Khyati Thanki

Romance

4.5  

Khyati Thanki

Romance

પ્રતીક્ષા - 15

પ્રતીક્ષા - 15

4 mins
266


સમયની સાથે સાથે બધું જ વિસ્મૃત થઈ જવું. આ પણ ઈશ્વરની જ કૃપા છે. વિસ્મૃતિ એટલે ભૂલી જવું નહીં પરંતુ સારી બાબતો યાદ રહે અને ખરાબ ઘટનાઓ ક્રમેક્રમે ભૂલાય.

શિલ્પાબેનના મૃત્યુ એ અનેરી ને સમય પહેલાં જ પરિપક્વ બનાવી દીધી. સ્વજનો અને મિત્ર વર્તુળના કારણે અનેરી અને ચિંતનભાઈ વાસ્તવિકતાને સ્વીકારવા લાગ્યા ધાર્મિક ક્રિયાઓ પતી ગઈ અને ફરીથી ચિંતનભાઈ અને અનેરી એકલા થઈ ગયાં !

અનેરી:-"પપ્પા એક વાત કહું ?"

ચિંતનભાઈ:-"હા બેટા બોલ."

અનેરી:-"આગળ શું વિચાર્યું ? ફરીથી કામ શરૂ કરવું છે ને ?"

ચિંતનભાઈ:-"કંઇ સમજમાં નથી આવતું બેટા."

અનેરી:-"મારું માનો તો પપ્પા જલ્દીથી કામ શરૂ કરી દો. તમે પ્રવૃત્તિમાં રહેશો તો બધું નોર્મલ થવા લાગશે, હું પણ કાલથી કોલેજ જવાની છું.

ચિંતનભાઈ:-"તારી વાત અલગ છે બેટા તારી સામે ભવિષ્ય છે અને મારું ભવિષ્ય તો અંધારામાં લાગે છે."

અનેરી:-"મમ્મીની મહેનત તો એળે ગઈ ને ?"

ચિંતનભાઈ:-"આમ શા માટે બોલે છે ?, સરખું બોલને ?"

અનેરી:-"માય ડિયર પાપા મમ્મી તમને અમૂલ્ય સંસ્મરણો રૂપે પ્રકાશ ભેટ માં આપી ગઈ છે. તમારો ભૂતકાળ સુખોથી ભરેલો છે અને એ ખોબલે ખોબલે આપેલું સુખ મમ્મીએ તમારા ભવિષ્ય માટે આપ્યું છે.

હું એમ નથી કહેતી કે મમ્મીને ભૂલી જાવ એ શક્ય જ નથી પણ તેની બીમારી તેની પીડા અને તેનું મૃત્યુ બસ આ વસ્તુઓ ને ભૂલી જવાનો પ્રયત્ન કરો કેમકે એ વસ્તુઓ તો મમ્મીને પણ નથી ગમતી કોઈ દિવસ.

મમ્મી મને સૌથી મોટી જવાબદારી સોંપીને ગઈ છે તમને ખુશ રાખવાની. કમ સે કમ મારા માટે ખુશ રહો.

અને હા મમ્મી જ્યારથી મને તમારી પાસે મૂકીને ગઈ છે ને પપ્પા ત્યારથી એ દિવ્ય જ્યોત બની તમારામાં પ્રવેશી હંમેશા મને તમારા સ્વરૂપમાં જોવા મળે છે. તમારા દ્વારા મારું ધ્યાન રાખે છે. હવે તો મારી મમ્મી અને પપ્પા બંને તમે જ છો ખરું ને ?"

ચિંતનભાઈ:-"ખરું બેટા.... આજે મને શિલ્પાને થેન્ક્યુ કહેવાનું મન થાય છે કારણકે તે મને દુનિયાની સૌથી સુંદર જાદુઈ પરી ભેટમાં આપી ને ગઈ છે... અનુ.,.. તારી વાતો મને હંમેશા દિશા ચીંધનાર બને છે.

અનેરી:-"આજથી આપણે બંને એકબીજાને ખુશ રાખશું, એકબીજાને માર્ગદર્શન આપશું. અને પપ્પા તમે મને પ્રોમિસ આપો કે આવનારા ભવિષ્યમાં ખુશીના ટકોરા સંભળાય તો ભૂતકાળને સાથે લઈને ભવિષ્યને આવકારશો."

ચિંતનભાઈ:-"પ્રોમિસ બેટા હવે ફક્ત મારે તારા માટે જીવવાનું છે તારા ભવિષ્યને સુંદર બનાવવાનું છે.."

ત્યાંતો ડોરબેલ સંભળાય છે.

અનેરી:-"અરે કવિતા મેમ તમે ? આવો મેમ."

કવિતા:-"સોરી અનેરી. હું કાલે જ આવી મને હમણાં જ જાણ થઈ તારા મમ્મી વિશે."

અનેરી:-"ઇટ્સ ઓકે મેમ વાંધો નહીં."

કવિતા:-"અનેરી તું ચિંતા નહીં કરતી. હું તારી સાથે જ છું પપ્પાનું ધ્યાન પણ તારે જ રાખવાનું છે."

અનેરી:-"આઇ નો મેમ પણ ઘણીવાર થાકી જાઉં છું, બધું સાથે સંભાળીને."

કવિતા:-"સમય જ મહાન છે અનેરી મારા મમ્મીને પણ એક વર્ષ પૂર્ણ થયું મને એવું લાગ્યું હતું કે જાણે મારી આખી દુનિયા જ ડૂબી ગઈ પણ આ નવી નોકરી નવા સંબંધો ધીમે ધીમે બધી જ ખરાબ યાદો ભૂલાતી જાય છે.

અનેરી:-"હું ધીમે-ધીમે બરાબર થતી જઈશ પણ મને મારા પપ્પાની ચિંતા થાય છે મારે એમના વિષે કંઇક વિચારવું પડશે કોઈ પ્રવૃત્તિ વિચારવી પડશે.

કવિતા:-"તારા પપ્પા ને કઈ પ્રવૃત્તિ ગમે સંગીત કે એવું કંઈ ?"

અનેરી:-"સંગીત નહિ પણ વાંચનનો શોખ છે."

કવિતા:-"તો મારી નજરમાં એક સુંદર પ્રવૃત્તિ છે અનેરી."

અનેરી:-" કઈ ?".

કવિતા:-"હું એક સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલી છું તેઓ એક લાઈબ્રેરી ચલાવે છે કે જેમાં ફ્રી માં પુસ્તકો વાંચવા માટે આપે છે આજ સંસ્થામાં સાંજે ચિંતનભાઈ થોડી સેવા આપે તો કેવું ?"

અનેરી:-"ખુબ જ સરસ વિચાર છે મેમ હું વાત કરીશ પપ્પાને.."

કવિતા:-"સારું તો પછી તું મને જણાવજે."

 ' સંસ્મરણો અનેરી' ના કવને વાંચવાની શરૂઆત કરી.... બાળપણથી આજ સુધી અનેરી સાથે જિવેલી ક્ષણો જીવંત થઈ જાય છે. આ નિખાલસતા એ તો અદકેરું સ્થાન મેળવ્યું હતું કવન ના હૃદયમાં..

એક નવી જ અનેરી ઉઘડતી ગઈ કવનની સામે, આ એક વર્ષમાં તો અનેરી માટે અનિકેત સર કંઈક ખાસ બનતા ગયા.

ખુલ્લી આંખે

સપનાની સમીપે

 મારામાં તમે

અનિકેત સરનું ઝીણામાં ઝીણું નિરીક્ષણ...

જાણે અનેરી અનિકેત મય બની ગઈ... કવનની સામે એક નવી જ આકૃતિ ઊભી થઈ અનિકેતની.

સપના સંગે

તારા મય હોવાની

માત્ર પ્રતિક્ષા

પ્રતિક્ષા.... પ્રતિક્ષા. પ્રતિક્ષા....

કવનનું હૃદય અનેરીની સમજણ પર ફરી એકવાર ધડકી ગયું.. કંઈક નક્કી કરી અનેરીને ફરીથી મળવાનું વિચારે છે. ફોન લગાડે છે.

કવન:-"અનેરી સાંજે ફ્રી છો ?"

અનેરી;-"હા ,બોલ."

કવન:-"મારે તને એકલી ને મળવું છે થોડીવાર."

અનેરી:-"સાંજે મળીએ દરિયે."

 કાંઠા વિનાના દરિયા ને જોઈને અનેક સ્મૃતિઓ જાણે અનેરીને ઘેરી વળી,..

કવન:-"કેમ છે અનુ ?"

અનેરી:-"બસ મજામાં."

કવન:-"અને અંકલ. ?"

અનેરી:-" બસ તેમને કોઈ પ્રવૃત્તિ આપવાનું વિચારું છું."

કવન: "અને તું ? આગળ શું વિચાર્યું ?"

અનેરી:-"હું મારા વર્તમાનમાં ખુશ છું કવન."

કવન ડાયરી પછી આપે છે.

કવન:-"ખુબ જ સરસ સંસ્મરણો છે તારા, અને હું નસીબદાર છું કેમ કે તેમાં હું પણ છું."

અનેરી:-"તે બધું વાંચ્યું ?"

કવન:-"હા અનુ એ બધું જ વાંચ્યું જે મારી બેસ્ટ ફ્રેન્ડ અનેરી એ અનુભવ્યું....

એ બધું વાંચ્યું જે તારા હૃદયનાં એક ખૂણામાં સચવાઈને પડ્યું છે....

એ બધુ વાંચ્યું જે અનેરીની આંખોમાં છે.અને અત્યારે પણ જોઈ શકું છું.

અનેરી:-"તે શું નક્કી કર્યું ?"

કવન:-"મારે નક્કી કરવાનું નથી અનુ,તું મારી બેસ્ટ ફ્રેન્ડ હતી છે અને હંમેશાં રહેવાની...

અને આગળના ભવિષ્ય માં નવા સંબંધો વિષે વિચારું તો જે અનેરી ને પત્ની તરીકે મેં કલ્પી તે અનેરીના જીવનમાં સ્થાન પામવા માટે હજુ હું યોગ્ય નથી મારે હજુ થોડું વધારે નિરીક્ષણ કરવાની જરૂર છે.... પણ સાથે સાથે ખુશ પણ છું કે તે એક નવી અનેરીની ઓળખાણ મને આપી...

અનેરી:-"થેન્ક્સ કવન."

કવન:-"અરે તું તો જાણે એમ કહે છે હું ક્યાંક ચાલ્યો જવાનો ,એમ નથી જવાનો... તારી જેમ હું પણ પ્રતિક્ષા જ કરું છું...

અનેરી:-"આ બાબતની ચર્ચા પપ્પા સાથે નહી કરતો પ્લીઝ."

કવન:-"રુચા મેમ ને કહી દવું કે તેમનાં અનિકેત ને જરાક સાચવીને સંતાડી દે ? (હસતા હસતા)

અનેરી:-"કવન મને ગુસ્સે ન કર નહિતર...."

કવન:-"નહીં તો શું ?"

અનેરીના આંખોનું સ્મિત કવનના હૃદયમાં ઉતરી ગયું.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Romance