પ્રેમની વાતો: અનુભવ થોડો
પ્રેમની વાતો: અનુભવ થોડો
આમ, તો પ્રેમને લગતી બધી જ વાતોને કદાચ આવરી લીધી છે મેં એટલે પ્રેમનો અહેસાસ અને અનુભવ થાય પછી એ પ્રેમને ટકાવી રાખવો કે કાયમી એકસરખો પ્રવાહ વહેતો રહે એવી કોઈ આવડત કે કલા હજુ સુધી શોધાઈ હોય એવી મને જાણ નથી. તો શું એ શક્ય છે કે એવું કરી શકાય ? જવાબ જો સાચું કહું તો ના છે પણ, કે આજકાલ ઈન્ટરનેટ પરથી શીખીને પ્રેમ કરતા શીખ્યા હોય એને કદાચ ત્યાંથી એવી ટિપ્સ પણ મળતી હસે કે પ્રેમને વશમાં રાખવા શું કરવું ? કે તમારો પ્રેમ કાયમી ટકાવી કેમ રાખવો ? એવા તો ઘણા વાયરલ વિડિયો ફરતા હોય છે. પણ,એ બનાવનારના ફાયદા માટે હોય છે નહિ કે તમારી સેવા માટે. કડવું છે પણ સત્ય છે.
કારણકે તમારા પ્રેમને તમારાથી વધુ કોઈ પણ જાણતું હોતું નથી, તો કોઈ અન્ય તમારી મદદ કેમ કરી શકે ? અને બીજી વાત કે જિંદગીમાં કશું જ કાયમી હોતું નથી કે બધું એકસરખું સારું જ ચાલ્યા કરે એ શક્ય નથી. તો પછી એવી આશા રાખવી જ નકામી છે. ને દરેક સંબંધમાં ક્યારેક તો ભરતી - ઓટ આવતી જ હોય છે. એનો અર્થ એમ નથી થતો કે પ્રેમ ઓછો થઈ જાય કે તમે એને છોડીને ચાલ્યા જાવ કે એ તમને હવે એ વ્યક્તિ તમને ઓછો પ્રેમ કરે છે કે તમને છોડીને જતી રહેશે.
ક્યારેક સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ જે તે વ્યક્તિની મનની સ્થિતિ ડહોળાઈ ગઈ હોય ત્યારે તેને સારું - ખરાબ કંઈ જ સુજતું નથી હોતું. અરે પોતાનું હિત - અહિત પણ એ જોઈ શકતા નથી તો સામેવાળા ની પરિસ્થિતિ કંઈ રીતે સમજી શકશે..માટે જ્યારે કોઈને પણ એવો અજુગત્તો અનુભવ થાય ત્યારે શકય હોય તો તમારી સામેની વ્યક્તિને થોડી સમજવાની કોશિશ કરવી જોઈએ નહિ કે સમજાવવાની. પ્રેમમાં ક્યારેક સમજણ પણ એટલી જ જરૂરી હોય છે. જે સામેની વ્યક્તિને થોડી હળવાશ ને શાંતિ આપી શકે. જેથી એ તમારા પ્રેમને વધુ સારી રીતે સમજી શકે અને વધુ ગાઢ બનાવી શકે .
પ્રેમમાં જો શોધવા નીકળીએ તો ફરિયાદો ઘણી મળી શકે છે. પણ, એ "પ્રેમ જ શું કે જેમાં ફરિયાદ, વિવાદ ને બાદમાં થતી મિલનરૂપી મુલાકાતની યાદ ના હોય." બસ,આજે અહી જ વિરામ. વાંચન બદલ આપનો ખુબ ખુબ આભાર. લેખિકા :

