STORYMIRROR

Khyati Thanki

Drama Romance Others

4  

Khyati Thanki

Drama Romance Others

પ્રતીક્ષા - 20

પ્રતીક્ષા - 20

4 mins
186

અલગ-અલગ સમય ખંડમાં જીવતા વ્યક્તિઓનો સમય જ એક સરખો ચાલવા માંડે તેનાથી વધારે પ્રેમ અને ઈશ્વરની સાબિતી શું હોઈ શકે ? સમગ્ર ચિતતંત્ર ઉપર એક જ વ્યક્તિનું છવાઈ જવું શું આ જ પ્રેમ છે ?

તુમ હમારે નહીં તો કયા ગમ હૈ  

હમ તુમ્હારે તો હૈ યે કયા કમ હૈ

  -સહર

પેન ડ્રાઈવમાંથી રેલાતા સેડ સોંગ નહીં પણ જાણે અનેરી ને વ્યક્ત કરતા હતા અનિકેતને હજી સમજમાં આવતું ન હતું કે શું થઈ રહ્યું છે ? થોડા સમય પહેલાની અજાણી વ્યક્તિ કેમ અચાનક આટલી ખાસ લાગવા માંડે ? અને અનિકેત પહેલાના સમયને અનેરીની દ્રષ્ટિએ જોવા લાગ્યો. ભૂતકાળના સંવાદોને મન ફરી વાગોળવા લાગ્યું અને તેની સાથે વાત કરવાની ઈચ્છા થઈ ગઈ... તેના અવાજનો રણકાર સાંભળવા કાન અધીરા બની ગયા.

અને કહેવાય છે ને કે બે વ્યક્તિ જ્યારે પુરી તાદાત્મ્યતાથી એક બીજાને યાદ કરે ત્યારે વચ્ચેના આભાસી આવરણ પછી તે સમયના હોય કે સ્થળના દૂર થઈ જાય છે મનની ગતિથી સંસ્મરણ હૃદય પર ટકોરા મારે છે.

અનેરી પણ જાણે કશું સાંભળવા તત્પર હતી ફક્ત નિખાલસ સ્વીકાર બસ.....

આ ચાર દિવસના સેમિનારમાં જાણે પોતે તો ત્યાંજ ઊભી છે પણ અનિકેત વધારે નજીક આવી ગયા છે એ અનિકેત જેને દૂરથી અનિકેતની જાણ વગર મન ભરીને ઘણીવાર માણ્યા છે...

ત્યાં તો મોબાઈલમાં રીંગ વાગી અને અજાણ્યા નંબર જોઈને થોડું વિચારીને ફોન ઉપાડ્યો.

અનેરી:-"હેલ્લો ?"

અનિકેત:-"હેલ્લો ગુડ મોર્નિંગ હું અનિકેત."

અનેરી:-"હેલો સર ગુડ મોર્નિંગ."

અનિકેત:-"આજે સર તરીકે ફોન નથી કર્યો, મિત્ર તરીકે યાદ કર્યા છે."

અનેરી:-"મને કેમ યાદ કરી ?"

અનિકેત:-(મનમાં બોલે છે:-"જેને ભૂલતો નથી તેને યાદ કેમ કરવા ?") બસ આમ જ ગીત સાંભળતો હતો મને થયું તમને થેન્ક્સ કહી દઉં ખૂબ જ સારું કલેક્શન છે."

અનેરી:-"ફક્ત એટલા માટે ફોન કર્યો ?"

અનિકેત:-"હા અને ના પણ, તમારી સાથે વાત કરવાની પણ ઈચ્છા હતી.

અનેરી:-(શરમથી આંખો ઢાળી દીધી)કેમ ?

અનિકેત:-"બસ મને ગમે તમારા વિચારો જાણવા."

અનેરી:-"મને પણ, મારા કરતાં તો મને તમારા લેક્ચર્સ વધારે રસપ્રદ લાગે."

અનિકેત:-"એમ ?"

અનેરી:-"હા સર મને શરૂઆતથી જ તમારા લેક્ચર્સ ગમે."

અનિકેત:-(મનમાં)" હું કેટલા સમય ખંડમાં જીવ્યો ?"

અનેરી:-"પરંતુ હવે તો કોલેજ પૂરી થઈ ગઈ આ લ્હાવો ફરી નહીં મળે."

અનિકેત:-"તમે ગમે ત્યારે આવી શકો મારા વર્ગમાં."

અનેરી:-"હવે તો હું પણ વર્ગ લેવાનું, જોબ કરવાનું પણ વિચારું છું."

અનિકેત:-"તો પછી તે ક્ષેત્રમાં જ આગળ વિચારજો."

અનેરી:-"તમારું માર્ગદર્શન જોઈશે."

અનિકેત:-"બેશક..... જ્યારે પણ....."

    અને એક નવો જ પ્રવાહ વહેવા લાગ્યો જેમાં એક વ્યક્તિ જાણી જોઈને અને બીજી અજાણપણે ખેંચાઈ .....

ડોરબેલના અવાજથી અનિકેત જાણે સ્વપ્નમાંથી બહાર આવ્યો.... બારણું ખૂલ્યું ત્યાં તો રુચા સામાન લઈને ઊભી હતી.

અનિકેત:-"અહો ધનભાગ્ય.....( અને ઋચા ઘણાં સમય પછી એક હૂંફાળી હૂંફ સાથે અનિકેતને મળે છે)

અનિકેત:-"આ વખતે તો લાંબો સમય સાથે રહેવાનું લખ્યું લાગે છે !"

ઋચા:-"હા હવે બધું જ પૂર્ણપણે તમારા ભાગમાં અનિકેત..... હું રાજીનામુ આપીને આવી છું, થોડો સમય વિરામ લેવા માંગું છું અને એ વિરામ કદાચ જિંદગીભરનો હોય તો પણ મને વાંધો નથી....."

અનિકેત:-"હું ખરેખર ખુશ થયો ઋચા... મને એવું લાગે છે કે જાણે મને મારી એ ઋચા મેમ પાછી મળી ગઈ."

ઋચા:-"મેમ નહીં કહેતા, નહીતર પાછી ચાલી જઈશ."

અનિકેત:-"તો મારું ઘર કોણ સંભાળશે ? અને મને કોણ સંભાળશે ?"

ઋચા:-"આપણે બંને..... આપણો પ્રેમ"

અનિકેત:- "મેં પણ હમણાં ખુશ રહેવાનું શીખવાનું શરૂ કર્યું છે ઋચા."

ઋચા:-"તું જ્યાં હોય ત્યાં બધું ખુશનુમા થઈ જાય અનિકેત."

અનિકેત:-"પણ તેનો અનુભવ તારા હોવાથી થાય છે ઋચા."

કવન મળે છે અનેરીને...

કવન:-"હેલ્લો અનુ."

અનેરી:-"અરે 'મિસ્ટર પરફેક્ટ' ખરા સમયે આવ્યો."

કવન:-"મારા કે તારા ?"

અનેરી:-"ત્રીજી વ્યક્તિના."તારે મારી સાથે આવવાનું છે."

કવન:-"ક્યાં ?"

અનેરી:-"કવિતા મેમના ઘરે."

કવન:-"પ્લીઝ યાર મને ન લઈ જા, મને ના આવડે આવું બધું."

અનેરી:-"તારે ખાલી સાથે આવવાનું છે."

કવન:-"ઓકે."

(બંને જાય છે.)

કવિતા:-"અરે આજે તો સવાર સવારમાં ? શું કહેવાય ?"

અનેરી:-"બસ મેમ તમને મળવાની ઈચ્છા થઈ ગઈ."

કવિતા:-"આજે હું આવવાની જ હતી ચિંતનભાઈની થોડી બૂક્સ મારી પાસે છે તે પાછી આપવા.... આજે સાંજે હું મારા ભાઈને ત્યાં જાઉં છું."

અનેરી:-"તમે ક્યાં હમેશાં માટે જાવ છો ? પાછા આવો ત્યારે આપજો."

કવિતા:-"હા એ પણ છે હવે હું ક્યાં જઈશ અહીંથી ?"

અનેરી:-"એક વાત કહું ? હંમેશા માટે અહીં રહી જાવ તો ?"

કવિતા:-"હું કંઈ સમજી નહીં હું તો અહીંયાં જ છું."

અનેરી:-"અહીંયા નહીં મેમ, મારી સાથે, અમારી સાથે."

મેમ આજે હું એક ખાસ વાત કરવા જ આવી છું, મને લાગ્યું છે કે હું અત્યારે વાત નહીં કરું તો ક્યારેય નહીં કરી શકું ! મારા પપ્પા હમણાં ખુશ રહેવા લાગ્યા છે અને તેનું પ્રતિબિંબ તમારી આંખોમાં દેખાય છે, હું ઈચ્છું છું કે તમે બંને જણા એકબીજાની આંખોમાં એકબીજાનું સુખ શોધો....મારી વાતથી તમારા હૃદયને જરા પણ ઠેસ પહોંચી હોય તો હૃદયપૂર્વક માફી માગું છું."

કવિતા:-"અરે હું અમસ્તી તારી મેડમ નથી અનુ.... મનોજગતની જ પ્રવાસી છું..... હમણાં હું પણ એક નવા જ સમયમાં જીવું છું અને કદાચ આનાથી દૂર એટલે જ મારા ગામમાં જવાનું વિચારતી હતી. મને લાગ્યું કે હું તમારી બંનેની જિંદગીમાં વધારાની જિંદગી જીવું છું."

અનેરી:-"સાચે મેમ ?"

કવિતા:-"હા તારી પાસે હું નિખાલસ સ્વીકાર કરવા માંગું છું. પહેલીવાર જ્યારે હું શિલ્પાબેનને મળીને તો મને તેમની મીઠી ઈર્ષા થઈ હતી કે તેઓ કેટલી ઠરેલ અને સુખી જિંદગી જીવે છે, તેનું ધ્યાન રાખવા ભવિષ્યની ચિંતા કરવા માટે નજીકના પ્રિયજનો છે અને મને ત્યારે નહોતી કે આ જ પ્રિયજનો મારા પણ પ્રિયજનો બની જશે...."

અનેરી:-તો બસ મેમ આગળના સપનાઓ પૂરા કરવાની જવાબદારી મારી."

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Drama