STORYMIRROR

Khyati Thanki

Romance Inspirational

4  

Khyati Thanki

Romance Inspirational

પ્રતીક્ષા ભાગ ૨૫

પ્રતીક્ષા ભાગ ૨૫

4 mins
190

'પ્રતિક્ષા અવિરત તારા હોવાની, તારી વાતોની, તારા મળવાની, તારા અહેસાસની, તારી સ્વીકૃતિની અને પ્રતિક્ષા હર હંમેશ તારા સુખની પ્રતીક્ષા તો છે પ્રથમ પ્રેમનું સુંદર સમણું અને વિરહની અંતિમ આશા. પ્રતીક્ષા થી હ્રદયમાં ઉઠતું સ્પંદન પ્રિયજનના સુખની પ્રાર્થનામાં વિસ્તરે છે.'

ચિંતનભાઈ અને કવિતા જાણે એકબીજાને અધૂરી રહી જતી દુનિયામાં રંગો ભરી રહ્યા અને તે બંનેને જોઈ અનેરીની આંખમાં હરખના આંસુ આવી ગયાં. આ જોઈ હંમેશા ચિંતા કરતો કવન આજે ફરીથી અનેરીને સાંભળવા અને સંભાળવા સાથે આવી ગયો

કવન:- "શું થયું હરખુડી ને ?"

અનેરી:- "કંઈ નહીં...."

કવન:- "તો પછી, હવે તો તારે ખુશ થવાનું એક તારા પપ્પાની ચિંતા હતી તે પણ દૂર થઈ ગઈ. મારી ચિંતા નહીં કરીશ તો ચાલશે.

અનેરી:- "વધારે બોલ બોલ ન કર આજે જ તારું નક્કી થઈ જવાનું છે. ઍટલે મારી છેલ્લી ચિંતા પણ જાય."

કવન:- "હું તારી ચિંતાનું કારણ છું?"સાચું કહેજે અનુ એકવાર કહીને જો....ક્યારેય તને હેરાન નહિ કરું....

અનેરી:- "ઓહો, આ છોકરાનું શું કરવું ? તારા સુખથી વધારે તારી ચિંતા હોય મને ? હું હંમેશાં ઈશ્વરની આભારી રહીશ કે તું મારી આટલી નજીક છો. અને આ જ સુગંધને મારે કોઈકના જીવનમાં મહેકતી કરવી છે.

કવન:- "પ્લીઝ હવે તું તો મુક આ વાત."

અનેરી:- "અરે હજી તો શરૂઆત છે. આમ પીછો ન છોડી શકુ હમણાં જ આંટી સાથે વાત થઈ ગઈ સાંજે તારી પ્રથમ મુલાકાત છે વિદિશા સાથે.

કવન:- "તારા માટે હું કંઈ પણ કરી શકું અનુ."

અનેરી:- "આવનારા સુખ માટે જીવવાનું હંમેશાં કવન. અને તારી ચિંતા કરવા માટે આ હરખૂડી મિત્ર અનેરી હમેશા રહેશે.

ઋચા મેમ આજે ખૂબ જ ખુશ કેમકે કવન વિદિશાને મળવા તૈયાર થઈ ગયો.

ઋચા:- "અનિ, આજે ખુબ સરસ દિવસ ઉગ્યો છે, ઘણા વખત પછી એક સરસ અવસરની મને પ્રતીક્ષા છે. અને આના માટે હું હંમેશા અનેરીની આભારી રહીશ. આજે જાણે- અજાણ્યે વિદિશાના સુખી ભવિષ્ય પાછળ અનેરીનો હાથ છે."

અનિકેત:- "અને હું પણ કેમકે આજે તું પણ ખુશ છે અનેરીના લીધે."

ઋચા:- "હા ચોક્કસ તેનો આભાર માનવો જ રહ્યો."

(ત્યાતો અનેરી આવી ગઈ)

અનેરી:- "શેનો આભાર માનવો છે મેમ ?"

અનિકેત:- "થઈ ગયું તમારે નક્કી બહાર જવાનું ?"

અનેરી:- "હા,કાલે જ નીકળું છું."

ઋચા:- "તમે વાત કરો હું હમણાં આવું."

અનિકેત:- "જવું જરૂરી છે ?"

અનેરી:- "જરુરી નથી,પણ મારે જાવું છે."

અનિકેત:- "ક્યાં સુધી વાસ્તવિકતાને ટાળી શકાય ?"

અનેરી:- "આપણા સંબંધની વાસ્તવિકતાને સ્વીકારીને જ જઈ રહી છું."

અનિકેત:- "અને મારી ઈચ્છા ?"

અનેરી:- "ઈચ્છા બધી પૂરી નથી થવાની."

અનિકેત:- "મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો ?"

અનેરી:- "કઈ ?"

અનિકેત:- "આજે સાંજે છેલ્લી વાર દરિયાની સાક્ષીએ તમને એકલા મળવું છે."

અનેરી:- "નક્કી નથી કહેતી."

અનિકેત:- "મને ખબર છે હું ઓળખું તમને, હું તો ફક્ત મારી ઈચ્છાની વાત કરું છું હું પ્રતીક્ષા કરીશ."

છેલ્લી સાંજ દૂર દૂર સુધી અનુભવાતી એકલતા અધૂરપ કૈક બાકી રહી ગયું હોય તેવી મનમાં ઉઠતી ટિશ. આમ છતાં. અનેરીનું હૃદય અને પાસે રહેલી ખાલી બેન્ચ છેલ્લા છલોછલ સુખની પ્રતીક્ષામાં હતું અને મન પોતાની સાથે સંવાદમાં. અનુ શું નથી આપ્યું ઈશ્વરે તને ? વહાલી મમ્મી, પ્રેમાળ પિતા, તારા સુખમાં સુખી થતો મિત્ર અને સપનાનો પ્રિયજન. આનથી વધુ સુખી કોઈ હોય શકે ? બસ આ જ સુખને સ્થિર કરી અહીંથીનીકળી જવું છે. જ્યાં દૂર દૂર સુધી સંસ્મરણો સાથે હસે પણ તેના ખોવાઇ જવાની ભીતિ નહિ હોય.

અનિકેત:- કેમ છો ?"

(અને એ જાણીતા લહેકાથી અનેરી જાણે નવપલ્લવિત થઈ ગઈ.)

અનેરી: "એક વાત કહું ?"

અનિકેત:- "પૂછવાનું ન હોય."

અનેરી:- "મારું નામ લઈને બોલાવી સકો, તમારી નજીકતાનો અનુભવ થશે."

અનિકેત'- "હંમેશા તમારી સાથે જ છું. અસ્ખલિત પણે."

અનેરી:- "બસ આ જ આંખોના ભાવને આંખોમાં લઇને જઇ રહી છું અનિકેત."

અનિકેત:- "હું શું કરું ?"

અનેરી:- "મારા માટે ખુશ રહેવાનું,પ્રફુલ્લિત રહેવાનું."

અનિકેત:- "તમારું સુખી ભવિષ્ય મને ખુશ રાખશે."

અનેરી:- "મારું સુખ છલોછલ થઇ રહ્યું છે અને હું પાછી આવીશ ત્યારે એક નવો ઉદ્દેશ્ય મારી પ્રતીક્ષા કરતો હશે."

અનિકેત:- "તું હંમેશાં મારા હૃદયમાં રહીશ ધબકાર બનીને હરેક ઋતુંનો રણકાર બનીને. જીવવાનું કારણ બનીને.

અનેરી:- "બસ આમ જ સ્મિત સાથે વહાલથી રહેજો. આવનારા ભવિષ્યમાં એટલું યાદ રાખજો કે આ દુનિયામા એક એવી વ્યક્તિ છે જે હંમેશાં ખુશ રહેશે તમને ખુશ જોઈને."

અનિકેત: "અને એકલી સાંજે નહીં ગમે ત્યારે ?"

અનેરી:- "પ્રતીક્ષા અનિકેત. આવતા જન્મની જ્યારે સુખની કલ્પના ફ્કત કલ્પના નહિ રહે. પ્રતિક્ષા હંમેશાં સુખની જ હોય. એટલે જ હંમેશાં મારું હ્રદય ઈચ્છે.

અને એ સાંજ એક અવિસ્મરીય સાંજ બની ગઈ. અનિકેત અને અનેરી માટે કેમકે આજે તે બંને પોતાની પોતીકી દુનિયામા આવનારા સમયની પ્રતીક્ષામાં હતા.

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,

એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.

                               ખલિલ ધનતેજવી

***

(થોડા વર્ષો પછી.)

દરિયાની સામે આજે એક નવા જ પુસ્તકાલયનું ઉદઘાટન હતું. પુસ્તકાલયનું નામ હતું, "પ્રતિક્ષા" તરસ્યાની તરસ.

અને આ ઉદઘાટન કવન અને વિદિશાની દીકરી અનેરીના હસ્તે એવું પુસ્તકાલય જ્યાં એવા બાળકો પોતાની મરજીથી પોતાને ગમતી પુસ્તકોની દુનિયામા આનંદને શોધતા શીખે અને મેળવે. અનેરીનો ઉદેશ્ય પુર્ણ થઈ ગયો. પ્રેમની પ્રતિક્ષા વિસ્તરી ને નવા સુખને વહેંચતી થઈ ગઈ. આ પુસ્તકાલયને પ્રતિક્ષા રહેશે હંમેશા નવા વાચકોની.

સમાપ્ત.

પ્રતીક્ષાના અંતિમ ભાગમાં હું સર્વે પ્રિય વાંચક વર્ગ નો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું જેઓએ દરેક પાત્રને પોતાની લાગણી અને ભાવ સંવેદનાઓ સાથે જોડી પોતાના ભાવવિશ્વમાં સ્થાન આપ્યું.

= ખ્યાતિ થાનકી 'નિશબ્દા'


Rate this content
Log in

Similar gujarati story from Romance