Sharmistha Contractor

Tragedy

5.0  

Sharmistha Contractor

Tragedy

પરી : એક લઘુવાર્તા

પરી : એક લઘુવાર્તા

1 min
748



રાતે સૂતી વખતે રોજ પરીઓની વાર્તા સાંભળતા સાંભળતા પરી મોટી થઈ હતી. વાર્તા સાંભળતા એ જાણે સાચે જ પરી બની જતી. એની સપનાની દુનિયા પણ પરીની દુનિયા જેવી જ સ્વતંત્ર-મનમૌજી. હંમેશા હસમુખી, તેથી જ એને એના મમ્મી-પપ્પાએ પાડેલું પરી નામ ખૂબ જ ગમતું હતું.


આજે અચાનક પૈસાદાર ઘરેથી માગું આવતા એ જ માતા-પિતાનો વહેવાર બદલાઈ ગયો. આટલા વર્ષો એમણે પરીની જેમ ઉછેરેલી પરીને હવે શ્વસુરપક્ષને ઈશારે ચાલવાનું એ લોકો જ કહેવા લાગ્યા. પરીને ગમતી આર્ટસની લાઈન છોડી હવે એણે પતિની મરજી પ્રમાણે કોમર્સ લેવાનું હતું, સસરાનો બિઝનેસ આગળ વધારવા. એના પતિ ને સાદી-સિમ્પલ નહીં પરંતુ ફેશનેબલ પરી ગમે તેથી હવે એણે મનગમતા ડ્રેસ છોડી જીન્સ, વનપીસ લિપસ્ટિક લગાવી હંમેશ પરફેક્ટ રહેવાનું હતું.


એના મમ્મી-પપ્પાએ આજે પરીની ઈચ્છા-અનિચ્છા ભૂલી, સામા-પક્ષની ઈચ્છા-અનિચ્છા એના પર થોપી દીધી હતી. એક જ દિવસમાં એણે એ પોતે પણ પરી છે તે ભૂલી બીજાના ઈશારે જીવતી પરી બનવાનું હતું.

આજે એને પોતાના નામની સૌથી વધુ ચીઢ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy