STORYMIRROR

Pravina Avinash

Inspirational Others

3  

Pravina Avinash

Inspirational Others

રાખડી

રાખડી

2 mins
15.1K


‘મમ્મી આજે નવા ચણિયાચોળી પહેરવા છે’ .

નાની ખુશી રડી રહી હતી. આવતા અઠવાડિયા માસીને ત્યાં લગ્ન હતા. જે નવા કપડાં સિવડાવ્યા હતાં તે જ અત્યારે પહેરવા હતા.

‘મમ્મી, લગ્ન વખતે ફરીથી પહેરીશ. ભૂલી ગઈ આજે રાખડી બાંધવાની છે. મારા ભાઈલાને’ ! આજે મોટાકાકાને ત્યાં જઈશું, ભાઈને રાખડી બાંધીશ અને લાલ કંકુનો ચાંદલો કરી ,રાખડી બાંધી મિઠાઇ ખવડાવીશ. ભાઇ મને વહાલ કરી જે ભેટ આપશે તે લઈશ.

આજે ૨૧મી સદીમાં પણ ભાઇ અને બહેનનો પ્રેમ નિર્મળ છે. મને મારું બાળપણ યાદ આવી ગયું. રક્ષાબંધનના પવિત્ર દિવસે ઘુઘરીવાળા ચણિયાચોળી પહેરીને ભાઈને રાખડી બાંધતી હતી, હવે તો એ મધુરી યાદોમાં રાચવાનું. અમેરિકાથી ફોન ઉપર વાત કરવાની. બાળપણમાં જે પૈસા મળતા તેના માટે ઉત્સુકતા રહેતી. આજે ભાઈ ક્ષેમકુશળ છે એ જાણી ખૂબ આનંદ મળે છે.

પહેલા અને છેલ્લા શ્વાસ વચ્ચેનું જીવન, હવે કોનું કેટલું બાકી છે એનો અંદાઝ નથી. ક્યારે કોનું સ્ટેશન આવશે અને ઉતરી જશે એનો ભરોસો નથી. તેથી તો આવતા દરેક તહેવાર ખૂબ પ્રેમથી માણવાનું મન થાય છે. કોઈ પણ અપેક્ષા વગરનો પ્રેમ એ જ તો જીવનની મૂડી છે. મનમાં થાય છે હવે કાળા, ગયાને ધોળાં આવી ગયા. બધા ભાઈ અને બહેન સિત્તેર ઉપરનો આંકડો ક્યારના વટાવી ગયા. પછી આ શેની તાલાવેલી. ખરું પૂછો તો ભાઈ અને બહેનના પ્રેમને અંતર (દિલ) અને અંતર (માઈલમાં) નડતા નથી. તે પ્રેમ સદા વસંતની યાદ અપાવે. તેને પાનખર સ્પર્શ પણ ન કરી શકે. કોઈ પણ બહેનને કે તેના ભાઈને પૂછશો તો આ જવાબ મળશે.

ભાઈ સદા સર્વદા સુખી રહે. મંગલ કામના. બહેનની અંતરની શુભેચ્છા.

એક વાત લખ્યા વગર મને ચેન નહી પડૅ. સહુથી નાનો ભાઈ આજે ગેરહાજર છે, એ દર્દ દિલમાં કાંટાની જેમ ચૂભે છે. ‘બહેન’ કહેતો ત્યારે તેનું પ્રફુલ્લિત ચહેરો જોવાનું સૌભાગ્ય હવે નસિબમાં નથી. તારી યાદ સદા દિલમાં વસાવી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational