Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

PRAJAPATI TUSHAR

Crime


4  

PRAJAPATI TUSHAR

Crime


રિટાયર્ડ ફોજી રાયસંગ

રિટાયર્ડ ફોજી રાયસંગ

10 mins 252 10 mins 252

અરે ! આ શું ? બધા જ કેદીઓ એક તરફ જોવા લાગ્યા, જોયું તો "એક યુવાન પી.એસ.આઈ." કેડમાં બંદૂકને માથે ટોપી, કાળા ગોળ-મટોળ ચશ્માં, એકદમ લાલ કલરના પોલિશ બુટ અને તેમના હાથમાં હાથ- કડી અને તે હાથ-કડીમાં એક જુવાન છોકરાનો હાથ કે, જેને "પી.એસ.આઈ યુવરાજસિંહ" પકડીને જેલ તરફ લઈને આવતા હતા. 'કેદીના કપડામાં છોકરાને આવતા જોઈને બધા જ કેદીઓ આશ્ચર્યચકિત થઈ ગયા.' જોતા જોતામાં જ પી.એસ.આઈ. એ તેને કેદીઓ સાથે જેલમાં ધક્કો મારીને અંદર કર્યો.

    છોકરો જેવો જેલનાં એક ખૂણામાં બેઠો કે, તરત જ એક મોટી ઉંમરના કેદી આવ્યા અને પૂછ્યું કે, અરે બેટા ! આ ભણવાની ઉંમરમાં કેદની સજા કેમ ? છોકરો નીચું જોઈને ઘડિક તો કંઈ બોલ્યો જ નહિ. પણ થોડીવારમાં જ અવાજ આવ્યો કે, હું નિર્દોષ છું, છતાં પણ પોલીસ મને અહીં પકડીને લઈ આવ્યા છે. "સાંભળતા જ તે કેદી બોલ્યાં કે, પણ થયું શું છે ? અને કોણ છે તું ? તારું નામ શું છે ? તને કેમ અહીં લાવ્યા છે ? વગેરે પ્રશ્નો કરવા લાગયા"

    અરે કાકા ! કહું છું, થોડી ધીરજ તો રાખો; એમ બોલતાં જ છોકરાએ ઊંડો શ્વાસ લીધો અને આંખમાંથી ઝરમર-ઝરમર ઝર-ઝરીયા પાડવા લાગ્યો અને હિબકે-હિબકે રડવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને પેલા કેદી કાકાને પણ દયા આવી એટલે તેના માથા પર હાથ ફેરવતા-ફેરવતા કહેવા લાગ્યા કે, છા'નો રહી જા મારા દીકરા; સૌ સારા વાના થઈ જશે. જો તું નિર્દોષ છે તો તને ચોક્કસ ન્યાય મળશે.

    હું નિર્દોષ નહિ છૂટું કાકા એ લોકો હવે મને ક્યારેય નહીં છૂટવા દે. એટલું બોલી છોકરો પાછો રડવા લાગ્યો. 'ઓય શું આમ નમાલાની જેમ રડે છે;' છા'નો રહી જા જોય. કાકા થોડા ગુસ્સેથી બોલ્યા, ત્યાં જ રડવાનો અવાજ શાંત થયો.

        કાકા હસતા- હસતા બોલ્યા કે, શું થયું તે હવે કહીશ ? કે, પછી હજું રડવું જ છે મારા બાપલીયા. ત્યાં તો છોકરાનાં 'મોં' પર નાનું એવું હળવું સ્મિત દેખાયું અને બોલ્યો; કાકા તમે તો બીજા કેદીથી અલગ જ છો અને તમારો સ્વભાવ પણ કેટલો સરસ છે. તો પણ તમે જેલની સજા કાપી રહ્યા છો ? માનવામાં નથી આવતું હો !

    "કાકા મૂછનો આંકડો ફેરવતા વટથી બોલ્યાં; રાયસંગ ફોજીનો સ્વભાવ તો, આ ફોજમાંથી નિવૃત્તિ લીધા પછી સારો થયો છે. બાકી ફોજમાં રાયસંગને શાંત કરવા ભલ-ભલા અધિકારીને નવ-નેજા પાણી ચડી જતું હો. "છોકરો બીજો પ્રશ્ન પૂછવા જાય એ પહેલાં જ કાકા બોલ્યા મજાક કરતાં એલા... છોકરા તારું નામ શું છે ? અને તારી વાત કહેવાને બદલે તું તો મારી કુંડળી કાઢવા લાગ્યો હો."

    "છોકરો: હમીર નામ છે મારું. અને સુરેન્દ્રનગર જિલ્લાના એક નાના ગામડામાં રહું છું. ગાંધીનગર ભણવા માટે આવ્યો હતો. અને મારા માં-બાપને ખબર પણ નથી અને હું આ'ય જેલમાં એક ખૂનનો આરોપી થઈને પડ્યો છું; નિરાશ થઈને બોલ્યો.."

    આટલું સાંભળતા જ ફોજી રાયસંગનું લોહી ઉકળવા લાગ્યું અને જેલમાંથી બૂમ પાડી; એલા.. ઓય.. જેલર સાહેબ સાંભળો છો કે નહીં કોઈ આ બાજુ આવજો જરા... સાંભળતા જ જેલર પ્રતાપસિંહ આવ્યા અને બોલ્યા બોલો બોલો ફોજી સાહેબ શું થયું ?

    એલા... જેલર સાહેબ તમારા આ પોલીસવાળા તો બહુ કે'વાય હો ! આ છોકરાના ઘરે જાણ કર્યા વગર જ તેને અહીં જેલમાં પુરી દીધો.

     અરે ! ફોજી સાહેબ તમે તો જાણો જ છો કે, આપણાં દેશનું રાજકારણ કેટલું ભૂંડું છે. આ છોકરો કોઈ રાજનેતાના છોકરાના મૃત શરીર પાસે છરી લઈને બેઠો પકડાયો હતો, પરંતુ છોકરો કહે છે કે મેં ખૂન નથી કર્યું, જેથી તેને આ રાજકારણીઓએ એક મહિનાથી તેમની કોઈ ખાસ જગ્યાએ રાખ્યો હતો, અને ત્યાં આ બિચારા સાથે શું કર્યું કે, હવે આ છોકરો ગુન્હો કબુલવા તૈયાર થયો એટલે તેને આજે અહીં જેલમાં કોઈને ખબર ન પડે તેમ લાવ્યા છે. અને તેને ગુન્હો એક મહિના પહેલા કર્યો હતો અને ફરાર થઈ ગયો એવું સાબિત કરવા માટે બધા પોલીસવાળાને પણ આ વાત કોઈને ન કહેવા રાજકારણીએ સૂચના આપી છે બોલો ! હવે કાલે આ છોકરાને કોર્ટમાં હાજર કરશે. એવું જાણવા મળ્યું છે.

    સાંભળતા જ ફોજી વિચારમાં પડી ગયા. અને જેલર સાહેબને એક ભલામણ કરી કે, જુઓ સાહેબ છોકરો નિર્દોષ છે. એ વાત તો નક્કી જ છે, તો આપણે કંઈક મદદ કરી તો આ છોકરાને છોડાવવા માટે ?

    "જેલર પ્રતાપસિંહ : બાપુ મદદ તો મારે પણ કરવી જ છે પણ તેની માટે પુરાવા તો જોઈએ ને...!"

ફોજી : જેલર સાહેબ તો હવે શું કરશું ?

જેલર પ્રતાપસિંહ : તેની માટે આપણે આ છોકરા પાસે આખી વાત જાણવી પડશે કે, થયું શું હતું ?

    ફોજી અને જેલર સાહેબ હમીર પાસે આવે છે અને કહે છે કે, જો બેટા અમને તો ખબર છે કે તું નિર્દોષ છે, પણ કોર્ટમાં તને નિર્દોષ સાબિત કરવા પુરાવા જોઈએ. જે માટે તારે અમને થોડો સહકાર આપવો પડશે. જેથી તને અમે તને કોર્ટમાં નિર્દોષ સાબિત કરી શકીએ.

     આવું સાંભળતા જ છોકરો ડરતાં ડરતાં બોલ્યો કે, ફોજી કાકા તમને તો મેં કીધું છે કે, હું એક નાના ગામડામાંથી ગાંધીનગર ભણવા માટે આવ્યો છું. અમારી પરિસ્થિતિ પણ સારી નથી. મને ખબર છે કે, તમે મને મદદ કરશો પણ આ જેલર સાહેબ એવું કહે છે કે, મારે તમને સહકાર આપવો પડશે. મને ખબર છે કે, તમે કેવા સહકારની વાત કરો છો. પણ હું અત્યારે કોઈ નાણાકીય સહકાર આપું તેટલો સક્ષમ નથી. અને મેં એવું પણ સાંભળ્યું છે કે, પોલીસ તો પૈસાવાળાને જ ન્યાય અપાવે છે. પછી ભલે તે સાચો હોય કે ખોટો હોય.

    હમીરની આ વાત સાંભળતા જ જેલર પ્રતાપસિંહ રાતાં-શોર થઈને બોલ્યા; આ અમારા ડિપાર્ટમેન્ટના અમુક રીશ્વતખોર અને હરામીઓના કારણે આ અમારા જેવા ઈમાનદાર કર્મચારીની પણ છાપ ખરાબ થાય છે. આવાં હરામીને તો ભડાકે દેવા જોઈએ.

    "ત્યાં જ ફોજી રાયસંગ બોલ્યા; હશે બાપુ આવા કર્મચારી બધે હોય જ. પણ અત્યારે આ છોકરાનું કંઈક વિચારો હો."

    ફોજી રાયસંગ અને જેલર પ્રતાપસિંહ બંનેએ છોકરાને નિર્મળ સ્વભાવથી સમજાવવા લાગ્યા કે, જો બેટા બધા પોલીસવાળા સરખા ન હોય એ તો અમુક ખરાબ હોવાના કારણે બધા પોલીસવાળાનું નામ ખરાબ થાય છે. "આટલું સાંભળતા જ હમીર ખુશ થઈને બોલ્યો કે, તો ફોજી કાકા શું તમે અને આ જેલર સાહેબ મને પૈસા વગર જ નિર્દોષ સાબિત કરીને ન્યાય અપાવશો ?" ફોજી અને જેલર: હા બેટા..

અને સહકાર એટલે પૈસાની વાત નથી તારે અમને એ જણાવી ને સહકાર આપવાનો છે કે, તારી સાથે બનાવ શું બન્યો છે. તું તો પુરી વાત સાંભળ્યા વગર જ ઊંધું સમજી બેઠો.

હમીર : સોરી..... ફોજી કાકા અને જેલર સાહેબ મને સમજવામાં ભૂલ થઈ હતી. મને માફ કરજો હો.

ફોજી રાયસંગ : દીકરા ભૂલ થાય અને તું તો બાળક છે સમજવા ફેર થાય ચાલ્યા કરે બધું.

જેલર પ્રતાપસિંહ : બેટા હવે તું અમને કહીશ કે, તારી સાથે શું થયું હતું ?

હમીર : હા સાહેબ એમ કહી વાતની શરૂઆત કરે છે...

          "લગભગ એક મહિના પહેલા હું કોલેજથી સાંજે મારી હોસ્ટેલ તરફ જતો હતો કે, અચાનક મારી નજર કોલેજના ગ્રાઉન્ડ પાસેના બગીચામાં એક સૂતેલા તડફડિયા મારતાં છોકરા પર પડી. અને જઈને જોયું તો કોઈકે તેને છરીનો ઘા મારેલો હતો. એટલે હું તેની પાસે હું ગયો. હું તેનો જીવ બચાવવા તેને હું ઉંચકીને હોસ્પિટલ લઈ જાઉં તે પહેલાં તો તેના ત્યાંને ત્યાં જ રામ રમી ગયા. એટલે હું તેને ખોળામાં લઈને બેઠો બેઠો વિચારતો હતો કે, કોણે આવું કર્યું હશે. હવે હું આને ક્યાં લઈ જાઉં. ત્યાં જ બે વ્યક્તિ મને જોઈ ગયા અને મારી પાસે આવીને બોલવા લાગ્યા કે, અરે ! તે આ શું કરી નાખ્યું ?  બિચારા છોકરાને મારી નાંખ્યો ! એમ કહી એક વ્યક્તિએ મને પકડ્યો અને બીજાએ પેલા છોકરાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને તેના ઘરે ફોન કરીને તેના પપ્પાને ત્યાં બોલાવ્યા.

    થોડીવાર થઈ ત્યાં તો ચાર-પાંચ લાલા લાઈટવાળી ગાડીઓ આવી અને તેમાંથી એક મોટા રાજનેતા (મંત્રી સાહેબ) બહાર આવીને છોકરાનું મૃત શરીર જોઈને રડવા લાગ્યા. અને ગુસ્સો કરીને બોલ્યા; કોણે મારી નાંખ્યો છે, મારા છોકરાને છોડીશ નહીં. ત્યાં જ મને પકડી રાખેલો વ્યક્તિ બોલ્યો કે, સાહેબ આ રહ્યો તમારા છોકરાનો ખૂની. આ સાંભળતા જ તે નેતા મારી પાસે આવીને મને મારવા લાગ્યા. પરંતુ ત્યાં ઉભેલા માણસો મને છોડાવવા લાગ્યા, એટલે આ મંત્રી સાહેબએ મને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસને કહ્યું અને પોલીસને કંઈક અલગ ઈશારો કર્યો.

    પોલીસવાળાએ મને ગાડીમાં બેસાડ્યો અને પોલીસ સ્ટેશનની જગ્યાએ મને કોઈ ફાર્મ-હાઉસમાં લઈ ગયા. ત્યાં મને આ રાજનેતા અને તેમના માણસોએ દોરીથી બાંધ્યો. અને ખૂબ માર મારવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે, કેમ મારી નાંખ્યો મારા છોકરાને બોલ... મેં મંત્રી સાહેબને કીધું કે, મેં તમારા છોકરાનું ખૂન નથી કર્યું. હું તો તેને બચાવવા માટે હોસ્પિટલમાં લઈ જતો હતો, પરંતુ મેં તેને ઊંચક્યો કે, તરત જ તે મરી ગયો. તમે બધા ભેગા થઈને મને ન મારો, અને જેણે તેનું ખૂન કર્યું છે તેને પકડોને. આ સાંભળતા જ મંત્રી સાહેબ ખૂબ ગુસ્સે થયા અને મને કે, તે જ મારા દીકરાને માર્યો છે. તને સજા ન થાય તે માટે તું ખોટું બોલે છે. જો તું કોર્ટમાં ગુન્હો નહિ કબૂલ કરે તો તને અને તારા આખા પરિવારને હું ખતમ કરી નાંખીશ. આવી ધમકી આપી આપીને મને ડરાવતા અને માર મારતા હતા એટલે મેં ગુન્હો કબૂલ કરવા હા પાડી દીધી હતી.

    હમીરની આ વાત સાંભળતા જ રાયસંગ ફોજીએ તેને આશ્ચર્યથી પૂછ્યું કે, કઈ કોલેજમાં આ બનાવ બન્યો હતો. હમીરે કોલેજનું નામ જણાવતા જ રાયસંગ ફોજીના પગ નીચેથી ધરતી ખસી ગઈ. અને અફસોસ સાથે હમીરની માફી માંગવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને જેલર પ્રતાપસિંહને કંઈ સમજાયું ન હતું, એટલે તે મજાકમાં બોલ્યા; અરે ! ફોજી શું તમેય ગાંડા કાઢો છો. આ છોકરાને નિર્દોષ કેવી રીતે સાબિત કરીશું એ વિચારોને.

    ફોજી રાયસંગ : એ વિચારવાની જરૂરું નથી હવે કામ થઈ ગયું. એમ સમજો જેલર સાહેબ આ છોકરો બિચારો મેં કરેલા ગુન્હામાં અહીં અંદર આવી ગયો છે.

જેલર પ્રતાપસિંહ : એવું તો કેમ બની શકે આ છોકરાને ખૂની સાબિત કરવા માટે પેલા મંત્રી પાસે કોલેજના બે વ્યક્તિ સાક્ષી છે. અને તમે કહો છો કે, આ તમારા ગુન્હામાં અહીં અંદર છે. હું સમજુ છું કે, મંત્રીના બંને સાક્ષી ખોટા છે, પરંતુ એનો અર્થ એ નથી કે, પેલા મંત્રીના છોકરાનું મર્ડર પણ તમે કર્યું છે.

ફોજી રાયસંગ : જેલર સાહેબ તમને તે ખબર છે કે, હું ક્યાં ગુન્હામાં અહીં અંદર થયો છું ?

જેલર પ્રતાપસિંહ : હા ! જ વળી ખબર છે. એક કોલેજની છોકરીને એક છોકરો હેરાન કરતો હતો, જે તમે જોયા પછી સહન ન કરી શક્યા એટલે તમે તે છોકરાને જાનથી મારી નાંખ્યો. એના ગુન્હામાં તો તમે અહીં અંદર બેઠા છો.

ફોજી રાયસંગ : હમ... વાત સાચી છે, પણ અધૂરી છે. એમ કહી વાત આગળ ચાલુ કરી.

    છોકરીને હેરાન કરવામાં એક નહિ પણ બે છોકરા હતા. તેમાં આ મંત્રીનો છોકરો પણ હતો. હું જ્યારે કોલેજના ગ્રાઉન્ડમાં ચાલવા નીકળ્યો કે, બે છોકરા એક છોકરીને હેરાન કરતા હતા. થોડીવાર તો મને લાગ્યું કે, હશે કંઈક નાનો-મોટો ઝઘડો એટલે તે તરફથી ધ્યાન હટાવીને હું આગળ ચાલવા લાગ્યો.

    જેવો હું આગળ ચાલ્યો કે, છોકરીની ચીખ સાંભળવા મળી, એટલે હું ત્યાં ગયો અને જોયું તો મંત્રીનો છોકરો અને તેનો બીજો એક ભાઈબંધ છોકરીનો રેપ કરવાની કોશિશ કરી રહ્યા હતાં. આ દ્રશ્ય જોતા જ હું મારા ક્રોધને રોકી ન શક્યો એટલે પેલા છોકરાઓને પકડીને મારવા લાગ્યો. તેમાં અચાનક મંત્રીના છોકરાએ છરી કાઢી અને મને મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે મને છરી ના મારી શક્યો અને તેના હાથમાં રહેલી છરી મેં તેને જ મારી દીધી.

    આ જોઈને તેનો ભાઈબંધ ભાગવા લાગ્યો. આગળ તે અને તેની પાછળ હું લગભગ 1 કિલોમીટર દોડાવ્યો મને અને અંતે બજારની વચ્ચો-વચ હાથમાં આવી ગયો. મારે તેને છોડી જ દેવો હતો, પરંતુ મને પેલી દીકરીનો વિચાર આવ્યો કે, જો આજે હું આ નરાધમને છોડીશ તો આ છોકરો ઘણી દીકરીઓને હેરાન કરશે. એટલે જાહેરમાં ભર-બજારે જ મેં તેને મારી નાંખ્યો. અને હું કાંઈ બોલું તે પહેલાં પોલીસવાળા આવીને મને લઈ ગયા. ખબર નહિ પણ તે વખતે હું કંઈ બોલી જ ન શક્યો કે, મેં બે ખૂન કર્યા છે. આ બાજુ હું પોલીસ સ્ટેશને આવ્યો અને ત્યાં આ હમીર બિચારો મારા ખુનનો આરોપી બન્યો હશે.

જેલર પ્રતાપસિંહ : વાહ ! ફોજી વાહ ! તમેં તો એક દીકરીની લાજ બચાવી હો.... એવું કહી ફોજીને બિરદાવ્યા..

    આટલું બોલે છે ત્યાં જ જેલર સાહેબના ફોનની ઘંટડી સંભળાય છે....

ટ્રીન.......ટ્રીન.......ટ્રીન.......ટ્રીન.......

જેલર પ્રતાપસિંહ : હાલો...કોણ?

પી.એસ.આઈ યુવરાજસિંહ : પી.એસ.આઈ. યુવરાજસિંહ બોલું છું.

જેલર પ્રતાપસિંહ :- હા..જી. બોલો..

પી.એસ.આઈ. યુવરાજસિંહ : કાલે સવારે આરોપી હમીરને કોર્ટમાં હાજર કરવાનો છે, જેથી સવારે હું તેને લેવા આવું છું.

જેલર પ્રતાપસિંહ : યુવરાજસિંહ મારે તમારી થોડી મદદ જોઈતી છે. અને હું તમને હમીર વિશે કંઈક કહેવા માગું છું.

પી.એસ.આઈ. યુવરાજસિંહ :  બોલો બાપુ ફરમાવો..

જેલર પ્રતાપસિંહ : "હમીર નિર્દોષ છે, તેણે કોઈ ખૂન કર્યું નથી, પેલા નિવૃત ફોજી સાહેબે જે દીકરીની આબરૂ બચાવવા માટે મર્ડર કર્યું હતું, તે બધી વાત વિગતવાર બતાવી. અને કહ્યું કે, તે સમયે પોલીસ ઉતાવળમાં કોલેજના સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીંગ લેવાનું ભૂલી ગઈ હતી. જો તે વિડિઓ રેકોર્ડિંગ મળી જાય તો એક વિદ્યાર્થીની કારકિર્દી બચી જશે.

 પી.એસ.આઈ. યુવરાજસિંહ : અરે ! બાપુ એમાં શું હતું અત્યારે જ આ કામમાં લાગી જાઉં છું. હમીર નિર્દોષ છે તો તેને ન્યાય મળવો જ જોઈએ.

જેલર પ્રતાપસિંહ : સારૂ બાપુ ત્યારે રાખું છું ફોન કાલે પુરાવા સાથે કોર્ટમાં મળીએ. જય હિન્દ.

પી.એસ.આઈ. યુવરાજસિંહ : ઑકે... જય હિન્દ.

    "સવાર પડતા જ પી.એસ.આઇ. આવ્યા અને હમીરને કોર્ટમાં લઈ ગયા." મંત્રી પણ તેના સાક્ષી અને વકીલોને લઈને કોર્ટે આવ્યા અને હમીર વિરોધમાં જુબાની આપવા લાગ્યા. જજ સાહેબ સજા આપવા જ જતા હતા. ત્યાં અચાનક એક અવાજ આવ્યો. સાહેબ ઊભાં રહો ! મારે કંઈક કહેવું છે જો તમે પરવાનગી આપો તો ? જેલર સાહેબ ફોજી રાયસંગને લઈને આવ્યા હતા. અને તે અવાજ ફોજીનો હતો.

     જજ સાહેબે કઠગડામાં આવીને કહેવા પરવાનગી આપી. અને ફોજી રાયસંગની આખી વાત સાંભળી. પરંતુ મંત્રીના બે મજબુત સાક્ષીને ધ્યાને લઈને કોર્ટ હમીરને જ આરોપી ઠરાવતી હતી અને ફોજી પાસે પુરાવો માંગી રહી હતી.

"ત્યાં જ નવી ભરતીના બાહોશ પી.એસ.આઈ. યુવરાસિંહ આગળ આવીને બોલ્યા કે, આ રહ્યો પુરાવો સાહેબ, એમ કહી એક ડી.વી.ડી. કેસેટને પુરાવા તરીકે રજૂ કરી." જેમાં કોલેજના પાછળના ગ્રાઉન્ડ તરફના બગીચામાં બનેલી ઘટના હતી, જે જોઈને જજ સાહેબે હમીરને નિર્દોષ સાબિત કર્યો અને ફોજી રાયસંગને તેમની બહાદુરી માટે બિરદાવ્યા પરંતુ કાયદાને ધ્યાને લેતા રિટાયર્ડ ફોજીને કોર્ટે 10 વર્ષ જેલની સજા કરી. અને હમીરને ખૂનના આરોપમાંથી મુક્ત કર્યો.


Rate this content
Log in

More gujarati story from PRAJAPATI TUSHAR

Similar gujarati story from Crime