આશા સાગરની રાહ જોઈ રહી છે ત્યારે જ સાગર આશાની આંખો ઉપર હાથ રાખી અને કંઈ પણ બોલ્યા વગર આશાની પ્રતિક્રિયા જોવા માટે ચુપચાપ ઉભો રહે છે. ' સાગર હજી તારું નાનપણ ગયું નથી લાગે ? શેની મજા આવે છે મારા જેવી આંધળીની આંખો બંધ કરવામાં ? હું આંખો બંધ રાખું કે ખુલી ? શું ફરક પડવાનો છે ? ' આશા ઉદાસ મને બોલી.
' શું હું તારો મજાક ઉડાવી શકું ? અને આ શું બોલ્યા કરે આંધળી ? ' સાગરે ગુસ્સામાં કહ્યું. ' તો શું કરું ? અંધાપો મારી કમજોરી છે અને કોઈ કમજોરી પાર ઘા કરે તો હૃદયમાં તીક્ષ્ણ તીરના જેમ ઘોપાઈ છે. ભગવાને મને આંધળી બનાવી છે તો પોતાને આંધળી જ કહીશ ને ? ' સાગર આશાની વાતનો જવાબ આપવા અસમર્થ હતો. આશા પોતાની વાત આગળ વધારતા કહ્યું ‘પણ સાગર...મને તેનો કોઈ અફસોસ નથી. ભલે ભગવાને મારી આંખની રોશની નથી આપી પણ ભગવાને મને તારા જેવો દીપક આપ્યો. તારા પ્રેમનો પ્રકાશ જ કાફી છે ! બીજું શું જોઈએ મને ? તારા અને તારા પ્રેમના સહારે પુરી જિંદગી ગુજારી દઈશ .'
' આ બધી વાતો બસ કહેવા માટે સારી લાગે. મને કોઈ અફસોસ નથી... પાસે તું છે તારો પ્રેમ છે... મને શું જોઈએ ?" વગેરે વગેરે... સાચે આશા ! તને કોઈ પણ નહીં જોઈએ ? ચાલ માની લે જો ભગવાન તને કંઈ આપવા માંગે તો... તો શું માંગત ?' ' ભગવાને તને આપીને પહેલેથી જ એમનો ઋણી બનાવી દીધી છે અને જો ભગવાન મને કંઈ આપવા જ માંગતા હોય તો હું ભગવાન પાસે તને જોવા માટે આંખો માંગીશ. હા સાગર હું તને એકવાર જોવા માંગુ છું. લોકો ભગવાનને જોવા કેવી-કેવી તપસ્યા કરતા હોય છે હું તને જોવા કોઈ તપસ્યા કરવા તૈયાર છું. '
' એકવાર શું ? તું મને હંમેશા માટે જોઈ શકીશ અને મને શું ? આખા જગતને જોઈ શકીશ ' સાગરે આશાને પોતાની બાહોમાં ભરતા કહ્યું.
' સાચે આવું થઈ શકે ? ' આશા ઉમીદભર્યા સ્વરે બોલી. ' હા હા કેમ નહીં... પર તેના માટે તારે મારી વાત માનવી પડશે ! તે પણ એક પણ સવાલ જવાબ કર્યા વિના ! ' સાગર આટલું કહી થંભી ગયો.
' પહેલા જ કહ્યુને એક પણ સવાલ કર્યા વગર વાત માનવું પડશે !’
‘ઠીક છે હવે તો બોલ ‘ ‘કહું છું, પણ... વાત કહેતા પહેલા તારે મને એક વચન આપવું પડશે કે તું ના નહિ કહે ! અને ના કહશે તો તારે મને અને મારા પ્રેમને ભુલાવી ભુલાવું પડશે..અને તારી હામાંજ મારી ખુશી છે. ' ' તારી ખુશી માટે હું કઈ પણ કરવા તૈયાર છું, તારાથી જ મારી હયાતી છે જો ના હોત તો મને જ ખબર નથી હું ક્યાં હોત ! તારા વગર મારું કોઈ અસ્તિત્વ નથી. સાગર બોલ હું તારી બધી વાત માનીશ' આશા વચન નિભાવવાનું કહ્યું. ' હું મારી એક આંખ તને ડૉનેટ કરવા માંગુ છું. તું મને મારી આંખથી જોઈ શકીશ, આખા જગતને જોઈ શકીશ. જો ના નહિ કહીશ ! તારી આંખની જ્યોતિ માટે આ જ છેલ્લો રસ્તો છે. તારી આંખને રોશની મળે એ જ મારું સપનું છે.' સાગરે આંખોમાં સાગર વરસાવતા કહ્યું. ' ના ના સાગર મને ખબ ર ના હતી કે તું આવું વચન નિભાવવાનું કહશે !' ' એટલે આનો એ અર્થ થયો કે તું મને પ્રેમ નથી કરતી, ઠીક છે તો આજ થી આપણે...'
આશા સાગરના હોઠો પર હાથ રાખી દીધો.
' આગળ એક શબ્દ નહિ બોલતો તું જે કહશે તે હું કરીશ પર મારાથી અલગ થવાની વાતના કરતો... મારાથી અલગ થવાની વાતના કરતો...' આશા આંસુઓની એકધારી ધારા વહાવતી સાગરના પગમાં ઢળી પડી.
' આશા મને માફ કરજે મેં તમે રડવવા કે દુઃખ પહોંચાડવા નથી માંગતો. પણ તું જોઈ શકીશ તો બધાંથી વધારે ખુશી મને થશે ' સાગર આશાને સંભળાતા કહ્યું. ' મેં બધો બંદોબસ્ત કરી દીધો છે, બે દિવસ પછી તારી આંખનું ઓપરેશન થઈ જશે. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું હોસ્પિટલમાં સાથે જ રહીશ ' સાગરે આશાને આશા આપતા કહ્યું.
આખરે આશા આંખનું ઓપરેશન માટે માની ગઈ અને બે દિવસ પછી એક આંખનું ઓપરેશન થયું.
' આશા, અભિનંદન ! તારી આંખનું ઓપરેશન સફળ થયું હવે તું એક આંખથી આ રંગીન દુનિયા જોઈ શકીશ.' ડોક્ટરે કહ્યું આશાએ એવું સ્મિત વેર્યું કે જાણે નવી આંખની ચમક હોઠોં પર આવી ગયી હોય !
' તું નવી આંખથી પહેલાં કોને જોવા માંગીશ ?' ડોક્ટરે પૂછ્યું.
' મારા સાગર ને ' આશાએ પ્રેમથી કહ્યું.
' એનો મતલબ એ થયો કે તને ખબર હતી કે તને એક આંખ સાગર જ ડોનેટ કરી છે ?' ' હા ડોક્ટર ! સાગરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે તેણે મને એક આંખ જ નહીં પણ નવું જીવન પણ આપ્યું છે. હું સમુદ્રની રેતીના જેમ વિખરાયેલી હતી સાગરે મને સહારો આપીને રેતીમાંથી મુરત બનાવી. આજના જમાનામાં કોણ એક અનાથ અને તે પણ જનમ જાત આંધળીને સહારો આપે છે ? આંખની રોશની આપે છે ? પ્રેમ આપે છે ? મેં કેટલીવાર ના કહ્યું ! છતાં પણ સાગરે મને એક આંખ ડોનેટ કરી.. તે કહેતો હતો કે આપણે બંને એક આંખથી દુનિયાને જોઈશું... એક આંખથી એકબીજાને જોઈશું.'
' તમારો બંનેનો પ્રેમ સાચાં પ્રેમની સાબિતી આપે છે. સાચે તમારો પ્રેમ બધાંથી હટકે છે ' ડોક્ટરે અભિનંદન આપતા કહ્યું. ' આભાર તમારો ડોક્ટર ! પણ સાગર હજી સુધી કેમ નથી આવ્યો ? તે સારો તો છે ને ? ' - આશાએ વાતમાં ચિંતા દર્શાવતાં કહ્યું. ' હા તે સારો જ છે બસ અત્યારે આવતો જ હશે ' ડૉક્ટરે આશાને તસલ્લી આપતાં કહ્યું.
' ચહેરા હૈ યા ચાંદ ખીલા હૈ, ઝુલ્ફ ઘનેરી શામ હૈ ક્યા ? સાગર જૈસી આંખોવાલી, એ તો બતા તેરા નામ હૈ ક્યા?
' આ ગીત સાગરને ખૂબ જ પસંદ છે. તે મને 'સાગર જૈસી આંખોવાલી' કહેતો. તે કહેતો હતો કે તે સાગર અને હું તેની આંખ એટલે થયું ને 'સાગર જૈસી આંખોવાલી' ? આશા નાના બાળક જેવું હસીને બોલી.
' અરે વાહ ! આનાથી ખબર પડે છે કે તમે એકબીજાથી કેટલો પ્રેમ કરતાં છો ! તમારો બંનેનો પ્રેમ હટકે તો છે જ પણ આખી દુનિયાથી હટકે છે ' ડોકટરે કહ્યું.
' આખી દુનિયાથી હટકે છે ? ' આશાએ ઉત્સુકતાથી પૂછ્યું.
' હા તો આખી દુનિયાથી હટકે જ થયો ને પ્રેમ ! ' ડોક્ટરે કહ્યું.
' તે કેવી રીતે ડોક્ટર ? ' આ વખતે આશાએ વધારે ઉત્સુકતાથી પૂછ્યું.
' સાગર જે પહલેથી જ એક આંખે જોઈ શકતો હતો તેણે તેના પ્રેમને જ્યોતિ આપવાં પોતાની એક આંખ એમનાં પ્રેમને આપી શકે આના જેવો પ્રેમ ક્યાં જોવા મળે ? એટલે જ તો તે તને 'સાગર જૈસી આંખોવાલી' કહીતો હતો. '
ડોક્ટર આટલું કહીને જતા રહ્યા.
ડોક્ટરની વાત સાંભળીને આશાનું દિલ સુન થઈ ગયું, દિલો દિમાગ પર ડોક્ટરની વાતો મોજાંની જેમ ઉછાળવા લાગી. આશાના મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળ્યો. તેની આંખ કે તેની વેદના વ્યક્ત કરતી હતી. આશાની નવી આંખે દુનિયાને જોવા પહેલા જ રડવાનું શીખી લીધું.