Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

કિશન દાવડા

Action Inspirational

3  

કિશન દાવડા

Action Inspirational

સાચા પ્રેમનું પરિણામ:વિરહ

સાચા પ્રેમનું પરિણામ:વિરહ

6 mins
309


'પરમ, હજુ કેટલી વાર, ચલ ને જલદી કર.'

પરમ : 'આયો ભાઈ બસ એક જ મિનિટ, ઘડિયાળ પહેરું છું. તમે બાઇક કાઢો.'

'ઓકે '(જીગર એ કહ્યું) 

પરમ અને જીગર બંને ભાઈ હતા. બંને ભાઈઓ એકદમ શાંત, પરમનો સ્વભાવ થોડો વધારેજ રમુજી અને જીગર તો પોતાની બોલવાની કલાથી બધાને મોહિત કરી દેતો. બંને ભાઈઓ નો સ્વભાવ ખૂબ જ સરસ હતો.

અમદાવાદ શહેરમાં બંને ભાઈ રહેવા લાગ્યા હતા અને બંને એક માસમાં તો પોતાની આવડત પ્રમાણે નોકરી શોધી ચૂક્યા હતા. પરમ એક પ્રાઇવેટ બેંકમાં જોબ કરતો અને જીગર એક સ્કૂલમાં ટીચર હતો.

બંને લાઇફમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા, બંને એ પોતાના કામથી બધા લોકોને ખુશ કરી દીધા હતા. જોબના દોઢેક વર્ષ માંજ પરમનું પ્રમોશન થયું, તેને વાઇસ મેનેજર બનાવવામાં આવ્યો હતો. તે દિવસે પરમે ગ્રીન ફ્લાવર્સ હોટેલમાં બધા મિત્રોને પાર્ટી આપી હતી. બધા મિત્રોએ પરમ ને શુભકામનાઓ પાઠવી અને અભિવાદન કર્યું. કોઈ બુકે લાવ્યું હતું તો કોઈ ગિફ્ટ.

જીગર એ પરમને એક ઘડિયાળ ગિફ્ટ કર્યું હતું જે લેવા માટે પરમ પોતાની બધી સેવિંગ ખર્ચવા તૈયાર હતો, આ ઘડિયાળ જોતાં જ પરમ જીગરને ભેટી પડ્યો. પાર્ટી પૂરી થતા જ બધા નીકળી ગયા અને પરમ પણ બિલ ચૂકવી જીગર સાથે ઘરે જવા નીકળ્યો. બંને ઘરે પહોંચી ગયા. બીજે દિવસે રવિવાર હતો તેથી બંને એ પોતાનું કામ મોડી રાત સુધી કર્યું. બંને ક્રમશ: સૂઈ ગયા. સવાર પડતાં જ કોયલના ટહુકા સંભળાયા, પક્ષીઓના કલરવનો મધુર આવાજ સાંભળી જીગર ઊંઘ માંથી બહાર આવ્યો. પરમને માથે હાથ ફેરવ્યો અને તરત જ બેડ પરથી ઉતરી ગયો, વહેલો તૈયાર થઈ નાસ્તામાં બંને માટે પૌવા બનાવ્યા, નાસ્તો કરી તે ઘરની બહાર નીકળ્યો કે તરતજ પરમ નો અવાજ સંભળાયો,

'ભાઈ, અત્યારમાં ક્યાં ચાલ્યા, આજ તો રવિવાર છે.'

'જીગરને થોડું કામ આવ્યું હતું. તેથી આવું થોડી વારમાં, નાસ્તો ટેબલ પર રાખ્યો છે,' કહી ને જતો રહ્યો.

પરમ પણ બધું દૈનિક કાર્ય પતાવીને પોતાના મિત્રો સાથે કાંકરિયા ફરવા જવા નીકળ્યો. બધા મિત્રો ત્યાં પહોંચી ગયા. બધા એ નાસ્તો કર્યો અને ત્યાં ફોટા પાડ્યા તેમજ ખૂબ આનંદ કર્યો. આમજ રવિવાર પૂરો થયો, બધા નીકળી ગયા અને ઘરે પહોંચી ગયા. આમ દિવસો વીતતા ગયા અને બંને ભાઈઓ આગળ વધવા લાગ્યાં.

એક દિવસે જીગર સ્કૂલમાં એન્ટર થયો અને તેણે એક દ્રશ્ય એ પહેલી નજરેજ આકર્ષિત કરી લીધું હતું. એક યુવતીને જોઈ ને જ જીગરની તો વિકેટ પડી ગઈ હોય જાણે, ત્યાર પછી જીગર તે યુવતી ના વિચારોમાંજ હોય, અચાનક બેજ દિવસમાં એ યુવતી સ્કૂલમાં હિન્દી ટીચર તરીકે આવે છે અને જીગર મનોમન ખૂબ હરખાઈ જાય છે. સ્ટાફ રૂમમાં બધાની મુલાકાત થાય છે અને જીગર તો પરિતા મેડમને જોયાજ રાખે છે, ત્યાંજ બાજુ માં બેસી રહેલા સમીર સર ખોટી ઉધરસ ખાયને જીગરને વિચારોમાંથી બહાર લાવે છે અને બધા મંદ સ્મિત સાથે હસી પડે છે.

જીગર ની સ્પીચ પરીતા મેડમ ને ખુબજ ગમી જાય છે અને આ દોસ્તીની ગાડી ધીરે ધીરે પ્રેમનાં પાટે ચડી જાય છે, મુલાકાતો વધતી જાય છે, આ ઘટના ના ત્રણેક મહિના પછી જીગર બધી વાત પરમ ને કરે છે અને પરમ પણ જીગરની થોડી મસ્કરી કરે છે.

"ભાઈ તમે ઘબરાઓ નહી, તમારી લવ સ્ટોરી ચાંદ પર પહોંચાડીશ"

આમ કહી પરમ જીગર ને ઉશ્કેરે છે અને જીગર ચિડાય. આવી મસ્તી કરતા કરતા બંને સૂઈ જાય છે. બીજે દિવસે જીગર પરીતા મેડમ સાથે લંચ માટે જવાનું નક્કી કરે છે. આ લવ સ્ટોરી અત્યારે સારા એવા ટ્રેક પર ચાલતી હોય છે. દિવસો વીતતા જાય છે અને થોડાજ દિવસોમાં પરીતા મેડમનો બર્થ ડે હોય છે. જીગર કંઈ સ્પેશિયલ પ્લાન કરે છે, કોલેજ સ્ટાફ અને પરીતાના મિત્રોને ડિનર ડીલાઇટ રેસ્ટોરન્ટમાં પાર્ટી આપે છે. આજ સાથે પરીતા મેડમને બધા ની વચ્ચે પ્રપોઝ કરે છે. પરીતા થોડા સમય માટે તો કોઈ હાવ ભાવજ નથી આપતી, જાણે દુનિયા સ્ટોપ થઈ ગઈ હોય, ત્યાં જ તો પરમ બોલે છે, તમારે મારા ભાભી બનવું છે. પરીતા મંદ સ્મિત અને ખુશીના આંસુ સાથે હા પાડે છે અને તાળીઓના ગડગડાટ સંભળાય છે.

જીગર અને પરીતા બંને ખૂબ જ ખુશ હોય છે. બંને ઘરે વાત કરે છે, પરીતાના ઘરે જીગરને મળવા માટે બોલાવે છે, અને જીગરના પપ્પા પણ આ લવસ્ટોરીને લીલી ઝંડી આપે છે. પરીવારની મુલાકાત થાય છે અને ઓળખાણ પણ વધે છે. બંને પરિવાર સગાઈની તારીખ નક્કી કરે છે.

જીગરને એકાએક ટ્રેનિંગ માટે બહાર જવાનો ઓર્ડર આવે છે, જીગર બધાને મળી ગાંધીનગર માટે નીકળી જાય છે. બે-એક મહિના પછી અચાનક આ સિલસિલો અલગજ મોડ લઈ લે છે. પરીતા એક ફેક્ટરી માં ગન લઈ ને જાય છે અને એજ સમયે પરમ ત્યાંથી નીકળે છે અને તેને ત્યાં ગન સાથે બુલેટ પ્રૂફ જેકેટમાં જુએ છે. તે ખૂબ ગભરાઈ જાય છે અને ધ્રુજતા હાથે જીગરને ફોન લગાવે છે. હાંફતા હાંફતા બધી વાત કરે છે, જીગર ખૂબ ટેન્શનમાં આવી જાય છે અને પરિતાને ફોન લગાવે છે. ૧૮ મિસ્કોલ હોવા છતાં પરીતા એક પણ ફોન ઉપાડતી નથી. જીગર પણ ગભરાઈ જાય છે અને પરિતાના ઘરે ફોન લગાવે છે, ત્યાં તેના પપ્પા ફોન ઉપાડે છે અને જીગર બધું એક શ્વાસે પૂછવા લાગે છે. અરે શાંત થઈ જાવ જીગર કુમાર, તમે શું વાત કરો છો ? ક્યાં છે અત્યારે પરીતા અમે હમણાં જ ત્યાં પહોંચીએ છીએ.

  પરમ તો ગન ની ફાયરિંગથી જ બેહોશ થઈ જાય છે. બધા ત્યાં પહોંચી જાય છે. જીગર પણ ટ્રેનિંગ અધૂરી મૂકી અમદાવાદ માટે નીકળે છે. કદાચ ભગવાનને આ બંનેનું લગ્ન જીવન મંજૂર નહતું. પરિવારના લોકો ત્યાં પરીતાની લાશ જુએ છે. અને તેના પપ્પા પણ બેહોશ થઈ જાય છે. એકદમ દુઃખભર્યું વાતાવરણ છે. બધા રડે છે, થોડી વારમાં જીગર પણ અમદાવાદ પહોંચી પરમને ફોન કરે છે. પરમ પણ માંડ હોશમાં આવ્યો હતો અને એક દર્દ ભર્યા આવજે જીગરને આ ઘટના વિશે જણાવે છે, જીગર રડતા રડતા હોસ્પિટલ પહોંચે છે, જીગર પણ પોતાને લાગેલા આ આઘાતને માટે ભગવાનને દોષી ઠરાવે છે. અને ખૂબજ રડે છે. એટલામાં જ ત્યાં પોલીસ આવે છે અને જીગર એક લેટર આપતા કહે છે કે આ લેટર પરિતના જેકેટમાંથી મળી આવ્યો છે. પોલીસ બધી કાર્યવાહી પતાવી ત્યાંથી રવાના થાય છે.

જીગર પેલો લેટર વાંચે છે. તેમાં આ પ્રમાણે લખ્યું હોય છે,

"મમ્મી, પપ્પા, જીગર, પરમ ભાઈ, આ લેટર તમને મળી ગયો છે એટલે હવેે હું આ દુનિયામાં નથી. મે તમારા બધાથી એક વાત છુપાવી હતી. હું ઇન્ડિયન ક્રાઇમ ડીટેક્ટીવ એજન્સી માટે કામ કરતી હતી.

મને મારા દેશ માટે કઈક કરી બતાવવું હતું.

પણ જો હું તમને જાણ કરેત તો તમે કોઈ પણ મને આ કામ માટે હા ના પાડી હોત. તેથી જ મે કોઈને પણ આ વાત ની જાણ કરી નહતી. મને દુઃખ છે કે મારે કારણે તમે અત્યારે ખૂબ જ દુઃખી છો. મે જે કર્યું છે એ કદાચ તમને નહિ ગમ્યું હોય, પણ અમારી એજન્સી એ હજારો નિર્દોષ લોકોને બચાવ્યા છે. અને મારે મારો જીવ દેશના રક્ષણ માટે આપવો પડે તો એ તો ગર્વની વાત છે. પપ્પા, હું હર પળ તમારી દીકરી બનીને સાથે જ છું., મમ્મી, તું જ્યારે પણ શીરો બનાવ ને ત્યારે મને ભૂલતી નહિ, અને પરમ ભાઈ, તમારી સાથે હંમેશા એક મોટી બેન છે, એ તમને ક્યારેય છોડી ને નહિ જાય, જીગર, મને માફ કરી દો કે મે આ વાત છુપાવી તમારાથી, પણ તમે હવે એક બીજું પાત્ર શોધી લેજો, અને હા મને તમારી બધી ખબર છે, હું તમારા પર ૨૪ કલાક નજર રાખું છું. મારી સોતન ને બવ હેરાન ના કરતા."

જય શ્રી કૃષ્ણ.

બસ આ જ રીતે એક તરફ વિરહની પીડા સાથે જીગર અંદરથી ભાંગી પડે છે, અને પરિતાને મરણોપરાંત વીરચક્રથી સમ્માનિત કરવામાં આવે છે.

ખરેખર, આમ તો આ ખૂબ હૃદયસ્પર્શી અંત છે.


Rate this content
Log in

More gujarati story from કિશન દાવડા

Similar gujarati story from Action