Khyati Thanki

Romance

3  

Khyati Thanki

Romance

પ્રેમ વિચારોનો 7

પ્રેમ વિચારોનો 7

2 mins
397


(ગતાંકથી ચાલુ. ઓજસ લખે છે)

શોખ મને શોખ મારી આસપાસ રંગ અને સુગંધ વાવવાનો, હા, બાગકામ મારો શોખ કહો તો શોખ અને ગમતું કામ કહો તો એ. નાનપણથી મારી સાથે મોટા થતાં છોડવા અને ફૂલોને જોઈ હરખાઈ જતી. એક અલગ પ્રકારનો રોમાંચ થતો.

પ્રકૃતિ જાણે મને ખુશ કરવા જ તત્પર બનતી. મમ્મીનાં વાળમાં રોજ નાખેલું મોગરાનું ફૂલનું સ્મરણ હજીયે મારા હ્રદયને પુલકિત કરી દે છે. જેમ જેમ મોટી થતી ગઈ તેમ શોખ મારા જીવન અસ્તિત્વનો ભાગ બનતો ગયો. મને હંમેશા વિચાર આવતા કે મારા શોખમાં આગળ વધુ પણ તેને વધારવા માટેના સંજોગો કદાચ અનુકૂળ ન હતા.

લગ્ન પછી મોટા બગીચાની મહેચ્છા નાના નાના કુંડાઓમાં સમાઈ ગઈ. હવે જવાબદારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ. આવતા વર્ષે જ લગ્ન છે મારા દીકરા અને દીકરીના. અક્ષત પણ રીટાયર થવાના થોડા સમયમાં. ખબર નહિ હવે એવું લાગે જાણે થાકી ગઇ. અક્ષત મારા પતિનું નામ છે. સરસ ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે.

તમારી સાથે વાતોમાં જાણે હું પછી નાની થઈ ગઈ. જાણે બગીચો મારી વાટ જુવે છે, ફરી વર્ષો પછી નવું ગુલાબ ઉગાડવાની ઈચ્છા છે. ચાલો મારી વાત તો પુરી જ નહિ થાય. મળીએ પાછા પત્રમાં.

ઓજસ

ગુલાબી ઓજસ જી,

                      આ પત્રની સાથે નાની ગુસ્તાખી કરું છું. મારી બાલ્કનીમાં ઊગેલું ગુલાબ કદાચ એટલે જ ઉગ્યું, તેને મોકલવાની ઈચ્છા થઈ ગઈ. ગુલાબ કદાચ સુકાઈ જશે પણ સુગંધ રહેશે. તમારા શોખની જેમ જીવિત.

તમારા શોખની સાથે તે પણ સાથે રહેશે તમારી,

તમારા શોખની સુંગંધ તો મને પણ મહેકાવી ગઈ.

મારા શોખ કહું તો મને અન્ય માટે જીવવું ગમે. બીજાની ખુશી જોઈ હું આનંદિત થઈ જવું. બીજા માટે કઈ કરવાનો આનંદ થાય. પંરતુ હવે પહેલાં પરિવારને પ્રાધાન્ય આપવા માટે મને ગમે તેવું કરવું પડે છે. આ ઉપરાંત મને સંગીત પણ ગમે, પણ તેની પૂર્વશરત કે મને એકાંતમાં જ ગમે. સંગીત મારું પ્રિયજન છે તેને કોઈ સાથે શેર કરવા કરતાં, તેની સાથે એકલું જ રહેવું ગમે છે.

હવે તો પાછો મારો વારો આવ્યો નહિ વિષય આપવાનો ? મારો વિષય છે, વિશ્વાસનું જોડાણ.

થોડી લઈ લવું તારી માવજત.

ને સામેથી માંગી લવું થોડું વ્હાલ ?

ને આનંદીએ નિરંતર, નિર્વિકાર.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance