Khyati Thanki

Romance

4  

Khyati Thanki

Romance

પ્રેમ વિચારોનો - 15

પ્રેમ વિચારોનો - 15

2 mins
416


ડિયર, આસવ જી,

શું કહું સમજાતું નથી, ગુસ્સો કરું ? રિસાઈ જવું કે ચિંતા કરું તમારી ? તમારી કલ્પનાનું દ્રશ્ય તમારી સામે હતું અને તમે મને મળ્યા નહીં ? તમારા કારણે જ આસવ જી હું વિજેતા બની. તમે મારામાં સુતેલા શોખને જાગૃત ન કર્યો હોત તો આ અશક્ય હતું. મેં તો મારા પ્લાન્ટનું નામ જ આસવ આપ્યું હતું.

હા એ વાત સાચી કે મને પ્રોત્સાહિત કરવા મારા પતિ અક્ષત પણ મારી સાથે હતા પણ તે કારણ ન હોય શકે તમારા ન આવવાનું... તે તો મને ખબર આટલા તો હું તમને ઓળખું.

હું પોતે હવે વાસ્તવિકતા ટાળવા માગતી નથી. વાસ્તવિકતામાં જ જીવવા માગું છું ક્યાં સુધી બસ આમ જ કલ્પનામાં રાચવું ? પરિણામની ચિંતા કર્યા વગર અમે ત્યાં આવ્યા એ પહેલા જ મે અક્ષત ને તમારા વિશે વાત કરી હતી, આપણા પ્રેમ વિશે નહીં કેમકે તે મારો પોતીકો ભાવ છે તેને હું અક્ષત સાથે વહેંચવામાં માંગતી નથી. હા પણ આપણી મિત્રતાની જરૂર વાત કરી હતી. મિત્રતા તો છે જેને કારણે આજે અક્ષત તેમની ઓજસને આટલી ખુશખુશાલ જુવે છે.

મે એમ પણ કહ્યું હતું કે તમે મળવા જરૂર આવશો. અમે ઘણો સમય રાહ જોઈ....પણ તમે આવ્યા જ નહિ, અને બસ દરવાજા પાસે એક નાનકડો છોકરો એક ચિઠ્ઠી આપીને ચાલ્યો ગયો. સાચું કહું આ વખતે મને તમારા બદલે તમારી ચિઠ્ઠી ગમી નહિ.

ચિઠ્ઠીમાં ફક્ત તમે મને અભિનંદન પાઠવ્યા. ન આવવાનું કારણ ન કહ્યું. શા માટે આમ કર્યું આસવ જી ? રહી રહીને તમારી ચિંતા થાય છે તમારી તબિયત સારી તો છે ને ? કે કંઈ પારિવારિક કારણ હતું ન આવવાનું ? તમે મને નિખાલસતાથી જણાવી શકો છો હું કોઈ અપેક્ષા નહિ રાખું તમારી પાસેથી. તમારા પત્રની આતુરતાપૂર્વક રાહ જોઉં છું અને આ વખતે ગોળગોળ વાતો કરવાની નથી મને સો ટકા સત્ય જણાવવાનું છે આટલો તો મારો હક થાય કે નહીં ? બસ હવે કંઈ લખવાનું યાદ આવતું નથી.....

પત્રની રાહ જોતી ઓજસ...

આંખોની આતુરતા શબ્દ દેહે અવતરે...

હૃદયની વ્યાકુળતા લાગણી બની વિસ્તરે...

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Romance