પરિશ્રમ અને ભાગ્ય
પરિશ્રમ અને ભાગ્ય
"વગર મહેનતે કશું જીવનમાં પ્રાપ્ત થતું નથી, મહેનત તો કરવી જ પડે જેમકે; 'ચરાતી ચરતો ભગઃ' એટલે કે ફરનારનું ભાગ્ય ફર્યા કરે છે અને સૂતેલાનું સૂતું રહે છે. અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી."
સ્વામીજી પોતાના શ્રોતાઓને સમજાવી રહ્યાં હતાં. એટલામાં જ કોઈ એક વ્યક્તિએ સ્વામીજીને પૂછ્યું, "તો જીવનમાં ભાગ્ય એટલે કે નસીબનું કોઈ મહત્વ નહીં ?"
"મહેનત કરશો તો તમારું નસીબ જરૂર ઉજળું બનશે અને તમારી ઈચ્છાઓ પૂરી થશે અને એ પણ યોગ્ય દિશામાં મહેનત જરૂરી છે."
"ગધેડો કેટલી મહેનત કરે છે નહીં ? ખાળીયા ખોદતો મજૂર કેટલી મહેનત કરે છે, એક ડિલિવરીવાળો માણસ કેટલું ફરે છે તો શું આ બધાની મહેનત ખોટી ?"
શેઠ લોકો ખુરશીમાં બેઠાં ઓર્ડર કરે અને માણસો કામ કરે ! શેઠ તો જરૂર વગર ફરે પણ નહીં. મેહનત વગર ઘણા સીધા શેઠ બની ગયાં એવા લોકો પણ છે ને ? અને મહેનત કરી હારી ગયેલા માણસે આત્મહત્યા કરી એવા બનાવ પણ છે ! તો મેહનત, નસીબ કે પાછલાં જન્મના કર્મો આમાંથી શું મહત્વનું ?"
વ્યક્તિનો જવાબ સાંભળી ત્યાં બેસેલા દરેક લોકો વિચારમાં પડી ગયાં અને સ્વામીજી જાણે કોઈ જવાબ શોધતા હોય તેમ તેની સામે જોઈ રહ્યાં
