રુપ
રુપ


સવારથી જ આજે એ રડતી હતી.
જે રૂપને સવારવા એ કલાકો વેડફતી, ખચૅ કરવામા પાછી ના પડતી, એ રૂપ પાછળ એની મા ની મહેનતનો એહસાસ પહેલી વખત થયો.
ગઇકાલે અનાયાસે જ મા નો હાથ એના હાથ ને સ્પર્શી ગયો...
અને એ છક થઇ ગઇ.
હંમેશા પોતાના રૂપ પર અભિમાન કરનારી છોકરીને પોતાની મા ના સ્પર્શે એ એહસાસ કરાવ્યો કે મહેનત ના ખરબચડા હાથ થી જ તેનું અસ્તિત્વ આટલું સુંદર હતું.....