Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Sapana Vijapura

Inspirational

3  

Sapana Vijapura

Inspirational

પ્રમાણિકતા

પ્રમાણિકતા

3 mins
1.5K


રામુ જગદીશનો દીકરો હતો. દાસ વરસનો રામુ ભણવામાં ખૂબ હોશિયાર હતો. પણ ઝૂપડીમાં રહેવાવાળો જગદીશ એને સારી સ્કૂલમાં ક્યાંથી મૂકી શકે? પણ રામુ રોજ જીદ કરે મારે ડોક્ટર બનવું છે પપ્પા મને સારી સ્કૂલમાં દાખલો કરાવી દો. અને જગદીશ રાત્રે સૂઈ પણ ના શકે.શું કરું? શું કરું? કે રામુ સારી સ્કૂલમાં જઈ શકે.


એક દિવસ એ જ્યાં સિક્યોરિટી ની નોકરી કરતો હતો ત્યાં ચોરી કરવાનું નક્કી કર્યું. એ લોકો એના પર ખૂબ વિશ્વાસ કરતા હતા.એ રાત્રે શેઠ ખૂબ દારૂ પી ને આવ્યા. હાથમાં પૈસાનું મોટું પાકીટ પણ હતું. એ સાહેબને કમરા સુધી લઇ ગયો. અને શેઠને સુવડાવી એનું પાકીટ પલંગ પાર મૂક્યું. શેઠ તો બેહોશ હતા.એનું દિલ માનતું ના હતું પૈસા લેવા માટે પણ રામુની જીદ યાદ આવી ગઈ. એ ચૂપચા પાકીટ લઈને નીકળી ગયો. ઘેર આવી જમીન પાર ફસકાઈ પડ્યો પસીનો પસીનો થઇ ગયો. પહેલીવાર ચોરી કરી હતી. કોઈના વિશ્વાસનો ભંગ કર્યો હતો.


રામુ તો ખુશ થઇ ગયો પૈસા જોઈને. પણ પત્નીએ પૂછ્યું પૈસા કયાંથી આવ્યા. જગદીશ પાસે જવાબ ના હતો.પત્નીએ ફરી પૂછ્યું અને કહ્યું કે જો આ પૈસા ચોરી ના હોય તો તાત્કાલિક એ પૈસા પરત કરો. જગદીશ પણ દિલમાં ગિલ્ટી ફીલિંગ્સ હતી.એ સવારે શેઠના પૈસા પાછા આપવા ગયો. જ્યા શેઠે ઘર ઊંચું લીધેલું કે બે લાખ રૂપિયા ગયા કયાં ? જગદીશ શેઠના ઘરમાં દાખલ થયો અને કહ્યું,' સાહેબ આ પાકીટ ભૂલથી મારી પાસે રહી ગયું હતું. જે પાછું આપવા આવ્યો છું. શેઠે જોયું પૈસા બરાબર હતા. જગદીશે કહ્યું," સાહેબ એક વાત કહું? આ પૈસા હું રાખી શક્યો હોત મારા રામુના અભ્યાસ માટે એ ખૂબ હોશિયાર છે એને સારી સ્કૂલમાં દાખલ કરવા માટે પૈસાની જરૂર છે પણ હું ક્યાંથી કાઢું આટલા પૈસા? જગદીશ એક શ્વાસે આટલું બોલી ગયો.


શેઠ દયાળુ હતો ઘરમાં ઓલાદ પણ ના હતી. એને જગદીશને કહ્યું," આજથી રામુના ભણતરની જવાબદારી મારી. તું ચિતા નહિ કરતો.



જગદીશ ખુશ થઇ ગયો. એની પ્રામાણિકતા પણ જળવાઈ રહી અને રામુનું કામ પણ થયું. ઘણીવાર ખૂબ અઘરી લાગતી પરિસ્થિતિનો ખૂબ નાનો ઈલાજ હોય છે.


Rate this content
Log in