સાચા પ્રેમની પરખ-૩
સાચા પ્રેમની પરખ-૩
"હા,હા સીમી હાથ છોડું છું બાય."
"બાય રામ ધ્યાન રાખજે. તું મને ક્યારે પણ ફોન કરી શકે છે."
"સાચે સીમી તું કહીશ તો જ ફોન કરીશ."
"હા, હા રામ મેં કહ્યું ને કરજે મને પણ ગમશે તારી સાથે વાત કરીને તું ચિંતા ન કર મને કોઈ વાંધો નથી."
"ઠીક સીમી ચાલ બાય તને મોડું થશે."
"રામ કેમ મને ભગાડે છે ?"
"હું તને ભગાડતો નથી સીમી તે જ મને કહ્યું હતું મને મોડું થાય છે."
“હા રામ મજાક કરતી હતી તને ગમે તો કાલે આજ ગાર્ડનમાં આવજે આપણે બહુ બધી વાતો કરશું મને મેસેજ કરજે તું આવે છે કે નહીં ? અને મને મિસ કોલ કરજે એટલે તારો નંબર પણ મારી પાસે હોય."
" હા સીમી હું આવીશ પણ થોડો મોડો આવીશ. હું લાયબ્રેરીમાં ભણવા જાઉં છું. સીમી હું લાયબ્રેરીમાંથી બહાર આવીશ એટલે તને મેસેજ કરીશ અને હમણાંજ થોડી વારમાં હું મિસ કોલ આપું છું મારા નંબરથી એટલે તારી પાસે મારો નંબર આવી જશે ઠીક છે સીમી."
"હા,હા ચાલ રામ કાલે મળીશું."
ત્યાર બાદ સીમી રામથી છુટ્ટી પડી એટલે રામના મિત્રો રામની વાટ જોતા હતા. રામને થયું મારા મિત્રો કેમ નથી દેખાતા ત્યાં ગાર્ડનની બહાર રામના મિત્રો દેખાયા પણ સીમી માટે રામ કાંઈ બોલ્યો નહીં.
રામના મિત્રોએ રામને પૂછ્યું “મજા આવી ગાર્ડનમાં ?”
"રામથી તો ખુશીથી બોલાય ગયુ બહુ મજા આવી ગઈ."
કેટલા વખત પછી રામની ખુશી જોઈને એના મિત્રો ખુશ થઈ ગયા.
"ખુબ સરસ રામ તારી ખુશી જોઈને અમે ખુશ છીએ."
"રામ તારી ખુશી અમે અમારા મોબાઈલમાં કેપ્ચર કરી છે.”
"એમ મિત્રો બતાવો એ શું છે ?"
"રામ નારાજ ન થતો અમે તારી ખુશી માટે કર્યું છે.”
"ના,ના જલ્દી બતાવો."
"ઠીક છે અમે બતાવીયે છીએ. આ જો કોઈને નહીં બતાવતો એ તો અમે તારા માટે ફોટા અને વિડીયો લીધા છે."
રામ હસતાં બોલ્યો,"અરે વાહ બહુ સરસ મને બહુ ગમ્યું પણ તમે લીધા કેવી રીતે કોઈએ જોયું નહીં ?"
“એ તો અમે બીજી બાજુ જઈને અવાજ બંધ કરીને તારા માટે કર્યું."
"ઓહો એમ તો મને મોકલો મોબાઈલમાં." ને હસ્યો.
"અચ્છા રામ તને કેમ જોઈએ છે ?" ને હસ્યા.
“શું મજાક કરો છો તમે તો કહ્યું મારા માટે લીધું એટલે કહ્યું આપવાનું ન આપવું હોય તો કાંઈ નહીં.”
"અરે રામ મોક્લાવીયે છીએ એ તો તારી ખેંચતા હતા."
“તું બોલ તે છોકરી તારા પર પડી એ તને ખબર પડી કે નહીં કે નાટક કરતો હતો ?" ને હસ્યા.
"મિત્રો સાચે કહું છું મને ખબર ન પડી. હું તે પરિવારને જોઈ રહ્યો હતો અને વિચાર કરી રહ્યો હતો એટલે મારું ધ્યાન જ ન હતું."
"ઓહ રામ એવી વાત હતી. જયારે ખબર પડી તો તને કેવું લાગ્યું ?" ને હસ્યા.
રામ હસતાં બોલ્યો, “મને એની સાથે સારું લાગ્યું અને હવે અમારી ઓળખાણ પણ થઈ ગઈ. મેં કહ્યું મને તારી સાથે વાતો કરવાની મજા આવે છે એટલે એને મને એનો નંબર આપ્યો અને એને કહ્યું તને ચાલે તો કાલે આપણે એજ ગાર્ડનમાં મળીયે એટલે મેં મળવાની હા પાડી દીધી."
"ખુબ સરસ રામ એને મળજે. અમે તારા માટે બહુ જ ખુશ છીએ."
“મિત્રો આ બધું તમારા લીધે થયું તમે મને ગાર્ડનમાં ચાલવાનું કહ્યું મેં તો ના પાડી હતી પછી તમે બહુ કહ્યું એટલે હું તમારી સાથે આવ્યો."
"રામ એ તો તને એને મળવાનું લખ્યું હશે એટલે તમે બન્ને મળ્યા."
રામ હસીને બોલ્યો, "ઓહ એમ મિત્રો ?"
રામના મિત્રો પણ હસીને બોલ્યા, "હા, હા રામ એને પણ તારી સાથે મજા આવી ગઈ એવું લાગતું હતું એ તો ઊભી જ થતી ન હતી."
"એવું કાંઈ નથી મિત્રો એને મને કહ્યું તેને ખુબ કોશિશ કરી પણ તે ઊભી થઈ ન શકતી હતી."
રામના મિત્રો હસીને બોલ્યા, "એ તો એમ જ કહે ને. તે થોડી કહે કે એને આવી રીતે તારી સાથે બહુ ગમ્યું."
"ના,ના મિત્રો એવું કાંઈ ન હતું. મને લાગતું હતું તે સાચું કહી રહી હતી."
"રામ જયારે તારું ધ્યાન ન હતું ત્યારે એ તને જ જોઈ રહી હતી અને એના ચેહરા પર ખુશી છલકાતી હતી."
રામ હસતા બોલ્યો, " અચ્છા મિત્રો. એને સમજાતું નહીં હોય શું કરું મારું ધ્યાન ન હતું એટલે મને જોતી હશે."
એના મિત્રો હસીને બોલ્યા, "એની બહુ તરફેણ કરે છે. તને એ એક જ દિવસમાં સમજાઈ ગયું એ બરાબર કહેતી હતી."
"હા, હા મિત્રો મને તો એવું જ લાગતું હતું." ને હસવા લાગ્યું.
"ઓહ શું વાત છે રામ અમે કહ્યુંને તારી સાથે એ છોકરી હતી એટલે તને એક દિવસમાં જ એની સાથે મજા પડી ગઈ.એ અનેરી ખુશી તારા ચેહરા પર છલકાતી હતી."
"એવું કાંઈ નથી મિત્રો તમે શું ક્યારની મારી મજાક કરી રહ્યા છો હવે એ વાત છોડો હવે બીજી વાત કરો."
"ના,ના રામ આ લે તને ફોટા અને વિડીયો મોકલાવ્યા છે. એ સાચવીને રાખજે અમને આ વાત કરવામાં મજા આવે છે."
"એવું છે મિત્રો બહુ મજાક કરી લીધી તો ચાલો હું ઘરે જાઉં છું કાલે મળીએ.”
"કેમ રામ જાય છે ?"
રામ હસતાં બોલ્યો "મારે સીમી સાથે વાત કરવી છે."
"એમ રામ એનું નામ સીમી છે ?"
"હા મિત્રો એનું નામ સીમી છે. એને જ મને કહ્યું જયારે મન થાય તો મને ફોન કરી લેજે."
“અરે વાહ રામ તો તો જા ઘરે એની સાથે વાત કરી લે." ને હસ્યા.
ક્રમશ:
