સૌથી મોટી યોદ્ધા માઁ
સૌથી મોટી યોદ્ધા માઁ
માઁ શબ્દ જ અમૂલ્ય છે. તેના પર તો દુનિયાના મહાન ગ્રંથો પણ તોલે ના આવે. ખુદ ભગવાન પણ માઁ ના તોલે ના આવે. દીવાર ફિલ્મમાં હીરો અમિતાભ એક ડાઈલોગ બોલે છે કે મારી પાસે બંગલો છે, ગાડી છે, પૈસો છે બધું જ છે, તારી પાસે શું છે ? તો સામે જવાબ મળ્યો કે મારી પાસે માઁ છે. માઁ ની સામે દુનિયાની કિંમતી ઝવેરાત કે હીરા બધું જ ફિક્કું લાગે.
માઁ શબ્દ છે એક જ અક્ષરનો, પરંતુ લાખો કરોડો માણસોને પ્રેરણા, ક્ષમા, દયા, સહનશક્તિ બધું જ શીખવી જાય છે. માઁ પોતાના બાળકને ઉદરથી જ તેનું ચિંતન શરુ કરી દે છે. પછી શિવાજી હોય કે અભિમન્યુ. માઁના ઉદર જેવડી દુનિયામાં એક પણ શાળા નથી. બાળક ઉદરથી જ બધું શીખવા લાગે છે.
ભગવાન પોતે ઘેર ઘેર જઈ નથી શકતા એટલે માઁ નુ સર્જન કર્યું છે. આજે ઘેર ઘેર ભગવાનરૂપી માઁ સાક્ષાત છે. માઁ ના ચરણોમાં જ અડસઠ તીરથધામ વસે છે. મંદિરમાં પૂજા સેવા ના કરીએ તો ઈશ્વર રૂઠતો નથી પરંતુ જે ઘરમાં માઁ દુઃખી હોય ત્યાં ઈશ્વર પણ રૂઠી જાય છે.
માઁ દુનિયામાં સૌથી મોટી યોદ્ધા છે જે પોતાના બાળક માટે ગમે તે પરિસ્થિતિ સામે લડી લે છે.
જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ " માઁ "
જેને કોઈ સીમા નથી તેનું નામ " માઁ "
જેને ક્યારેય પાનખર નથી નડી તેનું નામ " માઁ "
માઁ વિશે તો મહા ગ્રંથ લખીએ તો પણ ટૂંકો પડે.
"માઁ તે માઁ બીજા વગડાના વા "
