The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Rekha Shukla

Inspirational Others

3  

Rekha Shukla

Inspirational Others

"પ્રેરણાશ્રમ"

"પ્રેરણાશ્રમ"

4 mins
791


લથડીયા ખાતો કક્કો ભૂલવાની એને બારાખડી છે

ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે "શબ" જીવે આમ જ ખડી છે

લોહી ને વેહવાની ટેવ યાદ ની જ્યાં નદી વહી છે!!

ભૂલમાં મળી'તી "મા" ખોવાઈ જતાં આંખુ રડી છે

માતૄભાષા શીખ્યા પછી ગોથે કદીય ન ચડી છે !!

-

ના સમજાયું ચંદાને કે શર્માજી રમકડાંના ફોન કેમ સાથે રાખીને ફરે છે ! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાકે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની 'આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી ! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને લહેકા- ટહુકા કરે છે. ચંદાબેનનો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ"માં. રડતાં રડતાં આભા બની ગયેલા આ દ્રશ્ય જોઈને. એમનું છોભિલાપણું બે મિનીટ ભૂલાઈ ગયું. તેમને પણ દીકરા-દીકરીએ જાકારો દઈ દીધેલો ! ઘરબાર વગરના નિરાધારનો આશરો આ'આશ્રમ' હતો.

મેઈન એન્ટ્રંસ ગેઈટની ડાબી તરફ ફૂવારો હતો. ચોતરફ નાનુ તળાવ હતું ને તેની ફરતો વોકિંગ પાથ પણ હતો. નાનકડો પુલ હતો ત્યાં કોઈક ઉભું હતું. જમણી તરફ મિસ્ટર જસ્પાલજી છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એમની તો ચંદા પર નજર પણ ન પડી. પોતાના જ કાર્યમાં પરોવાયેલા સરદારજી તરફથી નજર ખસી ન ખસીને ગ્રુહમાતા લક્ષ્મીબેને ચંદાબેનને આવકાર આપતાં ખભે દિલાસો દેતો હાથ ફેરવ્યો. ચંદાબેન રડી પડ્યા ને લક્ષ્મીબેને પણ ઝળહળીયાં લૂછ્યાં પણ કઠણ હૈયે વાત ચાલુ કરી : 'આવો, તમારું ઘર હવેથી આ જ છે. બધા તમારી રાહ જુવે છે.' સામુહિક પ્રેયરરૂમમાંથી ભજનનું મ્યુઝિક સંભળાયું ને ચંદાબેન એમના રૂમ તરફ ચાલ્યાં. વિચારોના વંટોળે ઘેરી લીધા કે જીવની જેમ મોટા કરવા છતાં આટલા બધા મા-બાપ વૄધ્ધાશ્રમમાં કેમ છે ?

સાત ફૂટના સરદારજી ફરી નજરમાં તરી આવ્યા. બધાના રૂમમાં પોતે ઉગાડેલા ફૂલો પહોંચાડતાં એમનું તેજસ્વી ને સૌમ્ય મુખારવિંદ પ્રતિભાશાળી બધાને ગમતું. ચંદાબેને જ્યારે થેંક્યું કહ્યું તે બોલ્યા : 'સબ ઠીક હોવે તૂસી હિમંત રખીયો. હમ સબ સાથ હૈ જી' બીજા જ દિવસથી ચંદાબેન લાઇબ્રેરીમાં કામે લાગ્યા. વસુધાબેન આશ્રમની બાજુમાં રહેવા છતાં કીચનમાં એજ રાંધતા, બધાને એમની રસોઈ બહુ ભાવતી ને રામુકાકા તથા દીનદયાલ કાકા પણ મદદ કરતાં. આમ આશ્રમમાં નિયમ મુજબ કામ કાજ ચાલતું.

શર્માજી છેલ્લા દસ વર્ષથી હતા. હજુ પણ પોતાના દીકરા-દીકરી તથા આયુષીના ફોનની રાહ જો'તા. એમની દયાજનક દશા જોઈને હૈયું ભરાઈ આવતું. ક્યારેક જસ્પાલજી સાથે હિંદીમાં વાત કરતા સાંભળો તો તેમનું હિંદી સાંભળી હસી જ પડો. જસ્પાલજી પણ હવે તો ટેવાઈ ગયા છે સમજી જાય છે એમની વેદના પણ પોતાની વેદના નથી કહેતા. આખી જિંદગી ભરપૂર પ્રેમ આપ્યો કુટુંબને પોતાનો વિચાર કર્યા વગર બધાની દરેક માંગ દરેક સપના પૂરા કર્યા. પણ દીકરા ત્રણેયે મોં ફેરવી લીધું ? ને દીકરીએ તો પોતાની પત્નીને પણ એમની વિરૂધ્ધ કરી નાંખ્યા !

કોઠીની જાહોજલાલી ખૂટી ખૂટે તેમ ન્હોતી તે દીકરાઓની બૂરી આદતોમાં ખરચાઈ ગઈ. દીકરી-જમાઇએ તો માને ફોસલાવી કરોડોના ઘરેણાં પડાવી લીધા ને કીધું અત્યારે બીઝનેસમાં જોઈએ છે પછી પરત કરી દઈશું. બાપનું હૈયું કકળી ઉઠ્યું કે પોતાના બાપ-દાદાની મિલ્કતને પ્રોપર્ટી આમ વેડફાઈ જશે તેવો તો સપને પણ ખ્યાલ નહોતો. પતિને એકલો આશ્રમમાં જવા દે તે કેવી પત્ની? કેવી મમતા ને કેવી સુખ સાહ્યબીનું વળગણ ? અબળા સ્ત્રી માટે બહુ લખાયું હા, પણ સાત ફૂટના સશક્ત પુરૂષની વેદના કોઈ ન સમજ્યું. ના દીકરા-દીકરી કે પોતાની પત્ની પણ ના સમજી ? ના આવ્યો કદીય ફોન પણ કે આ આવ્યું કોઈ મળવા રૂબરૂ ! ને લોકો હજુય દીકરો દેજો દીકરી દેજોની મન્નત માને છે ! શું ફેર પડે છે જ્યારે બધા આવા નાલાયક નીકળે છે ?

આ વ્હોટ્સઅપમાં 'ટિન' 'ટિન' મેસેજ મૂકાતા રહે ત્યાં તો પેલો રમકડાંનો ફોન રણક્યો : આયુષી બોલી : "બાપુજી ?" ને શર્માજી ને જીવલેણ હાર્ટ એટેક આવ્યોને બધા ગૂમસૂમ થઈ ગયા. ભલુ થયું ભાંગી જંંજાળ. જસ્પાલજી ને વસુધાબેન આશ્વાસન આપતા હતા, કે સમજાવવાનો સાવ ખોટો વ્યર્થ પ્રયાસ કરતા હતા.

હવે કોઈને પોતાના સ્વજનના આવવાની રાહ જોવી નથી. બધા એકબીજા સાથે જ ખુશ છે. રામુકાકા ને દીનદયાલ કાકા રાબેતા મુજબ આવે છે - જાય છે એમનું મૌન એમની વેદના પોકારે છે. ફૂલો વિવિધ રંગને આકારના છે તેમજ પાંદડાઓ પણ રંગરંગના ને આકૄતિના છે. વિન્ડોમાંથી તાકતો જસ્પાલ થોડો દુઃખી જણાય છે પણ બધા આવી એને પ્રેયરરૂમમાં લઈ જાય છે.

"સસરીયાકાલ" કહેતા શર્માજી નો અવાજ લગભગ તેને સંભળાય છે. ભણકારા છે ખબર છે પણ માનવતા જ્યારે મરી રહી છે ત્યારે દિલ તો પ્રેમાળ શબ્દનો સહારો જ ગોતતું રહે છે ને ! છ છ દાયકા નીકળી ક્યાં ગયા તે મને યાદ નથી પણ આ પછીનો દાયકો કેવો જશે ? મારી બર્થ-ડે માટે એટલું જ માંગુ કે હાથ પગ ચાલતા રહે ને પ્રભુ જલ્દીમાં જલ્દી લઈ લે જે. અસ્તુ!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational