Kirangi Desai

Drama

5.0  

Kirangi Desai

Drama

સાચું સુખ

સાચું સુખ

7 mins
574


એ વાતને પુરા બે વર્ષ થઈ ગયા. અને આ બે વર્ષમાં સાહિત્ય જગતમાં નિયતી ઉગતો સિતારો થઈ ચૂકી , દર બુધવારની પૂર્તિમાં નિયતી આજની નારીની હિંમત બમણી કરીદે એવી ધારદાર ભાષામાં લેખ લખતી..એને વાંચનારો અને અનુસરનારો વર્ગ બહોળો હતો..એ જેટલું બોલ્ડ લખતી એટલુંજ બોલ્ડ વિચારતી પણ હતી..આજે નિયતીની પ્રતિષ્ઠા સામે એ ખુદને સાવ નાનો અને તુચ્છ ગણતો. વિચારોમાં ને વિચારોમાં પોતે ક્યારે મધવવાડી હોલ પહોંચી ગયો તેનો ખ્યાલજ ના રહ્યો સડસડાટ પગથિયાં ચડીને જોયુતો મધવવાડી હોલ તળિયોના ગડગડાટ સાથે ગુંજી રહ્યો હતો અને તે સાથેજ નિયતીએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું..

"સુખી થવા અઢળક પૈસાની જરૂર નથી, દરેકના જીવનમાં ક્યાંક કંઈક હમેશાં ખૂટતુંજ હોય છે પણ શું ખૂટે છે એની પાછળ ભાગવા કરતાં પોતાની પાસે શુ છે તેમાં જીવવાની મજાજ કંઇક અલગ છે."


"વ્યક્તિ દીઠ સુખની વ્યાખ્યા અલગ હોય છે પણ તેને કેવીરીતે માણવું તે તો આપણાજ હાથમાં છે.."


"સ્ત્રી અને પુરુષ બંને અલગથી પોતાની રીતે આગવી ઓળખ ઉભી કરતાં હોય છે પણ જ્યારે તેઓ એક હોય છે ત્યારેજ સમાજમાં તેમની એક ઓળખ બને છે, ઈજ્જત વધે છે."

નિયતીને એકી ટશે જોઈને અલય તેને સાંભળે જતો હતો. જેમ જેમ નિયતી બોલે જતી તેમ તેમ તેને પોતાની જાત પર વધારે ગુસ્સો ચડતો..જાણેકે આ બધું પોતાના માટે જ  કહેવાતું હોય તેમ ! ખૂબજ સુંદર - મહેકતા ફૂલોથી મઢેલા સ્ટેજ પરથી નિયતીએ જેવું પોતાનું વક્તવ્ય પૂરું કર્યું કે તરત લોકોએ તેને તાળિયોના ગડગડાટ સાથે વધાવી લીઘી. જાજરમાન સ્ત્રીને શોભે તેવી અડગ ચાલે મોહક સ્મિત સાથે લોકોનું આહવાન ઝીલતી તે પહેલી હરોળમાં બેઠેલા એક વ્યક્તિ સામે આવી, તેમનો હાથ પોતાનાં હાથમાં લઈ તેને ખુબજ પ્રેમથી સ્ટેજ પર લઇ ગઇ અને એટલાજ ઉમળકા સાથે તે ફરીથી શ્રોતાઓને સંબોધતા બોલી, "આજે હું આપ સૌની એક વિશેષ વ્યક્તિ સાથે ઓળખ કરાવું.."મીટ માય હસબન્ડ - અભિનવ આહુજા ",

"જેઓ એક હાઈસ્કૂલ ટીચર છે..મારી સફળતાનો પૂરો શ્રેય તેમનેજ આભારી છે.."

"હું આજે જે કાઈ છું તે તેમના લીધેજ છું તેમના સતત પ્રોત્સાહન અને સપોર્ટના લીધેજ આજે હું આ જગ્યાએ પહોંચી શકી .."

અને "મને ખુબજ ગર્વ છે કે હું દિલથી અમીર વ્યક્તિને પરણી છું." આ વાક્યો સાંભળતાજ અલય સાવ નંખાયેલી સ્થિતીમાં ત્યાંથી નીકળી ગયો..

*****


મુંબઇનો દરિયા કિનારો જાણે અલયનો એક માત્ર સાથી હોય તેમ ત્યાં કલાકોને કલાકો સુધીએ બેસી રહેતો.પણ કોણ જાણે કેમ આજે આજે આ દરિયાનાં મોજા પણ પારકા લાગતા, એનો ઘૂઘરાટ પણ પોતાની સામે કંઈ કેટલીય ફરિયાદ કરતો હોય તેવું લાગતું હતું. આ ઠંડી હવા ની લહેરો પણ જાણે ચહેરા પર થાપટ મારતી હોય તેમ ભાસતું હતું.

આ પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ હવે શુ કામનાં? આટલો અધધધ પગાર કોના માટે ?

એકી શ્વાસે અલય વિચારે જતો હતો, દરેક શ્વાસે તેને પોતાની જાત પર ભયંકર ઘૃણા ઉપજતી હતી. બહારની એકલતા કરતા અંદરની એકલતા માણસને એ હદે કોરી ખાતી હોય છે કે એને પોતાના પડછાયાથી પણ નફરત થવા લાગે.અલયના પણ કંઈક એવાજ હાલ હતા.


સાવ ધીમા, નંખાયેલા પગે તે પોતાની કાર તરફ વધ્યો, અને પુર ઝડપે ગાડી હંકાવી મૂકી. લિફ્ટ માં ઉપર જતા જતા એનું ભારે થયેલું મગજ સાવ ફાટી જાય એ હદે દુખવા લાગ્યું..ઘરમાં પગ મુકતાની સાથેજ એ જાણે ત્યાંજ થમ્ભી ગયો.!


ક્યાંથી શરૂઆત કરે, કેવીરીતે કરે કશુંજ સમજાતું નહતું, રસોડામાં વાસણોનો ઢગલો પડ્યો હતો, વાસી થઈ ગયેલાં ખોરાકની દુર્ગન્ધ આવતી હતી..બેડરૂમમાં લગભગ અઠવાડિયા કરતાંય વધારે સમયથી વિખરાયેલાં કપડા અહીં તહીંપડ્યા હતા..મેઈન રૂમની હલતતો એનાથીય વધારે ખરાબ હતી,ફર્શ પર ધૂળના થર જમા થયેલા હતા,વિખરાયેલાં છાપા અને મેગેઝિનને સમેટવાનો પણ તેની જોડે સમય ન હતો, ભુલથી ખીડકી કે કાચ ને હાથ લગાડતા આંગળીઓ મેલી થઈ જાય એ હદે સેપટ જમા થયેલી.. એક મુક્કો જોરથી દીવાલ પર મારી પોતાની જાતનેજ બે ગાળ ભાંડી એ ફરીથી વિખરાયેલાં ઘરને નિસાસા નાખી જોવા લાગ્યો જાણેકે ઘર નહીં એની વિખરાયેલી જીંદગી પર નજર નાખતો હોય એમ..!

એક કપ ચાહ પણ પોતે જાતે નથી બનાવી શકતો અને ગૃહિણીને ઘરનાં કામ કરવામાં શી નવાઈ ! જેવી સાવ સંકુચીત વિચારધારામાં એ માનતો હતો..


પુરુષ નો અહમ એના મગજ પર હદથી વધારે હાવી થઈ જાય ત્યારે એ કોઈની કદર ના કરી શકે પછી ચાહે એપોતાની અર્ધાંગિનીજ કેમ ના હોય!


જેમ તેમ કરીને થાકેલા પગે પરાણે પુરા બે કલાક ઘરકામ કર્યું. તોય ઘર સ્વચ્છ ના થયું, કામ જેટલું પત્યું એટલુને એટલુંજ હજુય બકીજ રહ્યું. પણ એટલી વારમાં તો શરીર થાકીને લોથ થઈ ગયું..મેલી ચાદર પર શરીર લંબાવતા એને રહી રહીને પોતાના કહેલા શબ્દો યાદ આવતા લાગ્યા..

*********


એ દિવસે એણે કદાચ કઈક વધારેજ કહી નાખ્યું હતું..

રસોડામાં ઝટપટ કામ સમેટી નિયતી ચાનાં કપ સાથે અલય સામે જેવી હાજર થઈકે તરત પોતે એક રાડ નાખીને કપ દૂર ફગાવી દીધેલો.

" નિયતી, તું 15 મિનીટ ને 20 સેકન્ડ મોડી છું, આજે મારા એટલા વર્ષો ની મહેનતનું પરિણામ આવાનું છે અને તું તારાજ વિશ્વમાં રાચે છે."


" હું, અલય મેહતા, "શેલત એસોસિએશન" ના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે દાવેદાર છું, મારી જરા સરખી પણ નાદાની કે ભૂલ મારા આટલા સમય ના કર્યા પર પાણી ફેરવે તેવું હું નથી ઇચ્છતો, અને જો એમ થયુતો એની જવાબદાર માત્ર તું હઇશ નિયતી.. "


" બહારની દુનિયા બહુ આગળ વધી ચુકી છે, એ બધા સાથે તાલ મિલાવીને મારે ટોચ પર મારું નામ ગુંજતું કરવું છે," "મારા નામનો ડંકો માત્ર શેલત એસોસિએશન પૂરતો નહિ એથીય આગળ વધવો જોઈએ."


" મારી એક એક સેકન્ડ કેટલી અગત્યની છે એ તું સમજી શકે એવું તારું મગજ નથી રહ્યું."

4 બીએચ કે ના ફ્લેટની આખી દીવાલો ધ્રુજી જાય એરીતે અલય બરાડતો હતો..

" જો કે નિયતી માટે અલયનું આ રૂપ નવું નહતું, જ્યારથી પોતે નોકરી છોડીને માત્ર પોતાના શોખને પ્રાધાન્ય આપવા માંગે છે, પોતે સફળ લેખક થવા માંગે છે માટે પૂરતો સમય પોતાના લખાણ પાછળ આપવા માંગે છે એ વાત એણે અલયને જણાવેલી ત્યારથી એનું વર્તન બદલાઈ ગયેલું."


" એવુ તો શુ છે કે તું ના તો ખુદને સંભાળી શકે છે ના આ ઘર કે ના મારો સમય સાચવી શકે છે "

નિયતી એ રડતી આંખે કટકે કટકે પોતાનો પક્ષ રજૂ કર્યો, "તબિયત ઠીક નથી અલય...થોડું મોડું થઈ ગયું, હું નથી કરી શકતી..ઉપરથી નોકર પણ રજા પર છે..."

અલયે કંઈક વધારે ઊંચા અવાજે કહ્યું, " આખો દિવસ ઘરમાં તમારે ક્યુ કામ હોય છે જેનાથી આટલો થાક ચડે.!

" ઘરની ચાર દીવાલોમાં રહીને કાગળ અને પેન લઈને લખીને ટાઈમ પાસ કરવામાં કેવો થાક ને કેવો માનસિક શ્રમ..!!"


"તમે શુ જાણો બહારની દુનિયા...એમાં રહેલી કોમ્પિટિશન...કોઈ પણ સંજોગોમાં સમયસર કામ કરી આપવનો ભાર, પ્રમોશન ..શરીરની સાથે મગજ પણ કટાઈ જાય..આ બધુંજ સંભાળીને ઘરે આવો ત્યારે તમારા કઈક અલગજ ખેલ ચાલતા હોય."


" નિયતી મેં પહેલાજ તને કહેલું કે મારે બહુ આગળ વધવાનું છે પણ તું એક ટિપિકલ હાઉસવાઈફ નીકળી, પેલા તારા આ નકામાં લખાણના શોખના બહાને જોબ છોડી અને હવે આ તબિયતના ખોટા ધતિંગ શરૂ કર્યા."

"નિયતી ,તું મારા રસ્તામાં અડચણરૂપ ના બનીશ, તારા વાહિયાત બહાના સાંભળવા માટે મારી પાસે અત્યારે કોઈજ સમય નથી...મારે ઘણું કરવાનું છે. બાકી મારા ઘરમાં રેહવું હોયતો મારા સમય પ્રમાણે ચાલવું પડશે..અને હા, તારા આ સાવ વાહિયાત શોખના બહાને મારુ કોઈ કામ બગડ્યું તો કદાચ મારાથી ખરાબ કોઈજ નઇ હોય એ વાત સમજીને ચાલજે.."


અલય પગ પછાડતો ત્યાંથી નીકળી ગયો, પોતાનેજ ભાન નહતું કે એ શું બોલી ગયેલો..!

નિયતી માટે આ રોજનું હતું પણ આ શબ્દો અસહ્ય હતા..નિયતીના ચકરાવે ચડેલા મગજમાં એકસાથે ઢગલો વિચારો ફરી રહ્યાં હતાં.


અલયની કઈક વધારે પડતી મહત્વકાંક્ષા એને પોતાનાથીજ દૂર કરી રહી હતી.પણ એ કશુંજ એને ક્યાં દેખાતું હતું..! એનેતો બસ " પ્રમોશન, પૈસા, પાવર અને પટેસ્ટીજ " આ બધામજ રસ હતો..આ એ અલય નહતો જેને પોતે ચાહ્યો હતો સમયની સાથે બધુંજ બદલાઈ ગયું હતું..કંઈક વિચાર આવતા એ બેગ પેક કરીને અલય ને કશુંજ કહ્યા વગર ચાલી નીકળી મેઝ પર એક પત્ર લખ્યો,


"અલય, એ જીંદગીજ શા કામની જેની કોઈ દીશાજ ના હોય !

તારી અતિ વધુ મહત્વકાંક્ષા તને કશુંજ શાંતિથી પામવા નહી દે, બધુંજ તને કાયમ અધૂરું અને ઓછુજ લાગશે..મારી વાતો પણ તને મારી જેમજ અણગમતી લાગશે..હું આ અલય મેહતાને નહતી પરણી, બદલાતા સમય સાથે તાલ મિલવવામાં તું એ હદે બદલાઈ ચુક્યો છે કે તને તારી જાત કે તારા મૂળ સ્વભાવનું પણ ભાન નથી રહ્યું. હું આરીતે અહીં જીવવા નથી માંગતી. જ્યાં મારા સપના, મારુ સુખ કે મારી ઇચ્છાનું કોઈ માન ના હોય..કોર્પોરેટ ફિલ્ડની જોબજ શ્રેષ્ઠ હોય તેવું જરૂરી નથી. પૈસાની અમીરી કરતાં દિલની અમીરી વધારે જરુરી છે જે તારા સમજની બહાર છે..મારી અલાયદી ઉડાન ભરી શકું તે માટે જ મારી જવાબદારીમાથી તને કાયમ માટે મુક્ત કરું છું.. થોડા દિવસોમાં ડિવોર્સ પેપર સાઈન કરીને મોકલાવી દઇશ, બસ તારી સાઈન એમાં થશે એટલે તું તારા આકાશમાં - તારી દુનિયામાં મુક્ત મને વિહરી શકીશ..

લી - નિયતી.


અહમ જ્યારે મન પર હાવી હોય ત્યારે માણસ કદાચ કશુંજ સારું વિચારી ના શકે..અલયે એક પળનો વિલંબ કર્યા વગર પેપર જેવા મળ્યા કે તરત સાઈન કરીને મોકલી આપેલા.


અલયની ખરી જંગતો એની બીજીજ પળે શરૂ થઇ ગયેલી..

શરૂ શરૂમાંતો બધુંજ બરાબર ચાલ્યું પણ પછી જાણે પળે પળે અલયનો સ્વભાવ તેનો પોતાનોજ દુશ્મન બની બેઠો એક એક સેકન્ડની ચોકસાઈ અને કડક સમય પાલનના આગ્રહી અલયનો સાથ ધીમે ધીમે બધા છોડવા લાગ્યા..બોલ્યો પગાર આપવા છતાં પણ કોઈ નોકર સરખું એ ઘરમાં ટકતું નહિ..ધીમે ધીમે અલય પોતે પોતાનાથીજ જાણે અકળાવા લાગ્યો. મશીનની માફક કામ કરી શેલત એસોસિએશનનું ઉચ્ચ પદતો મેળવી લીધું પણ એની સામે ઘણું ઘુમાવી દીધું.


આજે બે વર્ષમાં નિયતીની પુરી કદર થઈ ચુકી હતી પણ હવે સમય હાથમાંથી સરી ગયો હતો..નિયતી સાવ સામન્ય માણસને પરણીને પણ સૌથી વધુ સુખી જણાતી હતી તેના સપનાને પાંખો મળી હતી તે સાથેજ તેની જિંદગી પણ રંગીન બની ગઈ હતી.

સાચુંજ તો કહેલું નિયતીએ એને દિલથી અમીર બનવું છે હા આજે એ ખુબજ અમીર હતી અને પોતે દૂર દૂર સુધી ક્યાંય નહતો..ભીની આંખે, ભારે હૃદયે તે પોતાની જાતને કોસતો રહ્યો ખરું પૈસાદાર કોણ પોતે, નિયતી કે અભિનવ આહુજા ?ખરેખર સુખી કોણ પોતે કે નિયતી ? ઢગલો રૂપિયા હોવા છતાં, આલીશાન ઘર હોવા છતાં કોરી ખાય એવી એકલતામાં જીવવાનું તો સાચું સુખ કોની પાસે ? મારી પાસે કે સાવ સામન્ય માણસ એવાં અભિનવ આહુજા પાસે ?

પોતે સમજી ચુક્યો હતો કે વધારે દૂર જવાની ઘેલછામાં ઘણું બધું નજીકનું દૂર જતું રહયું..


બંધ આંખે એ માત્ર વિચારતો રહ્યો

" અંતે અજાણ્યા થઈને રહી ગયા એ બે જણા,

જે ક્યારેક એકબીજા વિશે બંધુજ જાણતા હતા."


Rate this content
Log in

Similar gujarati story from Drama