પ્રતીક્ષા - 3
પ્રતીક્ષા - 3
પોતપોતાનું આકાશ અને તેમાં દેખાતા મેઘધનુષી સપનાંઓ.. એ સપનાંઓ પૂરું કરવા થતી એક નવી જ દિશાની શોધ અને તેમાં વહી જવાની પ્રેરણા...
અનેરી એક અલગ સપનું લઈ તેને સંવારવા લાગી તો કવન એક નવા જ શહેરમાં પોતાને ગમતા સંસ્મરણો લઈ જાતને ગોઠવવા લાગ્યો.
'કવન' અનેરીથી બે વર્ષ મોટો અને વિચારોમાં અનેરીનો સમવયસ્ક પોતાના કરતાં વધારે અનેરી વિશે વિચારે કારણ કે જ્યારથી સમજણો થયો ત્યારથી અનેરી ની મિત્રતા એ તેના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો.
અનેરીનાં વિચારોનું સોંદર્ય હંમેશા તેને આકર્ષતું. અનેરી પ્રત્યેના ખેંચાણમાં નિર્દોષતા વધારે હતી તેના પ્રત્યે કાળજી, પરવા, ચિંતા જ કદાચ કવનનો અનેરી પ્રત્યેનો પ્રેમ હતો પણ એ પ્રેમ અમુક નિશ્ચિત સંબંધમાં પરિણામે તેવી અપેક્ષા ન હતી અને એટલે જ અનેરી કવન પાસે સંપૂર્ણપણે વ્યક્ત થતી.
કવન ના વ્યક્તિત્વ પાછળ બીજા બે વ્યક્તિત્વ તેના મમ્મીપપ્પાનો પ્રભાવ. બંનેની સરળતા વારસામાં મળી. પન્નાબેન શિક્ષિકા હોવા છતાં કેરિયર કરતા કવન ના ઉછેરને પસંદ કર્યો. પપ્પાનું કવિહૃદય હંમેશા પોતાના કરતાં અન્યની લાગણી વિશે વિચારવા માટે પ્રેરતું હતું.
અજાણ્યા શહેરની એક હોટેલની બાલ્કની માં બેસી સનસેટ માણી રહ્યો હતો સાથે સાથે માનવીની ગતિ વિશે અને વર્તમાન અને ભવિષ્યની સંભાવનાઓ વિશે વિચારતો હતો.
કાલના ઇન્ટરવ્યુ માટે માનસિક રીતે સજ્જ થઈ રહ્યો હતો ત્યાં આનેરીની આંખોનું હાસ્ય યાદ આવી ગયું અને એક ક્ષણ માટે અનેરી સાથે વાત કરવાની ઈચ્છા થઈ ગઈ પણ તરત જ મનને વાળી લીધું. ઇન્ટરવ્યુ પતે પછી ગુડ ન્યુઝ આપીશ એમ વિચારી હેડફોન માં વાગતાં ગીત ની સાથે ગણગણવા લાગ્યો...
"તમન્ના ફિર મચલ જાયે અગર તુમ મિલને આ જાઓ - જાવેદ અખ્તર "
આજે ખબર નહિ કેમ ઉઠતાવેંત અનેરી યાદ આવી અને ત્યાં જ પન્નાબેનનો ફોન આવ્યો. તેમના આશીર્વાદ લઈને ઇન્ટરવ્યુ માટે નીકળ્યો.
પ્રકૃતિના બધા તત્વોની સાથે માનવીનું મન પણ આવનારા ભવિષ્યના સંકેતો મેળવી જ લે છે. કવન પણ અજાણ્યા શહેરમાં હવે ત્યાજ વસી જવાનો હોય તેમ આ શહેરને જાણવા અને માણવા એકચિત્ત થઈ ગયો.
એક સુંદર મજાના અનુભવ અને સંતોષ સાથે ઇન્ટરવ્યુમાં પાસ થઈ નવીન સ્વપ્ન સાથે સૌપ્રથમ મમ્મી સાથે અને ત્યારબાદ અનેરી ને ફોન લગાડ્યો.
કવન:- "હેલ્લો"
અનેરી:- "કૉંગ્રેચ્યુલેશન્સ "
કવન:-. "શેના માટે ?"
અનેરી:-. " લે વળી, નવી જોબ માટે"
કવન:-. "તને કેમ ખબર ?"
અનેરી:-. "પ્રિય આંટી દ્વારા."
કવન:-. "ઓકે, મમ્મીને ના પાડી
તો પણ."
અનેરી:-. " મેં જ સામેથી પૂછ્યું હતું."
કવન:-. " મારે તને સરપ્રાઈઝ આપવી હતી."
અનેરી:-. "તો લે આ સરપ્રાઈઝ જ કહેવાય."
"તે ફોન કર્યો તે " હા..હા..
કવન:-. "ગુડ જોક"
અનેરી:-. "તો હવે મિ. કવન ત્યાજ રહેશે એમ ને?"
કવન :-. "હા એ તો છે, પણ હવે તારી વિચિત્ર વાતોમાં કોણ ખોટી ખોટી હા એ હા કરશે?"
અનેરી:-. "એ મિસ્ટર આવું નથી કહેવાનું મને હવે તો આ મિસઅનેરી નો ચાહકવર્ગ મોટો થઈ ગયો નવી કોલેજમાં..
કવન:-. " એ તારા ચાહકોમાંથી કોઈને શોધી લેજે એટલે બિચારા આંટી ને ચિંતા નહિ."
અનેરી:-. " મને મારા ચાહક ના ગમે"
"અનેરી ને તો એ ગમે જેની અનેરી ચાહક હોય.."
કવન:-. "ધેટ્સ લાઈક માય બેસ્ટી "
અનેરી:-. " ચાલ, આવ એટલે મળીએ બાય".
કવન:-. "બાય ટેક કેર "......
ક્રમશઃ

