રેંચોનું સપનું સાકાર થયું !
રેંચોનું સપનું સાકાર થયું !
રેંચો નામનો એક છોકરો હતો કે જે કવિતા અને વાર્તાઓ લખવાનો શોખ રાખતો હતો. તેને બાળપણથી ચિત્રો દોરવાનું ખૂબ જ ગમતું હતું પણ તેનાં મમ્મી પપ્પા તેને હમેશાં ભણવામાં ધ્યાન રાખવાનું જ કહેતા હતાં.
રેંચો બાળપણથી અમદાવાદમાં જ રહેતો હતો. તે ભણવામાં હોશિયાર હતો અને તેનાં ખૂબ બધા મિત્રો હતાં. જ્યારે પણ તે ગામડે આવતો, ત્યારે તે તેનાં સગાં સંબંધીઓને એમનાં સવાલો નાં જવાબ એવી રીતે આપતો હતો જેવી રીતે મોટા લોકો આપતાં હોય. એની એક નાની બહેન હતી જેનું નામ અર્પિતા હતું. અર્પિતા પણ રેંચોની સાથે સાથે ભણતી હતી ને જ્યાં તેને ખબર ન પડે ત્યાં તે રેંચો ની મદદ લેતી હતી. રેંચો એનાં ક્લાસમાં મોટે ભાગે પહેલો જ નંબર લાવતો હતો. રેંચોનાં કલાસમાં તેનાં હરીફાઈ કરવા માટે પણ બીજા વિદ્યાર્થીઓ હતાં. જ્યારે રેંચો ને આ વાત થી કોઈ વાંધો નહોતો.
જયારે તે નવમાં ધોરણમાં ભણતો હતો ત્યારે તેને વિજ્ઞાન અને ગણિત વિષય નો'તા ગમતાં. ગણિતમાં જયારે તેને ખબર નહોતી પડતી ત્યારે તેને એનાં શિક્ષક ક્લાસની બહાર કાઢી મૂકતાં હતાં. કેમ કે તે ગણિતનું હોમવર્ક કરીને નહોતો જતો. ને વિજ્ઞાનમાં તેને ગોખણપટ્ટી કરવી ન હતી ગમતી. એટલે તે થોડુંક થોડુંક સમજવાની કોશિશ કરતો હતો. જ્યારે તે દસમાં ધોરણમાં ભણતો હતો ત્યારે તે તેનાં વિજ્ઞાનનાં લેક્ચરમાં ટાઇમપાસ કરવા માટે એનાં શિક્ષક ને ફાલતું સવાલો પૂછ્યા કરતો હતો. એને પહેલાં પહેલાં જવાબ આપતા હતા, પણ પછી જ્યારે તેનાં સાવ ફાલતું સવાલ ચાલુ થયા, ત્યારે તેને તેનાં શિક્ષક ખૂબ જ ખીજાતાં હતાં. રેંચોને દસમાં ધોરણમાં સવાલો પૂછવાની આદત પડી ગઈ હતી, પણ તેનું પરિક્ષાનું પરિણામ ૭૨% જ હતાં.
તેનાં પપ્પા ખૂબ જ ગુસ્સે થયા હતા, કે રેંચો હોશિયાર હતો પણ તેનું રીઝલ્ટ કેમ ઓછું આવ્યું ? તેનાં પપ્પાએ તેને સાઈન્સમાં એડમિશન કરાવ્યું હતું. રેંચો ને જે નહોતું ગમતું તે જ રોજેરોજ ભણવાનું આવ્યું, એટલે તેણે ભણવાનું મૂકી દીધું. તે રોજ શાળાએ જતો હતો, પણ ભણવામાં ધ્યાન નો'તો આપતો. અહીં તેનાં બે મિત્રો મળ્યાં, રાજુ અને ફરહાન. ત્રણેય જણા વાતોનાં વડાં કરવામાં માહિર હતાં. જ્યારે શાળામાં પહેલી પરીક્ષા નું રિઝલ્ટ આવ્યું ત્યારે ત્રણેય લોકો ફેલ થયા હતા. ત્યારબાદ રેંચોનાં મમ્મી એ તેને સમજાવ્યું કે શાળા પતે એટલે તારા સપનાં પૂરાં કરજે. ધીમે ધીમે રેંચો એ તેનાં સપનાં પૂરાં કરવા માટે, પહેલાં ભણવામાં ધ્યાન આપવાનું શરુ કર્યું. તેનુ રિઝલ્ટ પહેલાં કરતાં ખૂબ જ સારું આવ્યું હતું. તેનો ફોટો "તેજસ્વી તારલાઓ"માં આવી ગયો હતો. તેણે કેલ્ક્યુેટરનો ઉપયોગ કરીને ઘણી બધી ટ્રિકની શોધ કરી હતી. તેનું સપનું હતું કે તે વૈજ્ઞાનિક બનશે.
જ્યારે તેની બારમાં ધોરણની પરીક્ષા પતી ગઈ ત્યારે તેના ફરહાન અને રાજુ ને કહ્યું હતું કે જયારે તેની પાસે મોબાઈલ આવશે ત્યારે તે સૌથી પહેલાં તેનાં બાળપણ નાં મિત્રોનો સંપર્ક કરવાનું કામ શરૂ કરશે. તેણે તેનાં દોસ્તો સાથે વાતો ચાલું જ હતી ને પછી ત્રણે એ અલગ અલગ કોલેજમાં એડમિશન લીધું.
ફરહાન ફોટો ગેલેરી અને ફેશન ડિઝાઈનરની કોલેજમાં હતો અને રાજુ આઈ ટી ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું.
રેંચો એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું. ત્યાં તેણે સાઈબર સિકયુરિટીમાં માસ્ટર કર્યું હતું. તેની સારી કંપનીમાં પ્લેસમેન્ટ થઈ હતી અને તે સફળ એન્જીનીયર બન્યો. જ્યારે તે એન્જીનીયર બન્યો ત્યારે તેણે એક રિસર્ચ કરી હતી. તેણે ઉપરા ઉપરી ઘણી બધી શોધ કરી અને તેને "જુનિયર સાયન્ટિસ્ટ" નો એવોર્ડ પણ એનાયત કરાયો હતો. તેને ઈસરો માં જોબ મળી હતી, અને રેંચોનું સપનું સાકાર થયું હતું.
