STORYMIRROR

Khyati Thanki

Romance

4  

Khyati Thanki

Romance

પ્રતીક્ષા - 22

પ્રતીક્ષા - 22

3 mins
229

સુખનું સંધાન એટલે એક પછી એક એમ નાનકડા એકબીજા સાથે જોડાયેલા સુખની ઈચ્છા કે અપેક્ષા. માનવીનું મન ક્યારેય સંતોષ પામતું નથી. એક પછી એક ઈચ્છાઓ જાગ્યા જ કરે છે અને જે વ્યક્તિ આ સમયે સમજણ સાથેની સ્થિરતા અપનાવી લે તે જ ખરા અર્થમાં સુખી થાય છે.

કવન સાથેની વાતચીત પછી અને અમુક બાબતોમાં અનેરી સ્પષ્ટ થઈ ગઈ. મનમાં ઊઠતા ભાવોને સહજતાથી સ્વીકારી પણ લીધા અને દીવા સ્વપ્નો અને વાસ્તવિકતા વચ્ચે ઝૂલતા પોતાના હૃદયને અમુક નિર્ણયો સ્વીકારવા તૈયાર પણ કરી લીધું.

ચિંતનભાઈ:-"અનુ એક વાત કહું ?"

અનેરી:-"હા પપ્પા એક નહીં બે કહો ને."

ચિંતનભાઈ:-"તારી મમ્મી ખોટી ચિંતા કરતી હતી ખરેખર તો તું મારું ધ્યાન રાખે છે."

અનેરી:-"ઈશ્વર બધાનું ધ્યાન રાખે છે પપ્પા."

ચિંતનભાઈ:-" પણ મારી અનુનું રાખતો હોય એવું નથી લાગતું."

અનેરી:-"મારું તો વધારે ધ્યાન રાખે છે પપ્પા એક વાત કરવી છે."

ચિંતનભાઈ:-"બોલ બેટા."

અનેરી:-"પપ્પા અત્યારે હું એવા વ્યક્તિ સાથે સંવેદનાથી જોડાઈ છું, જે ક્યારેય મારો સ્વીકાર નહીં કરી શકે."

ચિંતનભાઈ:-"કોની વાત કરે છે ?"

અનેરી: "એ મહત્વનું નથી પપ્પા કદાચ હું તમને એ વ્યક્તિ વિશે જણાવી દઈશ તો કદાચ એ વ્યક્તિના સારા-નરસા પાસા વિશે તમારું મન વિચાર કરવા લાગશે અને હવે તે વ્યર્થ છે. કેમ કે મારું ભવિષ્ય તે નથી તે મને ખબર છે. હું ફક્ત તમને મેં લીધેલા નિર્ણય પાછળની માનસિક સ્થિતિથી વાકેફ કરવા માંગુ છું."

ચિંતનભાઈ:-"તે શો નિર્ણય લીધો ?"

અનેરી:-"પપ્પા મારે હમણાં લગ્ન નથી કરવા."

ચિંતનભાઈ:-"તો ક્યારે બેટા ? શા માટે ?"

અનેરી:-"બે કારણો છે એક તો હું જે વ્યક્તિને પતિ તરીકે કલ્પી ચૂકી છું તે પોતે કોઈ સાથે જોડાયેલા છે અને બીજું હું અત્યારે માનસિક રીતે નિર્ણય લેવા સ્વસ્થ નથી. અત્યારે કદાચ નિર્ણય લઈએ તો પણ તે ફક્ત સમાધાન હશે અને જ્યારે સમાધાનનો સમયગાળો પૂરો થઈ જશે ત્યારે અમારા બંને માટે અઘરું થઈ જશે સ્થિર રહેવું."

ચિંતનભાઈ:-"તો આગળ ?"

અનેરી:-"તમે અને કવિતા મેમ જોડાઈ જાવ પછી હું થોડા વર્ષ માટે બહાર ભણવા જવા માગું છું, મને પણ ચેન્જ મળી જાય અને તમે પણ મારી જવાબદારી વિના તમારી જિંદગી માણી શકો."

ચિંતનભાઈ:-"તું મારી જવાબદારી નથી અનુ."

અનેરી:-"મને ખબર છે પપ્પા તમે એમ વિચારી લો કે મારાં લગ્ન થઈ ગયા ને હું સાસરે છું બસ."

ચિંતનભાઈ:-"એકલતા બહુ અઘરી છે અનુ."

અનેરી:-"અરે હું હંમેશા એકલી નહીં રહું, ફક્ત મને થોડો સમય આપો, મારી જાત સાથે એકલી રહેવા માંગુ છું પપ્પા...."

ચિંતનભાઈ:-"ઓકે છે જેવી તારી મરજી."

અનેરી:-"તમે અને કવિતામેમ ખરીદી પૂરી કરી લો હું અને કવન આમંત્રણનું કામ પૂરું કરીએ."

એવો આનંદ

શોધે જાણે મન

કારણ વિના

અનેરી:-"કવન જલ્દી કર... આટલું શું તૈયાર થવાનું ? આપણે ખાલી આમંત્રણ દેવા જવાનું છે લગ્ન કરવા નથી જતા."

કવન:-"અરે આવ્યો."

અનેરી:-"ચાલ હવે."

રુચા મેમ પોતાની જિંદગી સ્થિર કરવા માટે કવનનો આભાર મનોમન વ્યક્ત કરતા હતા અને પોતાની નાની બહેન વિદિશા માટે કવન વિશે વિચારતા હતા તેમના મતે કવન વિદિશા માટે યોગ્ય વ્યક્તિ હતો જે તેને બરાબર સાચવી શકે."

અનેરી:-"કેમ છો મેમ ?"

ઋચા મેમ:-"બસ મજામાં, તું કેમ છે ?"

અનેરી:-"બસ સારું મેમ.....(અનેરી ની નજર તેના અનિકેતને નિરાંતે છેલ્લીવાર જોવા માટે અધીરી બની ગઈ)

ઋચા મેમ:-"કવન આ મારી નાનકડી બહેન વિદિશા છે આ વર્ષે જ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને થોડા દિવસ માટે અહીં રહેવા આવી છે, તેની ઈચ્છા શહેર જોવાની છે, મારી અને અનિકેતની પ્રકૃતિ કે તને ખબર જ છે તું એક કામ કરીશ ? વિદિશાને થોડી હેલ્પ કરીશ ?"

કવન:-"શ્યોર મેમ આ લગ્ન પતી જાય પછી એક વિક માટે હું ફ્રી છું."

ઋચા મેમ:-"કોના લગ્ન ?"

અનેરી::-"મારા પપ્પાના મેમ, હું મારા પપ્પાના રીમેરેજ કરાવું છું. કવિતા મેમ સાથે. તેમને તો તમે ઓળખતા જ હશો ?"

અનિકેત:-"એ અમારી કોલેજમાં છે મારી સાથે."

ઋચા મેમ:-"ઓકે આ તો બહુ સારું કહેવાય."

અનેરી:-"હા મેમ મમ્મીના ગયા પછી પપ્પા બહુ એકલા થઈ ગયા હતા હું જોઈએ એટલો સમય નથી આપી શકતી..

હું પણ હવે બહાર જવાનું વિચારું છું.....

અનિકેત:-"કઈ બાજુ ?"

અનેરી:-"એ હજુ નક્કી નથી."

 અનિકેતને લાગ્યું કે જાણે અનેરી કંઈ કહેવા માંગતી નથી આજે...... અને અનિકેતનું હૃદય અનેરીના ભવિષ્ય માટે મનોમન પ્રાર્થના કરવા લાગ્યું એવી પ્રાર્થના જે છલોછલ હતી પ્રેમથી........નિર્વિકારતાથી...... નિર્મળતાથી.  


Rate this content
Log in

Similar gujarati story from Romance