Mittal Chudgar Nanavati

Inspirational Others

3  

Mittal Chudgar Nanavati

Inspirational Others

પુરુષની નજરની સ્ત્રી પર અસર

પુરુષની નજરની સ્ત્રી પર અસર

7 mins
411


દરેક સ્ત્રી એ પછી કિશોરી, કુમારી કે શ્રીમતી હોય, પુરુષ ની નજર ની ભાષા ને સમજતી હોય છે. અહીં પુરુષ એટલે એ બધાજ; છોકરો, જુવાન કે વૃદ્ધ, ભાઈ, કાકા, મામા, પિતા કે પતિ કોઈપણ સંબંધમાં હોય. હું એ નિશ્ચિતરૂપે કહીં શકું કે કોઈપણ સ્ત્રી (એટલીસ્ટ ઈન ઈન્ડિયા) એવી નહિ હોય જેણે જીવન માં કોઈ પુરુષની નજર કે શબ્દો થી ઓકવર્ડ ફીલ ન કર્યું હોય. પરંતુ આપણે એવા સમાજ માં રહીયે છીએ જ્યાં અપહરણ થયા પછી પણ સીતા એ અગ્નિપરીક્ષા આપવી પડે એટલે મોટા ભાગે સ્ત્રીઓ ચૂપ રહે, અવગણે કે પછી સહન કરે. આજના જમાનામાં અમુક સ્ત્રીઓ પોતાના સાથે થતા દુરાચાર માટે અવાજ ઉઠાવતી થઈ છે. એ સ્ત્રી જે જેન્યુઈનલી પોતાની સાથે થયેલા દુરવ્યવહાર ને સમાજ સમક્ષ લાવી શકે એ બહાદુર કહીં શકાય. કારણ કે જે દેશમાં સ્ત્રીના પોશાક અને મેરિટલ સ્ટેટ્સ થી એના વિષે મત બંધાતો હોય ત્યાં મૌન તોડી બોલવું એ નીડરતા જ છે. હમણાંજ ઉત્તરાખંડ ના સાહેબે કરેલી ટિપ્પણી મુજબ રીપ્પ્ડ(ફાટેલા) જીન્સ પહેરેલી સ્ત્રી સોસાયટીમાં અને સંતાનો પર ખરાબ અસર કરે છે એવું એમનું માનવું છે. છોકરાઓ જેવું જોશે એ કરશે જેથી સ્ત્રીએ સભ્યતાવાળા વસ્ત્રો પહેરવા જોઈએ એવું પણ એ કહે છે. 

મારે એમને અને સમાજ માં વસતા દરેકને એ પ્રશ્ન પૂછવો છે કે પહેરવેશ થી કેટલો ફર્ક પડે ? હું ૨૨ વર્ષની થઈ ત્યાં સુધી મને સ્લીવલેસ કે શોર્ટ્સ પહેરવાની પરમિશન ન હતી સી-થ્રુ તો ભૂલી જાઓ. છતાં પણ સ્કૂલ અને કોલેજ દરમિયાન રખડેલ છોકરાઓ પાછળ આવતાં, વિસલો વગાડતાં. ઘણીવાર હું મમ્મી-પપ્પાને કહેતી પણ નહતી કારણ કે મને એવો ડર કે મારુંજ ક્યાંક ખરાબ લાગે. દરેક છોકરી પોતાની સાથે બનતા અપ્રિય બનાવ માટે ક્યાંક પોતાનો વાંક જોતી હોય છે, કદાચ એને અસ્વીકાર નો ડર લાગતો હોય છે. લોફર અને આવારા છોકરાઓ મારા જેવી ઘણી છોકરીઓ ના શ્વાસ રૂંધાય જાય ત્યાં સુધી પીછો કરતા હશે. એ કરવા પાછળ નો હેતુ શું ? મસ્તી કે પછી કોઈ રીતે છોકરીને અડકી લેવાનો ગંદો ઈરાદો ? માત્ર ત્રાહિત પુરુષોજ નહિ ફેમિલીમાં પણ આવા ઘણા બનાવ બનતા હોય જ્યાં સ્ત્રીઓ પુરુષો ના ખરાબ વર્તનથી શોષાય છે કે સહન કરે છે. આ વિષય ઉપર ઘણી ફિલ્મો પણ બની છે.

મારી મમ્મી એ ૪૦ વર્ષ નોકરી કરી. સાડી પહેરી અને અમુક વર્ષો તો માથે ઓઢીને પણ, અને આજ સુધી એણે જિન્સ નથી પહેર્યું છતાંપણ મેં નોકરી ચાલુ કરી ત્યારે એણે મને સ્ત્રી તરીકેની અમુક અગત્યની સલાહ આપી હતી: 

-કોઈ મેન સાથે કાર માં હાઈવે પર કે લોન્ગ ડિસ્ટન્સ એકલા જવું નહિ બને તો આગળ બેસવું પણ નહિ.

-રીક્ષા માં જો કોઈ મેલ ની બાજુમાં બેસવું જ પડે એમ હોય તો યુવાનની બાજુમાં બેસવું વૃદ્ધ પાસે નહિ.

-પુરુષ ની નજરથી આપણને સમજાય જાય કે એના મન માં આપણા માટે કેવા વિચાર છે.

મારી મમ્મી એ પણ એના જીવનમાં ઘણીવાર આવા ઓકવર્ડ અનુભવ કર્યાજ હશે અને એટલેજ પોતાની દીકરીને એનાથી બચાવવાં માટે આવી સલાહ આપવીજ પડી હશે. 

મને એ પ્રશ્ન થાય કે કોઈ છોકરો જયારે નોકરી કરવા જાય ત્યારે એની માં એને શીખવતી હશે કે સારું આચરણ રાખજે, હું પુરુષ ની નજર નો શિકાર થઈ હતી પણ તું કોઈ છોકરી કે સ્ત્રી ને તારી નજરથી ન રંજાડતો, તારા શબ્દોથી એને શરીર કે પોશાક વિષે શરમ ન અપાવતો. છોકરાઓએ તો બસ જોબમાં એક્સેલ કરવાનું એજ શુભેચ્છઓ સાથે ઘરથી રવાના કરી દેવાતાં હોય છે. 

હમણાં એક એક પાર્ટી ની લેડી ના પીક્સ પર બીભત્સ કૉમેન્ટ્સ કરી પુરુષો મજા લેતા હતા. એ કહેવું જરૂરી છે કે લેડી એ પણ સાડી પહેરી હતી અને પાર્ટી નું બેનર ગળા માં પહેર્યું હતું. કે.નો ફોટો એના ચેસ્ટ અને સ્ત્રીઓ માટે વપરાતા બ્રેસ્ટ પર આવતો હતો એમાં તો વિરોધ પક્ષના લૂખ્ખાઓ મચી પડ્યા. FB કે સોશ્યિલ મીડિયા પર તો વધારે સહેલું છે આવા અશ્લીલ શબ્દો થી પ્રહાર કરવો આઈડેન્ટિટી છુપાવીને. આવા અપમાનજનક અને મલિન વર્તન માટે લેડી એ સાયબર સેલ ને ફરિયાદ પણ નોંધાવી. તો સાહેબ અને એમના જેવા બીજા બધાં જે એમ સમજતા હોય કે સ્ત્રી ના પહેરવેશથી પુરુષ ઉત્તેજાય છે કે પ્રોવોક થાય છે તો લિસન: યુ આર સિક એન્ડ યુ આર રોન્ગ. ગ્રો અપ ! ખરાબ નજર ધરાવતો પુરુષ તો બુરખા ની આરપાર જોઈ લેતો હોય છે, માત્ર સ્ત્રી નામની વસ્તુ સામે હોવી જોઈએ. એ દુઃખ ની વાત છે પણ સ્ત્રીઓને જાતીય આનંદ અને પ્રસન્નતા માટે ઓબ્જેકટીફાય કરવામાં આપણે કોઈ કસર નથી છોડતા. 

We can grow old but we have to grow -Up ! A human cant be a bonsai, he has to grow both in character and action ~#Mittal  

હા, શોર્ટ્સ પહેરીને મંદિર માં ન જઈએ, પ્રોફેસર હોય તો કોલેજ માં રિવીલિંગ કપડાં ન પહેરીયે પણ બીચ પર તો બિકીની પહેરી ફરી શકાય અને ફ્રેન્ડ્સ જોડે બરમુડા પહેરીને પણ જઈ શકાય. ૧૦ વર્ષથી સિંગાપોર માં રહું છું અને એ કહીં શકું કે આ દેશ સ્ત્રીઓ માટે જન્નત છે કારણ કે સજા નરક સમાન અપાય છે કોઈ સ્ત્રી સાથે કરેલા મોલેસ્ટેશન માટે.એક પુરુષ તરીકે જયારે મારો પાર્ટનર એમ કહે કે જો મારે દીકરી હોય તો હું એને આજીવન અહીંજ સેટલ કરું. એનો અર્થ એ થાય કે પુરુષ જયારે પિતા બને ત્યારે એને એની દીકરીની ચિંતા થવાં લાગે, પણ એ દીકરીઓ નું શું જે તમારીજ આસપાસ કામ કરે છે ? એમના પિતા પણ ચિંતિત નહિ હોય ? મેં એસ ટી બસ માં પણ મુસાફરી કરી છે અને એરપ્લેનમાં પણ. એવા પુરુષ ની માનસિકતામાં બહુ ખાસ ફર્ક નથી હોતો જેને સ્ત્રીમાં ફક્ત એનું શરીર જ દેખાય છે. એસ ટી વાળા છોકરાઓ હાથ અને કોણી મારીને સળી કરે અને એરપ્લેન વાળા એરહોસ્ટેસ ને વારંવાર બોલાવી એની સાથે નજીકથી વાત કરવાનો આનંદ લે. માંદગી મગજ અને વિચારોમાં છે. દરેક પુરુષ એ જાણતો હોય છે કે એણે એની નજર અને વર્તન પર નિયંત્રણ રાખવું જરૂરી છે, પણ જ્યાં કોઈ નુકશાન વગર ફાયદો લેવાતો હોય તો એ તક છોડી શકતો નથી. ત્યારે એ નજર અને આચરણ પરનું સંતુલન ગુમાવી બેસે છે. સિંગપોર, સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ જેવા દેશોના કાયદાઓ આવા દુષ્ટ વિચારો ને કાબૂ માં લાવવાં માટે અત્યંત જરૂરી છે. એ ભારત તારા કાયદા ક્યારે સ્ટ્રોંગ થશે ?

આપણને આશ્ચર્ય થાય કે આવી માનસિકતા કોઈ જન્મતાની સાથે તો નહિ લાવતું હોય તો ક્યાંથી પ્રવેશતી હશે ? સ્ત્રી જોબમાં સારું કરે તો બોસ સાથે ચક્કર હશે, કોલેજમાં માર્ક્સ સારા લાવે તો પ્રોફેસર સાથે ચાલુ હશે, એક થી વધારે મેલ ફ્રેન્ડ્સ હોય તો બેડ ગર્લ, ટૂંકા કપડાં પહેરે તો પ્રોવોકેટિવ, સાદી સિમ્પલ હોય તો બહેનજી, ડિવોર્સડ હોય તો અભિમાની, સિંગલ હોય તો અવેઈલેબલ ! સ્ત્રીઓ ના શરીર અને દેખાવ પરનાં જોક્સ આપણા થકી ફોરવર્ડ થાય જ કેમ ? હ્યુમર અને ચિપ જોક્સમાં ફર્ક છે. રમૂજ આનંદ સ્ત્રી-પુરુષ ના હળવાં ટુચકા એકબીજા સાથે શેર કરી મસ્તી કરીએ પણ સ્ત્રીઓ ના શરીર ને એક 'ઓબ્જેક્ટ' ન જ બનાવી શકાય. સોશ્યિલ મીડિયા માં 'બાયડીયું' ના ફોટાને જ લાઈક મળે, સ્ત્રીઓ કઈ પણ લખે એટલે પુરુષો કૉમેન્ટ્સ આપે એવું કહેનારા પુરુષોને હું મારા અંગત અનુભવથી એ પણ કહીશ કે એવા પુરુષો પણ છે જે પર્સનલ માં લેખ સારો છે એમ કહે છે અને પબ્લિકમાં કોમેન્ટ એટલે નથી કરતા કારણ કે એમને બીજા પુરુષોની પર્સનલ કોમેન્ટ નો ભોગ નથી બનવું. કાલે સવારે જયારે તમારી દીકરી કે પત્ની કોઈ આર્ટમાં આગળ વધશે ત્યારે તમે જ એમની કળાને દુનિયા સમક્ષ પ્રસ્તુત નહિ કરો ? ત્યારે તમે પ્રોત્સહન આપશો અને બીજા પાસેથી ઈચ્છશો પણ ખરા. આ દુનિયા એક અરીસા જેવી છે જેવી તમારી એકશન હશે એવુંજ રિફલેકશન તમને સામે આપશે એ ભૂલવું એ મૂર્ખતા છે.

સ્ત્રીઓને પારખવા માટે કે જજ કરવા માટે આપણે હરદમ તૈયાર જ હોઈએ છીએ, અને સ્ત્રીઓ ખુદ પણ એમાંથી બાકાત નથી. ઘણી સ્ત્રીઓ પોતાની જાતિ નું સન્માન નથી કરતી અને ઘણીવાર નબળા પુરુષોનો ફાયદો પણ લે છે એમાં ના નથી. પોતાની મરજીથી કોઈ પોતાનું માન ગુમાવે તો એને સમજાવી શકાય રોકી ન શકાય. પણ સ્ત્રીની કન્સેન્ટ વગર એની સાથે અશ્લીલ વ્યવહાર કરવો એ અપરાધ જ છે. 

જયારે મનુષ્ય એમ સમજશે કે એ માત્ર પુરુષ કે માત્ર સ્ત્રી નથી બંને એકબીજા માં થોડાઘણા અંશે વસે છે ત્યારે કદાચ એની આ વૃત્તિ અને પ્રકૃતિ સુધરશે. પ્રેમ આપવો, સંભાળ કરવી,રુદન કરવું એ સ્ત્રીની પ્રકૃતિઓ શું પુરુષમાં નથી ? પોતાના છોકરાઓનું રક્ષણ કરવું, કામ કરવું, ક્રોધ આવવો આ પુરુષના લક્ષણો સ્ત્રીમાં નથી ? જો બંને માં અમુક સમાનતા અને અમુક અસમાનતા હોય તો એ એકબીજા ને કોમ્પ્લીમેન્ટ કરવા જોઈએ અને કરેજ છે. માત્ર શરીરના ભેદના કારણે સ્ત્રી ને કેમ પોતાના શરીર માટે આટલું સજાગ રહેવાનું ? એ કેમ મુક્તપણે પુરુષની જેમ પોતાનું બોડી સેલિબ્રેટ ન કરે ? પુરુષો ૬ પેક્સ ખુલેઆમ બતાવે અને સ્ત્રીઓ એ એમનું ફિગર છૂપાવવાનું આ કેવી માનસિકતા ?

પુરુષ ની નજર અને સ્ત્રી સમક્ષ વપરાતા એના શબ્દો એનું ચરિત્ર અને પાત્ર બંને છતું કરે છે. અલબત્ત, ઘણા પુરુષ મિત્રો એમનો સહકાર, સહાય અને સાથ પણ આપતા હોય છે. આવા પુરુષોનું પ્રમાણ ધીરે ધીરે વધે પણ છે એટલે આપણે આશાવાદી બની શકીયે. ધેર ઈસ લાઈટ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ...

આવા મેલ્સ ની સખત જરૂર છે. સો બી ધેટ ડિસન્ટ મેન !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational