પ્રેમની વેદના, છોડયાનો વિરહ
પ્રેમની વેદના, છોડયાનો વિરહ
કોણ જાણે અહીં 'પ્રેમ' ની વેદના, ને છોડયાં નો 'વિરહ',
જાણે સાચો પ્રેમી વેદનાં ને 'વિરહ' નો 'આઘાત',
છે બધાં વણઉકલ્યા 'રહસ્યો',
છે હરકોઈ અહીં મતલબી ચાહનાર,
સાચાં ચાહનાર ને દેવાં પડે પૂરાવા ને સાબિતીઓ,
ને ખોટાં મસમોટી વાતો કરનારાં એક'દી જતાં રે,
ને અહીં બદનામ કોણ 'પ્રેમ' અને 'કરનારો',
કોણ જાણે અહીં પ્રેમની વેદના, ને છોડયાંનો વિરહ.
છે ને મજાનું 'રહસ્ય', નથી ખૂલતું, બસ બની જાય છે એક ઘટના-મજાક,
બની રહેશે એક 'રહસ્ય',ને પછી નીકળી પડશે 'રહસ્યની ખોજમાં',
કોણ જાણે અહીં પ્રેમની વેદના, ને છોડયાં નો વિરહ.

