કપાશી
કપાશી

1 min

542
સાસુમાના એ ફેંસલામાં જબરદસ્તી નહીં પણ આજીજી હતી. ને ગગન પણ તો ચૂપ હતો, તેથી જ અવનીએ એ કાગળો પર ધ્રુજતા હાથેયે સહી કરી હતી. આખુંય ઘર આજે ઉત્સવમય હતું. ધરાને આવકારવા.
અરિસા સામે પોતાની વાંઝણી કુખ પર હાથ ફેરવતાં ફેરવતાં એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હવે ન ગગન એનો હતો, ન આ ઘર એનું. આ વાંઝિયાપણાની કપાશીના વ્રણ એને આમજ જીવનભર સહેવાના હતાં, એકલાં એકલાં. પોતાના પ્યારને પરાયા હાથમાં સોંપીને. પોતાની બેગ લઈ અવની બીજા દરવાજાથી નીકળી ગઈ.