Rajeshri Patel

Inspirational

4  

Rajeshri Patel

Inspirational

ઋતુઓની ખાસિયત

ઋતુઓની ખાસિયત

2 mins
430


શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત,

વરસાદે વાગડ ભલો ને મારો કછડો બારેમાસ.

ઉપરની પંક્તિ દર્શાવે છે કે જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ ઋતુનો આહલાદક અનુભવ થાય છે.

પંકજ સ્કૂલે રોજ ભણવા જાય છે. એક દિવસ પંકજ સ્કૂલે હતો. ત્યાં ચોમાસાની ઋતુ અને બપોરે બાર વાગે ધોધમાર વરસાદ શરુ થયો. વરસાદ પણ એવો લૂચ્ચો કે છોકરાઓને છૂટવાનો સમય થાય અને વરસાદ આવે. ત્યારે પંકજને વિચાર આવ્યો કે આ વરસાદ કેમ પડતો હશે ? ઠંડી કે ગરમી કેમ પડતી હશે ? પંકજે આવો પ્રશ્ન ક્લાસમા ટીચરને કર્યો. ટીચરે કીધું કે ચાલો વરસાદ આવે છે ત્યાં સુધીમા બધી ઋતુ વિશે તમને સમજાવું.

આપણા દેશમા મુખ્યત્વે ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણી પૃથ્વી થોડા અંશે નમેલી છે, તેના લીધે જ પૂરી દુનિયામાં ઋતુઓનો અનુભવ થાય છે. જો પૃથ્વી નમેલી ના હોત તો એક જગ્યાએ એક જ ઋતુ હોત. આપણે ત્યાં બધું ઋતુ સાથે સંકળાયેલું છે જેમ કે ચોમાસામા વરસાદના આગમનથી સૌથી વધુ તો ખેડૂત ખુશ થાય છે. વરસાદ વરસતા જ માટીમાંથી મીઠી સુગંધ આવે જે મનને અનેરો આનંદ આપી જાય છે. વરસાદમાં ગરમા ગરમ ચા પીવાની ઈચ્છા થાય, ગરમાં ગરમ નાસ્તો કરવાની ઈચ્છા થાય છે. શિયાળામા સવાર સવારમાં ગુલાબી ઠંડીમાં બહાર નીકળવાની પણ ખુબ મજા આવે. ગુલાબી ઠંડી શરીરને સ્પર્શતા જ અનેરો રોમાંચ વ્યાપી જાય છે. તો ચોમાસામા વરસાદમા નહાવાની ખુબ જ મજા આવે. સાથે ઝાડ પાન પણ નાહી ધોઈને એક દમ સ્વચ્છ થાય જતા હોય છે. ચારે બાજુ હરિયાળી ખીલી ઉઠે છે.

શિયાળામા સવારમા ખુલ્લા મેદાનમા બાળકોને ક્રિકેટ રમવાની તો પ્રેમી પંખીડાઓ નદી કિનારે બેસીને ખળખળ વહેતા પાણીના અવાજને માણવાની મજા તો કોઈ ભાગ્યશાળી જ લઇ શકે. સારા સ્વાસ્થ્ય માટે શિયાળો એક દમ સારો છે લોકો સવારમા ચાલવા જાય, જીમમા કસરત કરે, સારું ભોજન લે અને બહુ ઠંડી હવા લીધા પછી ગરમી પણ સહન કરવી પડે. ઉનાળે તો પગના તળિયા બાળી નાખે એવી ભયાનક ગરમી પડે. ઠંડો ખોરાક ખાવાનું મન થાય. ઉનાળે તો પાણી વાળા ફળ જેમ કે તરબૂચ , સાકરટેટી અને કેસર કેરીનો સ્વાદ માણવા મળે લોકો વોટર પાર્કમા નહાવા જાય. હિલ સ્ટેશન પર ફરવા જાય. અલગ અલગ ઋતુમા તહેવાર પણ અલગ અલગ ઉજવે. આપણે બધું ઋતુ મુજબ જ ગોઠવેલું હોય છે. આ બધી વાત છોકરાઓ સાંભળીને ખુશ થઈ ગયા. વરસાદ પણ વરસતો બંધ થયો. પંકજને તો આજ પહેલી વાર ઋતુ પ્રત્યે પ્રેમ ઉભરાયો. છોકરાઓ પણ પાણીમા છબછબિયાં કરતા કરતા ઘર બાજુ નીકળી ગયાં. 

આપણે પણ હંમેશા કુદરતની જે સાયકલ છે. જે ઋતુ ચક્ર છે તે મુજબ રહેવુ જોઈએ અને આનંદ માણવો જોઈએ. બધી જ ઋતુઓ પાસે પોતાની અલગ અલગ ખાસિયત છે.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational