે તેને આઇસક્રીમ સર્વ કરતા કહ્યું, "પ્લીસ ઇન્જોય હોમ મેડ આઇસક્રીમ "

મલ્લિકા થોડી વાર સ્તબ્ધ થઇ ગઈ. પછી આઇસક્રીમ બાઉલ લઈને થોડો ટેસ્ટ કર્યો આઇસક્રીમ ખરેખર હોમમેડ અને ટેસ્ટી હતો. તે મનમાં વિચારતી હતી કે નક્કી એ છોકરો મલ્હારનો નાનો ભાઈ હશે. ત્યાં જ છોકરાનાં માતાપિતાએ પરિચય આપતાં કહ્યું કે, "આ છે અમારી દીકરી મલ્હાર" થોડીવાર ત્રણેયને સાંભળવામાં ભૂલ થઇ હોય એવું લાગ્યું. પણ મલ્હારના મમ્મીએ હસતા ફરીથી કહયુ, "આશ્ચર્યની કોઈ વાત નથી તમે બરાબર જ સાંભળ્યું." આ મારો દીકરો મલ્હાર છે જે ક્યારેક મારી દીકરી પણ બને છે.'' એમ કહી તેના સ્વભાવ વિશે જાણકારી આપી કે મલ્હાર તેના માતાપિતાનું એક માત્ર સંતાન પણ એમની વિચાસરણી આધુનિક હતી કે એક છોકરી કે છોકરામાં ફરક ન હોય. બંને બધાં જ કામ કરી શકે છે પછી એ ઘર હોય કે ઓફિસ. મલ્હાર તેના મમ્મીને કિચન, ગાર્ડન હોય કે ઘરની સફાઈનું દરેક કામમાં મદદ કરતો. મલ્લિકા બહુ ધ્યાનથી આ વાતો સાંભળી રહી હતી અને મનમાં થોડું મલકાઈ પણ હતી. બન્ને કુટુંબો અને છોકરા-છોકરી વચ્ચે વાત-ચીત થયાં પછી બન્નેને લગ્ન સંબંધમાં જોડવાનું નક્કી કર્યું. ખુબ સરસ રીતે લગ્ન પ્રસંગ પૂરો થયો ને વિદાયનો સમય આવી ગયો.

મલ્લિકાને આ સમયે ખુબ દુઃખ થતું હતું અને તે ખૂબ રડી રહી હતી. અચાનક મલ્હાર મલ્લિકા અને તેનાં માતાપિતા પાસે આવ્યો, તેનાં પિતાનો હાથ પકડીને કહ્યું ,"પપ્પા તમે જરા પણ ચિંતા ન કરો હું મલ્લિકાને ખુબ ખુશ રાખીશ અને આપને તેની યાદ આવે એ પહેલા જ તેને આપની પાસે લઈને આવી જઈશ." થોડીવારમાં વાતાવરણ હળવું બન્યું ને બધાં થોડું હસવા લાગ્યા. મલ્લિકા ધીમે -ધીમે નવાં ઘરમાં પોતાની રીતે જ હળી મળી ગઈ હતી. મલ્હાર તેને ખુબ ખુશ રાખતો હતો. બન્ને બધાં કામ સાથે કરતા ને જોબ પર જતા. મલ્હાર તેને દર અઠવાડિયે તેના માતાપિતાને મળવા અચૂક લઇ જતો. બન્નેનાં કુટુંબીઓ હળીમળીને ખુબ સરસ રીતે રહેતા હતાં.

અચાનક જ એક દિવસ મલ્હારનાં મમ્મી બોલ્યા, "મલ્લિકા હજુ નાસ્તો નથી બન્યો ?" ત્યાં મલ્હાર આવ્યોને એની કામ કરવાની આદત મુજબ હસતાં બોલ્યો, "નાસ્તો હું બનાવી આપું છું મમ્મી .." થોડા દિવસ પછી કોઈ ખોવાયેલ વસ્તુ માટે મલ્હારનાં મમ્મીએ મલ્લિકાને શોધવા કહેલું પણ એ ઓફિસના વધુ પડતા કામમાં ભૂલી ગયેલી દિવસો વીતી ગયા. કામમાં વધારો હોવાથી આજે તે થાકેલી હાલતમાં ઘરે આવી ત્યારે ફરીથી મલ્લિકાને કહ્યું, "તે પેલી વસ્તુ શોધી કે નહીં ?" મલ્લિકાએ નકારમાં માથું હલાવ્યું ને શોધખોળ ચાલુ કરી. એટલામાં મલ્હાર આવ્યો ને, એ મલ્લિકાને જોઈને સમજી ગયો કે તે થાકેલી છે. મલ્હારે કહ્યું ,"તું જઈને આરામ કર, હું શોધી આપીશ." આ સાંભળીને તેનાં મમ્મી બોલ્યાં, "તું હવે તારા કામમાં જ ધ્યાન આપે તો સારું. આ ઘર-કિચનની માથાકૂટથી દૂર રહે." આ સાંભળીને મલ્હાર અને મલ્લિકા બન્નેને અચાનક આંચકો લાગ્યો. પછી તેઓ કઈ પણ બોલ્યા વિના પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

તેમને સમજાતું ન હતું કે અચાનક શું થઇ ગયું. મલ્હારે મલ્લિકાને સાંત્વના આપીને કહ્યું કે, "બધું ઠીક થઇ જશે તું જરા પણ ચિંતા ન કર" મલ્લિકા મનમાં કાંઈ વિચારી રહી હતી. તેણે અચાનક સામે પડેલા લેપટોપમાં કંઈક વાંચ્યું ને પછી મલ્હારને કહ્યું,, "હું હવે બધું સમજી ગઈ છું અને તું જેવું વિચારે છે કે હું પણ સિરિયલની સાસુ - વહુની જેમ લડીશ કે માઠું લગાડીશ તો એ તારી ભૂલ છે." જો કહીને તેણે લેપટોપની ડિટેઇલ બતાવીને કહ્યું કે, "મમ્મીનો મેનોપોઝ નો સમય ચાલી રહ્યો હોય એવું લાગે છે. એમનું આજનું વર્તન એ તેનાં જ લક્ષણો છે. સામાન્ય રીતે આ સમયમાં સ્ત્રીનો સ્વભાવમાં થોડું ચીડિયાપણું લાગે છે. નાની વાતમાં ગુસ્સો અને ક્યારેક તો માઠું પણ બહુ જલ્દી લાગી આવે છે. આ બદલાવ વિશે તેમને પોતાને કંઈ ખબર હોતી નથી. અમુક આંતરીક સ્રાવોના વધઘટ કે બદલાવને લીધે એવું ૩ -૪ વર્ષો સુધી ચાલે છે. એટલે તું જરા પણ ફિકર ન કરીશ. હું બધું સાંભળી લઈશ અને મમ્મીનું પૂરું ધ્યાન રાખીશ.

આમ પણ તે કહ્યું હતું ને કે, "દરેક બદલાવની શરૂઆત કોઈએ તો કરવી જ પડે ને. .."

(પહેલી મુલાકાતના સમયે મલ્લિકાએ મલ્હારને કરેલા સવાલનો આ જવાબ )

સવાલ: "તને આ સ્ત્રીના કામ કરવું અજીબ નથી લાગતું ?


Rate this content
Log in

Similar gujarati story from Romance