કોણ મોટુ ?
કોણ મોટુ ?
એક પછી એક સફળતા!
અને સૌથી મોટુ એમ્પાયર...
બસ આટલુ પુરતુ હતુ સુહાસ ના અભિમાન માટે. જ્યાં હાથ નાખ્યો, ત્યાંથી સોનુ જ મળ્યુ, એમ કહી શકાય. પ્રભુ ઉપર જરા પણ શ્રદ્ધા ના રાખનારો આ માણસ આજે નત મસ્તકે બેઠો છે મંદિરમાં ! અને પોતાનો આકસ્મિક બચાવ એ પણ ખતરનાક અકસ્માતમાં.
આજે એનુ અભિમાન ઓગળી રહયુ હતુ. અને એક જ પ્રશ્ન ફરતો હતો મગજમાં, કે તારાથી મોટુ કોણ ?