STORYMIRROR

PRAJAPATI TARLIKA

Horror

3  

PRAJAPATI TARLIKA

Horror

પ્રવાસ

પ્રવાસ

2 mins
144

માનસીની કોલેજમાંથી પ્રવાસ જઈ રહ્યો હતો, અને માનસીને તે પ્રવાસમાં જવું હતું. માનસીના પપ્પા તો જવાની ના કહી રહ્યા હતા, પણ તેની મમ્મી ના લીધે તે પ્રવાસમાં જોડાઈ શકી. માનસી પોતાની સખીઓ સાથે ખૂબ જ મોજમસ્તી કરતાં કરતાં પ્રવાસની સફર કરી રહી હતી. એટલામાં એક દરિયા કિનારે બસ ઊભી રહી.

માનસીને સેલ્ફીનો બહુ શોખ હતો. દરિયામાં થોડે દૂર એક જૂની પથ્થરની શીલા હતી. માનસી ચાલતાં ચાલતાં શીલા તરફ જઈ રહી હતી, ત્યારે તેના પગમાં એક લીંબુ આવી ગયું, તેનો માનસીને ખ્યાલ નહોતો. માનસી તે શીલા ઉપર ચડી બહુ બધી સેલ્ફીઓ પાડે છે. રાતનો સમય થઈ ગયો હોવાથી તેઓ એક હોટલમાં રોકાઇ જાય છે.

રાત્રે અચાનક માનસીની ઊંઘ ઊડી જાય છે. માનસીને બહારથી કોઈના રડવાનો, હસવાનો, બોલવાનો એમ અલગ અલગ અવાજ આવી રહ્યા હતા. માનસી ખૂબ ડરી જાય છે. થોડીવારમાં જાણે તેને કોઈ ખેંચી રહ્યું હોય એમ માનસી ચાલતી ચાલતી રૂમની બહાર નીકળી ચાલવા લાગે છે. માનસીની સખી નીતુ માનસીને એક કાળા પડછાયાની પાછળ પાછળ સ્મશાન તરફ જતાં જોઈ જાય છે. નીતુ તરત આ બધી વાત સાહેબને કહે છે, એટલે બધા એ તરફ ફટાફટ જોવા નીકળ્યા. પણ ત્યાં કશું હતું નહીં અને એક વડના ઝાડ નીચે માનસી બેભાન મળી.

હોશમાં આવતાં માનસી ડરતાં ડરતાં બધું બોલતી હતી કે કોઈ મને ખેંચી સ્મશાન લઇ ગયું હતું. તે મને પાછી લઈ જશે, પાછી લઈ જશે. માનસીના મમ્મી પપ્પા સવારની દિનચર્યામાં વ્યસ્ત હતા, ત્યાં જ અચાનકથી માનસીના પપ્પાના મોબાઈલની રીંગ વાગે છે. મનુભાઈ કોલ ઉપાડે છે તો સામેવાળી વ્યક્તિનો અવાજ સાંભળતાં જ બહારની તરફ ઉભી દોટ મૂકે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Horror